SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૫ હે ચિત્ત ! તો ચાલો આપણે તે પુરુષ પાસે જઈએ. ૦ કેશીસ્વામી દ્વારા પંચજ્ઞાન નિરૂપણ દ્વારા રાજાને બોધ : ત્યારપછી ચિત્તસારથી સાથે તે પ્રદેશી રાજા કેશીકુમારશ્રમણ પાસે આવ્યો. આવીને કેશીસ્વામીથી થોડે દૂર રહીને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! શું આપ આધોવધિ જ્ઞાની છો ? આપ અન્નજીવી છે? ત્યારે કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! જેમ કોઈ અંકવણિક કે શંખવણિક કે દંતવણિક રાજકર ન દેવાના વિચારથી સીધો માર્ગ પૂછતો નથી. તે પ્રમાણે તે પ્રદેશી ! તું પણ વિનયપ્રતિપત્તિ ન કરવા માટે સીધું પૂછતો નથી. તે પ્રદેશી ! મને જોઈને હું તને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયેલો કે જs જ જડની પર્યુપાસના કરે છે ઇત્યાદિ. શું મારું કથન સત્ય છે ? હાં, આપનું કથન સત્ય છે. પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! તમને એવું કયું જ્ઞાન અને દર્શન છે કે જેનાથી આપે મારા આ પ્રકારના મનોગત સંકલ્પને જાણ્યો ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું, હે પ્રદેશી ! નિશ્ચયથી અમારા શ્રમણ નિગ્રંથોના શાસ્ત્રોમાં પાંચ પ્રકારના જ્ઞાન બતાવ્યા છે – આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. તે આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારે છે ? તે ચાર પ્રકારે છે – અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા. તે અવગ્રહ કેટલા પ્રકારે છે ? તે અવગ્રહ બે પ્રકારે છે ઇત્યાદિ ધારણા પર્યત આભિનિબોધિક જ્ઞાનનું સંપૂર્ણ વર્ણન નંદીસૂત્રાનુરૂપ અહીં જાણવું. તે શ્રુતજ્ઞાન કેટલા પ્રકારનું છે ? તે શ્રુતજ્ઞાન બે પ્રકારે છે – અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. દૃષ્ટિવાદ પર્યત શ્રુતજ્ઞાનના બધાં ભેદો નંદી સૂત્રાનુસાર જાણવા. અવધિજ્ઞાનના બે ભેદ, મન:પર્યવજ્ઞાનના બે ભેદ અને કેવળજ્ઞાન પર્યતનું વર્ણન નંદી સૂત્રાનુસાર જાણવું. હે પ્રદેશી ! આ પાંચે જ્ઞાનોમાં આભિનિબોધિક, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન માને છે, માત્ર કેવળજ્ઞાન મને નથી. તે અરિહંત ભગવંતોને હોય છે, તેથી આ ચાર છાઘસ્થિક જ્ઞાનો દ્વારા મેં તારો મનોગત સંકલ્પ જાણ્યો. ૦ જીવ અને શરીરના અન્યત્વનું નિરૂપણ : ત્યારે પ્રદેશી રાજાએ કેશી-કુમાર શ્રમણને એમ કહ્યું કે, હે ભદંત ! શું હું અહીં આપની પાસે બેસું? હે પ્રદેશી ! આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે. તેથી તું જાણ. ત્યારે તે પ્રદેશી રાજા ચિત્તસારથી સાથે કેશીકુમારશ્રમણ પાસે બેઠો અને કેશી– કુમારશ્રમણને આ પ્રમાણે પૂછયું, હે ભદંત ! શું આપ શ્રમણનિગ્રંથોની એવી સંજ્ઞા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy