________________
શ્રાવક કથા
૧૭૯
૦ રાણી સુભદ્રાનું ભગવંત વંદનાર્થે જવું:
ત્યારે સુભદ્રા આદિ રાણીઓએ અંતઃપુરમાં સ્નાન કર્યું, નિત્ય કાર્ય કર્યા. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, સર્વે અલંકારોથી વિભૂષિત થઈ. પછી ઘણાં જ દેશ-વિદેશની દાસીઓ, જેમાં અનેક કુબડી હતી, અનેક કિરાત દેશની હતી, અનેક બૌની હતી, અનેક એવી હતી જેની કમર ઝુકેલી હતી, અનેક બર્બર દેશની, બકુશ દેશની, યૂનાન દેશની, પદ્વવ દેશની, ઇસિન દેશની, ચારુકિનીક દેશની, લાસક દેશની, લકુશ દેશની, સિંહલ દેશની, દ્રવિડ દેશની, અરબ દેશની, પુલિંદ દેશની, પક્વણ દેશની, બહલ દેશની, મુકુંડ દેશની, શબર દેશની, પારસ દેશની, એ પ્રમાણે વિભિન્ન દેશોની હતી જે સ્વદેશી વેશભૂષાથી સજ્જિત હતી.
આ દાસીઓ ચિંતિત અને અભિલષિત ભાવને, સંકેતને કે ચેષ્ટામાત્રથી સમજી લેવામાં વિજ્ઞ હતી. પોતપોતાના દેશના રીત-રિવાજને અનુરૂપ જેણે વસ્ત્ર આદિ ધારણ કરી રાખ્યા હતા. આવી દાસીઓ વડે ઘેરાયેલી, વર્ષધરો, કંચુકીઓ તથા અંતઃપુરના પ્રામાણિક રક્ષાધિકારીઓથી ઘેરાઈને બહાર નીકળી.
અંતઃપુરથી નીકળીને સુભદ્રા આદિ રાણીઓ, જ્યાં તેઓને માટે અલગ-અલગ રથ ઊભા રખાયા હતા ત્યાં આવી. પોતાના અલગ-અલગ અવસ્થિત, યાત્રાભિમુખ, અશ્વબળદ આદિથી જોડાયેલા રથો પર સવાર થઈ. પોતાના પરિજન વર્ગ આદિથી ઘેરાયેલી, ચંપાનગરીની મધ્યમાંથી નીકળી. જ્યાં પૂર્ણભદ્રચૈત્ય હતું, ત્યાં આવી. શ્રમણ ભગવંતથી બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં તે રીતે રોકાઈ.
ત્યારપછી તીર્થકરના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને પોતપોતાના રથોનો રોકાવ્યા. રથોમાંથી નીચે ઉતરી. પોતાની અનેક કુન્જા આદિ પૂર્વોક્ત દાસીઓથી ઘેરાયેલી તે બહાર નીકળી. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. ભગવંતની નીકટ જવા માટે પાંચ પ્રકારના અભિગમ – જેવા કે સચિત પદાર્થોનો ત્યાગ, અચિત પદાર્થોનો અત્યાગ, વિનયપૂર્વક નમન, દૃષ્ટિ પડતાં જ બે હાથ જોડવા તથા મનને એકાગ્ર કરવું.
પછી સુભદ્રા આદિ રાણીઓએ ભગવંતની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા આપી. આપીને વંદન-નમસ્કાર કર્યા. કરીને તેઓ પોતાના પતિ મહારાજા કૃણિકને આગળ કરીને પોતાના પરિજનો સહિત ભગવંતની સામે વિનયપૂર્વક હાથ જોડીને પર્યપાસના કરવા લાગી. ૦ શ્રમણ ભગવંત મહાવીરે આપેલી ઘર્મદેશના :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ભભસારપુત્ર રાજા કોણિકને, સુભદ્રા આદિ રાણીઓને તથા મોટી પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. ભગવંત મહાવીરની ધર્મદશના શ્રવણ કરવાને ઉપસ્થિત પરિષદમાં અતિશયજ્ઞાની સાધુ, મુનિ, યતિ, દેવગણ તથા અનેક સેંકડો શ્રોતાઓનો સમૂહ ઉપસ્થિત હતો. ઓઘબલી, અતિઅલી, મહાબલી, અપરિમિત બલ, તેજ મહત્તા તથા કાંતિયુક્ત શરદૂકાળના નૂતન મેઘના ગર્જન, ક્રૌંચ પક્ષીના નિર્દોષ તથા નગારાના ધ્વનિ સમાન મધુર ગંભીર સ્વરયુક્ત ભગવંત મહાવીરના હૃદયમાં વિસ્તૃત થતી એવી, કંઠમાં અવસ્થિત થતી એવી તથા મૂર્ધામાં પરિવ્યાપ્ત થતી, સુવિભક્ત અક્ષરોવાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org