SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૫ ધરણેન્દ્ર સમાન, તારોમાં ચંદ્રમા સમાન, મનુષ્યોમાં ચક્રવર્તી ભરતની માફક આપ અનેક વર્ષો પર્યંત, અનેકશતવર્ષો સુધી, અનેકસહસ્રવર્ષો સુધી, અનેકલાખવર્ષો સુધી, અનઘ સર્વથા સંપન્ન હર્ષિત—સંતુષ્ટ રહો અને ઉત્કૃષ્ટ આયુ પ્રાપ્ત કરો. ૧૭૮ હે રાજન્ ! આપ આપના પ્રિયજન સહિત ચંપાનગરીના તથા અન્ય ઘણાં જ ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બેટ, દ્રોણમુખ, મડંબ, પત્તન, આશ્રમ, નિગમ, સંબાહ, સંનિવેશ આ સર્વેનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરત્વ, આજ્ઞેશ્વરત્વસેનાપતિત્વ આ સર્વેનું સર્વાધિકૃત રૂપમાં પાલન કરતા નિબંધ, અવિચ્છિન્નરૂપમાં નૃત્ય, ગીત, વાદ્ય, વીણા, કરતાલ, સૂર્ય અને ધનમૃદંગના નિપુણતાપૂર્વક પ્રયોગ દ્વારા નીકળતા સુંદર ધ્વનીઓથી આનંદિત થતા, વિપુલ અત્યધિક ભોગ ભોગવતા સુખી રહો, એમ કહીને તેમણે જયઘોષ કર્યાં. ભંભસાર પુત્ર રાજા કોણિકના હજારો નર–નારી પોતાના નેત્રોથી વારંવાર દર્શન કરી રહ્યા હતા. હૃદયથી તેનું વારંવાર અભિનંદન કરી રહ્યા હતા. પોતાના શુભ મનોરથ સાથે હતા. તેમનું વારંવાર અભિસ્તવન કરતા હતા. રાજા કોણિકની કાંતિ, ઉત્તમ સૌભાગ્ય આદિ ગુણોના કારણે આ સ્વામી અમને સદા પ્રાપ્ત થાય તેવી વારંવાર અભિલાષા કરતા હતા. નર–નારીઓ દ્વારા પોતાના હજારો હાથોથી ઉપસ્થાપિત અંજલિમાલાને પોતાનો જમણો હાથ ઊંચો ઉઠાવીને વારંવાર સ્વીકાર કરતો, અત્યંત કોમળ વાણીથી તેમનું કુશળ પૂછતો, ઘરોની હજારો પંક્તિઓને ઓળંગતો તે કોણિક રાજા ચંપાનગરીની વચ્ચેથી નીકળ્યો. જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરથી અધિક દૂર નહીં, અધિક નજીક નહીં તેવા સ્થાને રહ્યો. તીર્થંકરોના છત્ર આદિ અતિશયોને જોયા. જોઈને પોતાની સવારીના પ્રમુખ ઉત્તમ હાથીને રોક્યો. હાથી પરથી નીચે ઉતર્યો. તલવાર, છત્ર, મુગટ, ચામર એ રાજ ચિન્હોને અલગ કર્યા, જૂતા ઉતાર્યા. જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને સચિત્તનો ત્યાગ, અચિત્તનો અત્યાગ, અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ, દૃષ્ટિ પડતાં જ હાથ જોડવા, મનને એકાગ્ર કરવું આ પાંચ અભિગમોના અનુપાલન સહ રાજા કોણિક ભગવંત મહાવીરની સન્મુખ ગયો. ત્યારપછી ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, વંદના— નમસ્કાર કર્યા. કાયિક, વાચિક, માનસિકરૂપે પર્વપાસના કરી. કાયિક પર્યાપાસના રૂપે હાથ અને પગને સંકુચિત કર્યા. શુશ્રુષા કરતા, નમન કરતા, ભગવંત સન્મુખ રહીને, વિનયપૂર્વક હાથ જોડીને સ્થિત રહ્યો. વાચિક પર્યુપાસનાના રૂપમાં – જે જે ભગવંત બોલતા હતા, તેને માટે ‘આ એ પ્રમાણે જ છે' હે ભગવન્ ! આ જ તથ્ય છે, હે ભગવન્ ! આ જ સત્ય છે, હે પ્રભો ! આ સંદેહરહિત છે. હે સ્વામી ! આ જ ઇચ્છિત છે, હે ભંતે ! આ જ પ્રતીચ્છિત છે. હે ભગવન્ ! આ જ ઇચ્છિત–પ્રતિચ્છિત છે. હે ભગવન્ ! જે પ્રમાણે આપ કહો છો તે યોગ્ય છે. આ પ્રમાણે અનુકૂળ વચન બોલતો, માનસિક પર્યુંપાસનાના રૂપે પોતાનામાં અત્યંત સંવેગ ઉત્પન્ન કરતો તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy