________________
શ્રાવક કથા
૧૭૭
બત્રીશ તરકશોથી સુશોભિત હતા. કવચ, શિરસ્ત્રાણ, ધનુષ બાણ તથા અન્ય–અન્ય શસ્ત્રો રાખ્યા હતા. આ પ્રકારે તેઓ યુદ્ધ સામગ્રીથી સુસજ્જિત હતા. ત્યારપછી હાથોમાં તલવાર, શક્તિ, કુંત, તોમર, શૂલ, લાઠી, હિંદીમાલ, તથા ધનુષ ધારણ કરેલા સૈનિકો ક્રમશઃ રવાના થયા. ત્યારે–
નરસિંહ, નરપતિ, પરિપાલક, નરેન્દ્ર, પરમઐશ્વર્યશાળી, અધિપતિ, નરવૃષભ, મનુજરાજ વૃષભ, ઉત્તર ભારતના અર્ધભાગને સાધવામાં સંપ્રવૃત્ત ભંભસારપુત્ર રાજા કોણિકે
જ્યાં પૂર્ણભદ્ર સૈન્ય હતું, ત્યાં જવાને માટે પ્રસ્થાન કર્યું. અશ્વ, હસ્તિ, રથ અને પાયદળ આ પ્રકારની ચતુરંગિણી સેના તેની પાછળ–પાછળ ચાલી રહી હતી.
કોણિક રાજાનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત સુશોભિત, પ્રીતિકર હતું, તેનું મુખ કુંડલોથી ઉદ્યોતિત હતું. મસ્તક મુગટથી દેદીપ્યમાન હતું. તે રાજચિત તેજસ્વિતારૂપલક્ષ્મીથી અત્યંત દીતિમય હતો. તે ઉત્તમ હાથી પર આરૂઢ થયો. કોરટપુષ્પોની માળાઓથી યુક્ત છત્ર તેના પર રાખેલું હતું. શ્રેષ્ઠ–શ્વેત ચામર વિંઝાઈ રહ્યા હતા. વૈશ્રમણ, નરપતિ, અમરપતિ તુલ્ય તેની સમૃદ્ધિ સુપ્રશસ્ત હતી. જેનાથી તેની કીર્તિ વિદ્યુત હતી.
ભંભસારપુત્ર રાજા કોણિકની આગળ મોટા-મોટા ઘોડા અને ઘોડેસ્વાર હતા. બંને તરફ હાથી તથા હાથીઓ પર સવાર પુરુષો હતા. પાછળ રથનો સમુદાય હતો. ત્યારપછી ભંભસારપુત્ર રાજા કોણિક ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈને આગળ વધ્યો. તેની આગળઆગળ જળની ભરેલી ઝારીઓ લઈને પુરુષો ચાલી રહ્યા હતા. સેવકો બંને તરફ પંખા નાંખી રહ્યા હતા. ઉપર સફેદ છત્ર હતું ચામર ઢોળાઈ રહ્યા હતા.
તે સર્વ પ્રકારની સમૃદ્ધિ, સર્વ પ્રકારની ઘુતિસર્વ પ્રકારના સૈન્ય, સર્વ પરિજન, સમાદર પૂર્ણ પ્રયત્ન, સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા, સર્વસંભ્રમ, સર્વ પુષ્પગંધ માલ્યાલંકાર, સર્વ તૂર્ય શબ્દ સન્નિપાત, મહાદ્ધિ, મહાતિ, મહાબલ, પોતાના વિશિષ્ટ પારિવારિક જન સમુદાયથી સુશોભિત હતો તથા શંખ, પણવ, પટણ, નાના ઢોલ, ભેરી, ઝાલર, ખરમડી, હક્ક, મુરજ, મૃદંગ તથા દંભી એક સાથ વિશેષરૂપથી વગાડાઈ રહ્યા હતા.
- જ્યારે રાજા કોણિક ચંપાનગરીના મધ્યમાંથી પસાર થઈ રહ્યો હતો, અનેક અભ્યર્થી, કામાર્થી, ભોગાથ, લાભાર્થી કિલ્બિષિક, કાપાલિક, કરબાધિત, શાંખિક, આક્રિક, લાંગલિક, મુખમાંગલિક, વર્ધમાન, પૂષ્યમાનવ, ખંડિકગણ, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, મનોભિરામ, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારી વાણીથી અને જય-વિજય આદિ સેંકડો માંગલિક શબ્દોથી રાજાને અનવરત અભિનંદન કરતા, અભિસ્તવન કરતા આ પ્રમાણે બોલ્યા
જન-જનને આનંદ દેનારા રાજન્ ! આપનો જય થાઓ, આપનો જય થાઓ. જન-જનને માટે કલ્યાણ સ્વરૂપ રાજન્ ! આપ સદા જયશીલ થાઓ, આપનું કલ્યાણ થાઓ, જેને જીતેલ નથી તેના પર આપ વિજય પ્રાપ્ત કરો, જેને જીતેલ છે તેનું પાલન કરો. તેની વચ્ચે નિવાસ કરો. દેવોમાં ઇન્દ્રસમાન, અસુરોમાં ચમરેન્દ્ર સમાન, નાગોમાં ૫/૧૨ ! For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain bucation International