________________
૧૭૬
આગમ કથાનુયોગ-૫
પહેલા સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય તથા દર્પણ આ આઠ મંગળ ક્રમશઃ ચાલ્યા. ત્યારપછી જળથી પરિપૂર્ણ કળશ, ઝારી, દિવ્ય છત્ર, પતાકા, ચામર તથા વિજયવૈજયંતી વિજય ધ્વજા લઈને રાજપુરુષો ચાલ્યા. આ વૈજયંતી ધ્વજા દર્શનીય, રચિત, અવસ્થિત, હવામાં ફરકતી, ઉચ્છિત, આકાશને સ્પર્શતી હોય તેવી ઊંચી હતી.
ત્યારપછી વૈડૂર્યથી દેદીપ્યમાન, ઉત્પલ દંડયુક્ત, લટકતી એવી કોરંટ પુષ્પની માળા વડે સુશોભિત, ચંદ્રમંડલ સશ આભામય, સમુચ્છિત, આતપત્ર, છત્ર, અતિ ઉત્તમ સિંહાસન, શ્રેષ્ઠ મણિરત્નોથી વિભૂષિત, જેના પર રાજાની પાદુકાઓની જોડી રાખેલ હતી. તે પાદપીઠ, ચૌકી, જે કિંકર, વિભિન્ન કાર્યોમાં નિયુક્ત નોકરો તથા પદાતિથી ઘેરાયેલા હતી તે ક્રમશઃ આગળ ચાલી.
અનેક લષ્ટિગ્રાહ, કુંતગ્રાહ, ચાપગ્રાહ, ચમરગાહ, પાશગ્રાહ, પુસ્તકગ્રાહ, ફલકગ્રાહ, પીઠગ્રાહ, વીણાગ્રાહુ, કૂધ્વગ્રાહ, હડપ્પગ્રાહ યથાક્રમથી આગળ ચાલ્યા. તેની પછી અનેક દંડી, મુંડી, શિખંડી, જરી, પિચ્છી, હાસ્યકાર, વિદૂષક, ડમરકર, ચાટુકર, વાદકર, કંદર્પકર, દવકર, કૌસ્કુચિક, ક્રીડાકર તેમાંના કેટલાંક વગાડતા, કેટલાક ગાતા, હંસતા, નાચતા, બોલતા, સાંભળતા, રક્ષા કરતા, અવલોકન કરતા તથા જય-જય શબ્દનો પ્રયોગ કરતા યથાક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી જાતિવંત એવા ૧૦૮ ઘોડા યથાક્રમથી રવાના થયા. તે ઘોડા વેગવાનું, શક્તિવાનું, સ્કૂર્તિમય અને વયમાં સ્થિત હતા. હરિમેલા નામક વૃક્ષની કળી તથા મલિકા જેવી તેની આંખો હતી. પોપટની ચાંચ સદશ વક્ર પગો ઉઠાવીને તે શાનથી ચાલી રહ્યો હતા. તેઓ ચપળ અને ચંચળ ચાલવાળા હતા. ખાડા વગેરે ઓળંગવા, ઊંચુ કૂદવું, જલ્દીથી સીધુ દોડવું, ચતુરાઈથી દોડવું, ભૂમિ પર ત્રણ પગ ટેકવવા, જયિની સંજ્ઞક સર્વાતિશાયિની તેજગતિથી દોડવું ઇત્યાદિ વિશિષ્ટ ગતિક્રમ તેઓ શીખેલા હતા. તેમના ગળામાં પહેરેલ શ્રેષ્ઠ આભૂષણ લટકતા હતા. મુખના આભૂષણ અવમૂલક, દર્પણની આકૃતિયુક્ત વિશેષ અલંકાર ઘણાં સુંદર દેખાઈ રહ્યા હતા. તે ઘોડાના કટિભાગ ચામરદંડથી સુશોભિત હતા. સુંદર-તરુણ સેવકો તેમને રોકી રહ્યા હતા.
- ત્યારપછી યથાક્રમે ૧૦૮ હાથી રવાના થયા. તેઓ કંઈક મત્ત અને ઉન્નત્ત હતા. તેમના દાંત કંઈ કંઈ બહાર નીકળેલા હતા. દાંતોના પાછલા ભાગ કંઈક વિશાળ અને શ્વેત હતા. તેના પર સોનાના ખોલ ચઢેલા હતા. તે હાથી સ્વર્ણ, મણિ તથા રત્નોથી શોભિત હતા. ઉત્તમ, સુયોગ્ય મહાવત તેને ચલાવી રહ્યા હતા. ત્યારપછી ૧૦૮ રથ યથાક્રમે રવાના થયા. તે રથો છત્ર, ધ્વજ, પતાકા, ઘંટા, તોરણ, નંદિઘોષ યુક્ત હતા. નાની-નાની ઘંટડીથી યુક્ત જાલ તેના પર ફેલાવાયેલ હતા.
આ રથો હિમાલય પર્વત પર ઉત્પન્ન તિનિશના કાષ્ઠ, જે સ્વર્ણ ખચિત હતા, તે રથોમાં લાગેલા હતા. રથોના પૈડાના ઘેરાવા પર લોઢાના પટ્ટા ચઢાવેલા હતા. પૈડાની ધુરાઓ ગોળ હતી, સુંદર-સુદઢ બનેલી હતી. તેમાં છાંટીને પસંદ કરેલ ઉત્તમ શ્રેણીના ઘોડા જોડેલ હતા. સુયોગ્ય, સુશિક્ષિત, સારથીઓએ તેની બાગડોર સંભાળેલ હતી. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org