SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્રતિરૂપ હતું, તેમાં ઘણાં જ વૈદ્ય અને વૈદ્યપુત્રો, જ્ઞાયક અને જ્ઞાયકપુત્રો, કુશળ અને કુશળપુત્રો આજીવિકા અને ભોજનસહિત વેતન દઈને રાખવામાં આવ્યા હતા. જે ઘણાં જ વ્યાધિપીડિતોની, ગ્લાનોની, રોગીઓની અને દુર્બલોની ચિકિત્સા કરતા રહેતા હતા. તે ઔષધાલય – ચિકિત્સાલયમાં બીજા પણ ઘણાં લોકો આજીવિકા, ભોજન અને વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ વ્યાધિપીડિતોની, ગ્લાનોની, રોગીઓની અને દુર્બલોની ઔષધિ, ભેષજ, ભોજન અને પાણી દ્વારા સેવાશુશ્રુષા કરતા હતા. - ત્યારપછી નંદમણિયાર શ્રેષ્ઠીએ ઉત્તરદિશાના વનખંડમાં એક વિશાળ અલંકાર સભાનું નિર્માણ કરાવ્યું, જો અનેક સેંકડો સ્તંભોથી સંનિવિષ્ટ – યાવત્ – પ્રતિરૂપ હતી. તેમાં ઘણાં જ અલંકારિકપુરુષ જીવિકા, ભોજન અને વેતન દઈને રાખ્યા હતા. જે ઘણાં જ શ્રમણો, અનાર્યો, ગ્લાનો, રોગીઓ અને દુર્બલોના અલંકાર કર્મ કરતા હતા. ૦ પોતાની પ્રશંસા સાંભળી નંદનું હર્ષિત થવું : આ નંદાપુષ્કરિણીમાં ઘણાં જ સનાથ, અનાથ, પાંથિક, પથિક, ફરોટિક, તૃણહારક, પત્ર (પાંદડા) હારક, કાષ્ઠહારક વગેરે આવતા હતા. તેમાં કોઈ સ્નાન કરતા હતા, કોઈ પાણી પીતા હતા, કોઈ પાણી ભરીને લઈ જતા હતા, કોઈ પસીના, જલ, મલ, પરિશ્રમ, થકાવટ, નિદ્રા, ભૂખ, પ્યાસ આદિનું નિવારણ કરીને સુખપૂર્વક રહેતા હતા. રાજગૃહ નગરથી પણ ઘણાં જ લોકો આવીને તે નંદાપુષ્કરિણીમાં શું કરતા હતા ? તે જણાવે છે – તેઓ જળમાં રમણ કરતા હતા, વિવિધ પ્રકારથી સ્નાન કરતા હતા. કદલીગૃહો, લતાગૃહો, પુષ્પવાટિકાઓ અને અનેક પક્ષીઓના સમૂહોના કલરવોથી યુક્ત નંદા પુષ્કરિણીમાં ક્રીડા કરતા–કરતા સુખપૂર્વક વિચરવા લાગ્યા. ત્યારપછી તે નંદાપુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતા, પાણી ભરીને લઈ જતા એવા ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, હે દેવાનુપ્રિય ! નંદમણિયાર શ્રેષ્ઠી ધન્ય છે, નંદમણિયાર શ્રેષ્ઠી કૃતાર્થ છે, નંદમણિયાર શ્રેષ્ઠી કૃતલક્ષણ છે. નંદમણિયાર શ્રેષ્ઠી કૃતપુણ્ય છે. તેણે પોતાનું જીવન સફળ કરેલ છે. નંદ મણિયાર શ્રેષ્ઠીએ આ મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. જેણે આવા પ્રકારની ચાર ખૂણાવાળી · યાવત્ - પ્રતિરૂપ નંદાપુષ્કરિણીનું નિર્માણ કરાવેલ છે – યાવત્ - જ્યાં રાજગૃહ નગરથી આવીને ઘણાં લોકો આસનો અને શયનો પર બેસતા, આરામ કરતા, સૂતા અને નાટક આદિ જોતા, કથા—વાર્તા સાંભળતા, સુખપૂર્વક વિચરતા હતા. શ્રાવક કથા - તેથી હે દેવાનુપ્રિય ! નંદ મણિયાર શ્રેષ્ઠી ધન્ય છે, નંદ મણિયાર શ્રેષ્ઠી કૃતાર્થ છે, નંદ મણિયાર શ્રેષ્ઠી કૃતલક્ષણ છે, નંદ મણિયાર શ્રેષ્ઠી કૃતપુણ્ય છે, નંદ મણિયાર શ્રેષ્ઠીએ પોતાનો આ લોક સફળ કરેલ છે. તેનો મનુષ્ય જન્મ અને જીવન સુલબ્ધ છે. રાજગૃહમાં પણ શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઘણાં જ લોકો પરસ્પર એકબીજા સાથે આ પ્રકારે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રરૂપિત કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! નંદ મણિયાર શ્રેષ્ઠી ધન્ય છે ઇત્યાદિ પૂર્વવત્ કહેવું જોઈએ યાવત્ આવનારા લોકો ૫/૫ Jain Education International For Private & Personal Use Only -- www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy