________________
૬૬
આગમ કથાનુયોગ-૫
સુખપૂર્વક વિચરતા હતા.
ત્યારે તે નંદમણિયાર શ્રેષ્ઠી ઘણાં જ લોકો પાસેથી પોતાની પ્રશંસારૂપ વાતોને સાંભળીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈને મેઘધારાથી સિંચાયેલા કદંબના વૃક્ષની સમાન વિકસિત રોમરાજી યુક્ત થઈને સાતાજનિત પરમ સુખનો અનુભવ કરતો વિચારવા લાગ્યો. ૦ નંદને રોગની ઉત્પત્તિ અને ચિકિત્સા :
ત્યારપછી કોઈ એક સમયે તે નંદમણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગાતંક ! ઉત્પન્ન થઈ ગયા. તે આ પ્રમાણે :- (૧) શ્વાસ, (૨) કાસ, (૩) જ્વર, (૪) દાહ, (૫) કુ શિશૂલ, (૬) ભગંદર, (૭) અર્શ, (૮) અજીર્ણ, (૯) નેત્રશૂળ, (૧૦) શિરોવેદના, (૧૧) અરુચિ, (૧૨) નેત્રવેદના, (૧૩) કર્ણવેદના, (૧૪) ખુજલી, (૧૫) જલોદર અને (૧૬) કુષ્ઠ.
ત્યારપછી તે સોળ રોગાસંકોથી પીડિત થયા પછી તે નંદમણિયાર શ્રેષ્ઠીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને રાજગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં ઊંચા-ઊંચા અવાજથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહો કે
હે દેવાનપ્રિયો ! નંદમણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગાંતક ઉત્પન્ન થયા છે. યથા, શ્વાસ – યાવત્ – કોઢ. તેથી હે દેવાનુપ્રિયો ! જો કોઈ પણ વૈદ્ય કે વૈદ્યપુત્ર, જ્ઞાયક કે જ્ઞાયકપુત્ર, કુશળ કે કુશળપુત્ર, નંદમણિયારના તે સોળ રોગાસંકોમાંથી કોઈ એક પણ રોગાતકને ઉપશાંત કરી દેશે, તેને નંદમણિયાર શ્રેષ્ઠી વિપુલ ધન-સંપત્તિ આપશે. આ પ્રમાણે ઘોષણા કરીને પુનઃ આ પ્રમાણે બીજી અને ત્રીજી વખત ઘોષણા કરો. ઘોષણા કરીને મારી આ આજ્ઞાને પાછી આપો.
તે કૌટુંબિક પુરુષોએ પણ તે જ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી રાજગૃહ નગરમાં આ પ્રકારની ઘોષણા સાંભળીને હૃદયમાં અવધારીને ઘણાં જ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક–જ્ઞાયકપુત્રો, કુશળ-કુશળપુત્રો હાથમાં શસ્ત્રકોશ લઈને, શિલિકા લઈને, ગોળીઓ લઈને, ઔષધભેષજ લઈને પોતપોતાના ઘરોથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. જ્યાં નંદમણિયાર શ્રેષ્ઠીનું ઘર હતું, ત્યાં આવ્યા
– ત્યાં આવીને તેઓએ નંદમણિયાર શ્રેષ્ઠીના શરીરને જોયું. શરીરની પરીક્ષા કરી. પરીક્ષા કરીને નંદમણિયારને રોગાંતક ઉત્પન્ન થવાનું કારણ પૂછયું, પૂછીને ઘણાં જ ઉદ્વલન દ્વારા, ઉદ્વર્તન દ્વારા, સ્નેહપાન દ્વારા, વમન દ્વારા, વિરેચન, દ્વારા, સ્વેદન દ્વારા, અવદહન દ્વારા, અપસ્તાન દ્વારા, અનુવાસના દ્વારા, બસ્તિકર્મ દ્વારા, નિરુહ દ્વારા, શિરોવેધ દ્વારા, તક્ષણ દ્વારા, પ્રક્ષણ દ્વારા, શિરાવતિ દ્વારા, તર્પણ કારા, પુટપાક દ્વારા, છાલો દ્વારા, વેલો દ્વારા, જડો દ્વારા, કંદો દ્વારા, પત્તો દ્વારા, પુષ્પો દ્વારા, ફળો દ્વારા, બીજો દ્વારા, શિલિક દ્વારા, ગોળીઓ દ્વારા, ઔષધી દ્વારા, ભૈષજ દ્વારા, તે સોળ રોગાતકોને શાંત કરવામાં સમર્થ થઈ ન શક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org