SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૦૭ ૦ સૂર્યાભ દેવની દેવદ્ધિ સંબંધી નિરૂપણા: હે ભગવન્! આ પ્રમાણે ગૌતમસ્વામીએ સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. પછી આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! તે સૂર્યાભદેવની આ દિવ્ય દેવદ્ધિ – યાવત્ – દેવપ્રભાવ ક્યાં ગયા ? કયા પ્રવિષ્ટ થયા ? હે ગૌતમ ! શરીરમાં ગયા, શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. હે ભગવન્! કયા કારણથી આપ આ પ્રમાણે કહો છો કે શરીરમાં ચાલ્યા ગયા અને શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. હે ગૌતમ ! જેમ કોઈ એક ફૂટાગાર શાલા હોય, બંને બાજુથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્ત હારવાળી હોય, નિર્વાત હોય, ગંભીર–વિશાળ હોય, તે કૂટાગાર શાળાની નીકટ વિશાળ જનસમૂહ હોય. ત્યારે તે જનસમૂહ એક મોટા મેઘપટલકને અથવા વર્ષા વાદળને કે મહા વાતને આવતું જોઈને તે કૂટાગારશાળામાં અંદર પ્રવિષ્ટ થઈ જાય તે રીતે હે ગૌતમ ! – યાવત્ – તે દિવ્ય દેવઋદ્ધિ સૂર્યાભદેવના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. ૦ સૂર્યાભવિમાનના સ્થાનાદિનું વર્ણન : હે ભગવન્! તે સૂર્યાભદેવનું તે સૂર્યાભવિમાન ક્યાં છે ? હે ગૌતમ ! જંબૂઢીપના મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ઉર્ધ્વ દિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા મંડળથી આગળ અનેક સેંકડો, હજારો, લાખો, કરોડો યોજન ઊંચે ઊંચે ગયા પછી સૌધર્મકલ્પ નામક વૈમાનિક દેવોનો આવાસરૂપ દેવલોક છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો તથા અર્ધ ચંદ્રાકાર છે. પોતાની કાંતિથીત સદા ચમકતો રહે છે. અસંખ્યાત કોટા-કોટિ યોજન પ્રમાણ લાંબો-પહોળો તથા અસંખ્યાતા કોટાકોટિ યોજન પ્રમાણ પરિધિવાળો છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીસ લાખ વિમાનાવાસ છે. આ બધા વિમાનો સર્વાત્મના રત્નોના છે અને સ્ફટિક મણિવત્ નિર્મળ – યાવતુ – મનોહર છે. - તે વિમાનોના અતિ મધ્ય ભાગમાં ચાર દિશાઓમાં પાંચ અવતંસક છે. જેમકે – અશોકાવયંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતંસક તથા મધ્યમાં સૌધર્માવલંસક. આ સર્વે રત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે સૌધર્માવલંસક મહાવિમાનની પૂર્વ દિશામાં તિછું અસંખ્યાત લાખ યોજન પ્રમાણ આગળ ગયા પછી સૂર્યાભદેવનું સૂર્યાભ નામક વિમાન છે જેનો આયામ–વિષ્ઠભ સાડાબાર લાખ યોજન અને પરિક્ષેપ ૩૯૫૨૮૪૮ યોજન પ્રમાણ છે. આ વિમાન ચારે તરફથી એક પ્રકારથી ઘેરાયેલ છે તે પ્રાકાર ૩૦૦ યોજન ઊંચો છે, મૂળમાં તેનો વિખંભ ૧૦૦ યોજન, મધ્યમાં ૫૦ યોજન, ઉપર ૨૫ યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો હોવાથી ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વ રત્નમય સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે પ્રાકાર અનેક પ્રકારના પંચવર્ણી – જેમકે – કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને શક્ત વર્ણના કપિ શીર્ષકોથી ઉપશોભિત છે. તે પ્રત્યેક કપિશીર્ષક એક યોજન લાંબા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy