SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૫ અડધો યોજન પહોળા અને કંઈક ન્યૂન એક યોજન ઊંચા, સર્વ રત્નમય, સ્વચ્છ – યાવત્ - પ્રતિરૂપ છે. સૂર્યાભ વિમાનની એક એક બાજુમાં એક–એક હજાર વાર છે. તે ૫૦૦૫૦૦ યોજન ઊંચા, ૨૫૦ યોજન પહોળા અને તેટલાં જ પ્રવેશ વાળા છે. આ કાર શ્વેત વર્ણના છે. ઉત્તમ સુવર્ણમયી સ્કૂપિકાથી યુક્ત છે. તેના પર ઇહામૃગ, વૃષભ – થાવત્ – પાલતા આદિના ચિત્રો છે. સ્તંભો પર બનેલી વજરત્નોની વેદિકાથી યુક્ત હોવાથી રમણીય દેખાય છે. સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર યુગલ યંત્ર દ્વારા ચલિત દેખાય છે. હજારો કિરણો અને હજારો રૂપકોથી યુક્ત હોવાને કારણે તે દ્વાર દેદીપ્યમાન લાગે છે. દર્શકોના નેત્રોને આકૃષ્ટ કરતા, સુખપ્રદ સ્પર્શવાળા અને રૂ૫ શોભાસંપન્ન છે. આ વારોના નેમ વજરત્નોના, પ્રતિષ્ઠા રિઝરત્નોની, સ્તંભ વૈડૂર્યમય તલભાગ સ્વર્ણજડિત પંચવર્ણી મણિરત્નોનો, ડેહલી હંસગર્ભમય, ઇન્દ્રનીલ ગોમેદમય, દ્વારશાખા લોહિતાક્ષમય, ઓતરંગ જ્યોતિરસમય, કીલિકા લોહિતાથી રત્નમય, સાંધા વજરત્નમય, સમગક વિવિધ મણિમય, અર્ગલા અને અર્ગલા પાશક વજરત્નમય, આવર્તન પીઠિકા રજતમય, ઉત્તરપાર્શ્વક અંકમય હતા. આ દ્વારા અત્યંત સઘન, અંતરરહિત હતા. પ્રત્યેક કારોની બંને બાજુએ દીવારો સહિત કુલ ૩૫૬ ભિત્તિગુલિકાઓ હતી. એટલી જ ગોમાનસિકા હતી. કારો પર અનેક પ્રકારના મણિરત્નોના બનેલ વ્યાલરૂપ ક્રીડા કરતી પુતળીઓ હતી. તેના માઢ વજરત્નમય, માઢના શિખર ચાંદીના અને ઉપરી ભાગ સોનાના છે. ઝરોખા વિવિધ મણિરત્નમય, છપ્પરના વાંસ મણિમય, વાંસબંધ લોહિતાક્ષ રત્નમય, ભૂમિ રજતમય, પાંખ એકરત્નમય, વલ્લીઓ તથા વલ્લીઓ તથા કવેલુ જ્યોતિરસ રત્નમય છે. પટ્ટીઓ રજતમય છે. અવઘાટની સુવર્ણમય, ઉપરી પ્રોંછનિકા વજમય, કવેલુઓ નીચે આચ્છાદન રજતમય છે. તેના શિખર એકરત્નમય, સ્કૂપિકા તપનીય સુવર્ણમય છે. આ તારો શંખ સમાન વિમલ, દહીં-દૂધના ફીણ અને રજતના ઢેર જેવી શ્વેત પ્રભાવાળા છે, હારોના ઉપરી ભાગમાં તિલકરત્ન નિર્મિત અનેકવિધિ અર્ધચંદ્રોના ચિત્રો છે. મણિ—માલાથી અલંકૃત છે, તે કાર ભીતર–બહાર અતિ નિગ્ધ અને સુકોમળ છે. સુવર્ણની રેતી બિછાવેલી છે. સુખદ સ્પર્શવાળા અને રૂપ શોભા સંપન્ન, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે દ્વારોની બંને બાજુએ બંને નિસીધિકાઓમાં ૧૬-૧૬ ચંદનકળશોની પંક્તિઓ છે. આ ચંદનકળશ શ્રેષ્ઠ ઉત્તમ કમળો પર પ્રતિષ્ઠિત છે. ઉત્તમ સુગંધિત જળથી ભરેલા છે. ચંદનના લેપથી ચર્ચિત છે. કંઠોમાં રક્તવર્ણ સૂત્ર બાંધેલ છે. તેનું મુખ પuોત્પલથી ઢાંકેલ છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ સર્વે કળશો સર્વાત્મના રત્નમય છે. નિર્મળ – યાવત્ – મોટા મોટા ઇન્દ્ર કુંભ જેવા વિશાળ અને અતિ રમણીય છે. આ કારોની બંને બાજુની નિશીધિકાઓમાં સોળ-સોળ નાગદંતોની પંક્તિઓ છે તે નાગદંત મોતી અને સુવર્ણમાળામાં લટકતી ગવાહાકાર ઘૂંઘરું અને નાની-નાની ઘંટિકાઓથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy