SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૬૧ ૦ કનકદેવજ શ્રાવકની કથા - (કનકધ્વજની કથા પૂર્વે શ્રમણકથામાં તેતલિપુત્રની કથામાં આવી જ ગયેલ છે. કથા જુઓ તેતલિપુત્ર” તેમજ “પોટ્ટિલા” શ્રમણી વિભાગમાં) કનકધ્વજ શ્રાવક પરીચય કથન : તે કાળે, તે સમયે તેતલપુર નામે નગર હતું. તે તેટલીપુરની બહાર ઇશાન ખૂણામાં અમદવન નામક ઉદ્યાન હતું. તે તેટલીપુર નગરમાં કનકરથ નામનો રાજા હતો. તે કનકરથ રાજાને પદ્માવતી નામની રાણી હતી. – ૪ – ૪ – ૪ – ૪ – તેટલીપુત્રએ પદ્માવતી રાણી સાથે પોતપોતાના બાળકોનું પરિવર્તન કર્યું. કનકરથ–પદ્માવતીના પુત્રને ત્યાંનો તેટલીપુત્ર અમાત્ય પોતાને ત્યાં લઈ ગયો – ૪ – ૪ – ૪ – ત્યારપછી તેટલીપુત્ર અમાત્યએ બીજા દિવસે કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને તેઓને કહ્યું – ૮ – ૮ – ૮ – આ બાળક કનકરથ રાજાના રાજ્યમાં ઉત્પન્ન થયો છે, માટે તેનું કનકધ્વજ નામ થાઓ. એમ કહીને તેનું કનકધ્વજ નામ રાખ્યું - થાવત્ – તે બાળક ભોગ ભોગવવાને માટે સમર્થ થઈ ગયો – ૪ – ૪ – ૪ – ત્યારપછી કોઈ સમયે કનકરથ રાજા મૃત્યુ પામ્યો. – ૮ – ૪ – ત્યારપછી તેટલીપુત્રએ કુમારના જન્મ અને સંવર્ધન આદિનો સર્વ વૃત્તાંત તેમને કહ્યો. ત્યારે તે રાઈસર, તલવર આદિએ કનકધ્વજ કુમારનો મહાન રાજ્યાભિષેક વડે અભિષેક કર્યો. ત્યારે તે કનકદેવજકુમાર રાજા થઈ ગયો. તે મહાહિમવંત, મલયપર્વત, મંદરપર્વત, શ્રેષ્ઠ ઇન્દ્રસમાન ઇત્યાદિ – યાવત્ – તે રાજ્યના પ્રશાસનને – પાલન કરતો વિચરવા લાગ્યો – ૮ – – ૮ – તેતલીપત્ર અણગારને શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધમાન લેશ્યાથી તદાવરણીય કર્મોનો ક્ષયોપશમથી કર્મરાજનો નાશ કરનારા અપૂર્વકરણમાં પ્રવેશ કરવાથી અર્થાત્ ક્ષપકશ્રેણી પર આરોહણ કરવાથી ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા – ૪ – ૪ – ત્યારપછી કનકધ્વજ રાજાએ આ વૃત્તાંત જાણીને – x – ૪ – ૪ – તેણે સ્નાન કર્યું. ચતુરંગિણી સેનાની સાથે તેમજ માતાને લઈને સર્વ ઋદ્ધિપૂર્વક નીકળ્યો. ત્યારપછી જ્યાં તેટલીપુત્ર અણગાર હતો, ત્યાં ગયા. જઈને તેટલીપુત્ર કેવળીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને પોતાના દ્વારા કરાયેલ ભૂલને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી. ક્ષમાયાચના કરીને કનકધ્વજ રાજા બહુ દૂર નહીં – બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાને બેસી, પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી તેટલીપુત્ર અણગારે કનકધ્વજ રાજા અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. ત્યારે તે કનકધ્વજ રાજાએ તેટલીપુત્ર કેવલી પાસેથી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી, પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કર્યો. કરીને તે જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ૦ આગમ સંદર્ભ :-- નાયા. ૧૪૯, ૧૫૩, ૧૫૪, ૧૫૬; આવ.પૂ.૧–પૃ. ૪૯૯; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy