________________
૬ ૨
આગમ કથાનુયોગ-૫
આવ.નિ. ૮૭૮ની વ.
૦ નંદ મણિયાર શ્રાવકની કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બહાર ઇશાન ખૂણામાં રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહનગરના ઇશાન ખૂણામાં ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી.. ૦ રદેવની ભ.મહાવીર સન્મુખ નાટ્યવિધિ :
તે કાળે, તે સમયે સૌધર્મકલ્પના દર્દરાવતંસક વિમાનમાં સુધર્માસભામાં શુક્ર નામના સિંહાસન પર બેસીને દર્દદેવ ૪૦૦૦ સામાનિક દેવો, ચાર અગ્રમહિષીઓ અને ત્રણ પર્ષદાની સાથે સૂર્યાભદેવ સમાન – યાવત્ - દિવ્ય ભોગોપભોગોને ભોગવતો વિચરતો હતો. તે સમયે તેણે પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબૂલીપ નામના દ્વીપને જોતા-જોતા ગુણશીલક ચૈત્યમાં આવેલા શ્રમણ ભગવંત મહાવીરને જોયા – થાવત્ – સૂર્યાભદેવની સમાન નાટ્યવિધિઓને દેખાડીને પાછો ગયો. ૦ દર દેવના પૂર્વભવનું નામ કથન :
હે ભગવન્! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આ દરદેવ મહાન્ દ્ધિમંત, મહાનું ઘુતિમત, મહાબળવાનું મહાયશસ્વી, મહાસુખવાનું અને મહાપ્રભાવશાળી છે.
હે ભગવન્! તે દર્દુરદેવની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવપ્રભાવ ક્યાં ચાલ્યો ગયો ? ક્યાં સમાઈ ગયો ? ત્યારે ભગવંત મહાવીરે કહ્યું કે, હે ગૌતમ ! તે દિવ્ય દેવઋદ્ધિ આદિ શરીરમાં ચાલી ગઈ, શરીરમાં સમાઈ ગઈ. તે માટે કૂટાગારશાલાનું દૃષ્ટાંત સમજી લેવું.
હે ભગવન્! તે દર્દૂર દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાભાવ કઈ રીતે લબ્ધ થયો ? કઈ રીતે પ્રાપ્ત થયો? કઈ રીતે અભિસમન્વગત થયો ? ત્યારે ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં રાજગૃહ નામે નગર છે. ત્યાં ગુણશિલક ચૈત્ય છે અને ત્યાં શ્રેણિકરાજા રાજ્ય કરે છે.
આ રાજગૃહ નગરમાં નંદ નામે એક મણિયાર શ્રેષ્ઠી રહેતો હતો. જે ધનાઢ્ય, તેજસ્વી – યાવત્ કોઈથી પરાભૂત થનારો ન હતો. ૦ નંદ મણિયારને ધર્મ પ્રાપ્તિ પછી મિથ્યાત્વનો ઉદય :
હે ગૌતમ! તે કાળે, તે સમયે હું ગુણશીલક ચૈત્યમાં આવ્યો. પર્ષદા વંદન કરવાને નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો. ત્યારે તે નંદમણિકાર શ્રેષ્ઠી આ વૃત્તાંતને સાંભળીને પગે ચાલીને ત્યાં આવ્યો – યાવત્ – ઉપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે નંદ ધર્મ સાંભળીને શ્રમણોપાસક થઈ ગયો.
ત્યારપછી હું રાજગૃહ નગરથી નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org