________________
શ્રાવક કથા
L૫૫
આવે કે તે ક્યાં પહોંચી ગયો છે તેમ તેને પકડી લાવવો. ત્યારે હાથી દેશના સીમાડે ફરતો હતો, તે વાત સાંભળીને ઉદયન સૈન્ય સહિત ત્યાં ગયો. સૈન્યને છોડીને પોતે મધુર શબ્દથી દિશાઓને પૂરવા લાગ્યો. હાથી સ્થિર થઈ ગયો. ઉદયન જેવો તેની નજીક આવ્યો ત્યારે પ્રદ્યોત પહેલાથી છૂપાવી રાખેલા પુરુષોએ તેને પકડી લીધો અને ઉર્જની નગરીએ લઈ ગયા.
ત્યાં પ્રદ્યોત રાજાએ ઉદયન રાજાને કહ્યું કે, મારી એક પુત્રી કાણી છે, તેને સંગીત શીખવવું, પણ તેને નજરે જોવી નહીં. કારણ કે તેણી લજ્જા પામે. જ્યારે પ્રદ્યોતે પોતાની પુત્રી વાસવદત્તાને એમ કહ્યું કે, તને સંગીત શીખવવા આવનાર અધ્યાપક શરીરે કોઢ રોગવાળા છે માટે તારે તેને જોવો નહીં અને તેનો અનાદર પણ ન કરવો. પરંતુ આદરપૂર્વક સંગીતકળા શીખવી. પછી બંને વચ્ચે પડદો રાખી તેને શીખવવાનું શરૂ કર્યું.
ઉદયના સુંદર સ્વર અને સંગીતથી વાસવદત્તા ઉદયન પ્રત્યે આકર્ષાઈ. તેણીએ વિચાર્યું કે આ કોઢિયો છે, તેથી તેને જોઈ શકાતો નથી. જોવાથી અમંગલ થાય. છતાં કુતૂહલ વશ તેણી ઉદયનને જોવા માટેના ઉપાયોને વિચારવા લાગી. તેને કારણે મૂઢ બનેલી વાસવદત્તા સંગીત–સ્વરને બરાબર પકડી શકતી ન હતી.
ત્યારે રોષાયમાન થયેલા ઉદયને તેણીને કહ્યું કે, હે કાણી ! આમ ચંચળતા રાખીને કેમ ભણે છે ? ત્યારે તેણીએ પણ રોષપૂર્વક પ્રત્યુત્તર વાળ્યો કે, હે કોઢિયા ! તમે પોતાને તો જાણતા નથી. આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા ઉદયને વિચાર્યું કે, નક્કી હું જેવો કુષ્ઠી છું, તેવી આ કાણી હશે અર્થાત્ બંને પાસે પ્રદ્યોત ખોટું બોલ્યો લાગે છે.
ત્યારે તેણે તુરંત જ પડદો ખસેડી નાંખ્યો. જોયું તો – નિષ્કલંક, ચંદ્રસમાન ઉજ્વલ, મનોરમ, સર્વાગ સુંદર કન્યાને જોઈ. વાસવદત્તાએ કામદેવ સરખા મનોહર રૂપવાળા ઉદયન રાજાને જોયો. પરસ્પર સ્નેહાધીન બનેલા એવા તેઓનું મિલન નિરંકુશપણે થયું. માત્ર કંચનમાલા નામની દાસી કે જે તેની ધાવમાતા હતી, તેણીને એકને આ હકીકતની ખબર પડી, પણ બીજા કોઈ જ આ વાત જાણતાં ન હતા.
કોઈ વખતે હાથી બાંધવાના સ્તંભથી અનલગિરિ હાથી એકદમ મદોન્મત્ત બની છૂટી ગયો. ત્યારે રાજાએ અભયને પૂછયું કે શું કરવું? ત્યારે અભયે કહ્યું, ઉદયન રાજા જો વાસવદત્તા કન્યાની સાથે ભવતી હાથણી ઉપર બેસીને ગાયન સંભળાવે તો હાથી વશ થાય. તે પ્રમાણે તે બંનેને અનલગિરિ પાસે જઈ ગાયન કરવા કહ્યું,. ગાયન ગાયું. હાથી વશ થયો એટલે બાંધી લીધો. તે જ હાથણી પર બેઠેલા ઉદયન અને વાસવદત્તા પૂર્વ સંકેત મુજબ નીકળી ગયા.
ઉદયને પ્રથમથી જ હાથણીના મૂત્રના ચાર ઘડાઓ સાથે રાખેલા જ હતા. પછી વાસવદત્તા સહિત ઉદયન પોતાના નગર તરફ પલાયન થઈ ગયો. પ્રદ્યોતે અનલગિરિ હાથીને તૈયાર કર્યો, તેટલામાં હાથણી પચ્ચીશ યોજન આગળ નીકળી ગઈ. અનલગિરિ હાથી તેની પાછળ વેગથી દોડતો ઘણો નજીક આવી પહોંચ્યો. એટલે હાથણીના મૂત્રથી ભરેલો એક ઘડો ત્યાં નાંખ્યો. હાથી તે મૂત્ર સુંઘવા લાગ્યો. એટલામાં હાથણી બીજા પચ્ચીશ યોજન આગળ ચાલી ગઈ. એ રીતે ઉદયને બીજા ત્રણ ઘડા પચ્ચીશ–પચ્ચીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org