________________
૫૪
આગમ કથાનુયોગ-૫
પામેલો એક ચિત્રકાર હતો. તેણે મૃગાવતીના પગનો અંગુઠો માત્ર જોઈને મૃગાવતીનું ચિત્ર દોર્યું. વરદાનના પ્રભાવથી મૃગાવતીના સાથળના ભાગે તલનું ચિન્હ આપોઆપ થઈ ગયું. તે જોઈને વિકલ્પ ચિંતવતા રાજા શતાનીકે રોષથી તે ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવી નાંખ્યો.
રોષે ભરાયેલ ચિત્રકારે એક ચિત્રપટ્ટ ઉપર મૃગાવતીના અતિ સ્વરૂપવાનપણાનું આબેહુબ આલેખન કર્યું. તે ચિત્ર પ્રદ્યોત રાજાને દેખાડ્યું. ત્યારે પ્રદ્યોત રાજાએ કામાંધ થઈને મૃગાવતી રાણીની માંગણી કરી, શતાનીકે તે માંગણી મંજૂર ન કરતા પ્રદ્યોત પોતાની વિશાળ સેના સહિત કૌશાંબી નગરી પર ધસી આવ્યો. ત્યારે અલ્પ સૈન્યવાળો શતાનીક રાજા તે વિપુલ સેના આદિને જોતાં જ અતિસાર થવાથી મૃત્યુ પામ્યો.
ત્યારે ઉદયનકુમારે ઘણાં જ રાજા, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ આદિની સાથે રોતા, આકંદન કરતા, વિલાપ કરતા શતાનીક રાજાનો રાજકીય સમૃદ્ધિની સાથે, સન્માનપૂર્વક નીહરણ કર્યું, મૃતકસંબંધી સંપૂર્ણ લૌકિક કૃત્યો કર્યા.
તે વખતે મૃગાવતીએ વિચાર્યું કે, ઉદયન તો હજી ઘણો નાનો છે. પ્રદ્યોત ક્યાંક તેને પણ મારી નાંખશે. તેથી પ્રદ્યોત રાજાને કહેવડાવ્યું કે, અમારો યુવરાજ હજી નાનો છે. હું તો તમારી સાથે આવીશ, પણ પછી સામંત રાજાઓ આ બાળકનો પરાભવ કરશે. માટે થોડો સમયનો થોડો વિલંબ થવા દો. પછી પ્રદ્યોતને કહીને કૌશાંબીની ફરતો મજબૂત કિલ્લો બંધાવ્યો. ધાન્ય આદિથી નગરીને સજ્જ કરાવી. ઉદયનને નિર્ભય કરી દીધા પછી મૃગાવતીએ દીક્ષા લીધી. ઉદયનને થાપણરૂપે પ્રદ્યોતને સોંપ્યો.
ત્યારપછી કાળક્રમે રાજા, ઈશ્વર – યાવતુ સાર્થવાહે મળીને ઘણાં મોટા સમારોહપૂર્વક ઉદયનકુમારનો રાજ્યાભિષેક કર્યો. ઉદયનકુમાર કૌશાંબીનગરીનો મામલયા પર્વત સમાન રાજા થઈ ગયો. તેની મુખ્ય રાણી પદ્માવતી નામે થઈ.
કોઈ દિવસે બૃહસ્પતિદત્ત નામે કુમાર ઉદયન નરેનનો પુરોહિત થયો. – ૪ – ૪ – ૪ – તેનો પદ્માવતી દેવી સાથે અનુચિત સંબંધ સ્થપાયો. – ૪ – ૪ – ૪ – કોઈ સમયે ઉદયન રાજા નાનાદિથી નિવૃત્ત થઈને અને સમસ્ત અલંકારોથી અલંકૃત થઈને જ્યાં પદ્માવતીદેવી હતી, ત્યાં આવ્યો. ત્યારે તેણે બૃહસ્પતિદત્ત પુરોહિતને પદ્માવતીદેવી સાથે ભોગ ભોગવતો જોયો. જોતાં જ ક્રોધથી ધમધમી ઉઠ્યો. – ૮ – ૮ – બૃહસ્પતિ દત્તનો વધ કરાવ્યો. (આ સંપૂર્ણ કથા કર્મના વિપાક સંબંધે “બૃહસ્પતિ દત્તની કથામાં જોવી) ૦ ઉદયનના વાસવદત્તા સાથે લગ્ન :
કોઈ સમયે પ્રદ્યોત રાજાના રત્ન સમાન એવો અનલગિરિ નામનો હાથી તેના બંધ સ્તંભને ભાંગીને ઉન્મત્ત બનીને દોડાદોડી કરવા લાગ્યો. તે પકડી શકાતો ન હતો. પ્રદ્યોત રાજાએ અભયને પૂછયું, ત્યારે અભયે ઉપાય જણાવ્યો કે, શતાનીક રાજાનો પુત્ર ઉદાયન ગંધર્વ કાળમાં કુશળ છે, તે આ હાથીને બાંધીને પાછો લાવી શકે છે.
ત્યારપછી તેને લાવવા માટે અભયે સૂચવ્યું કે, ઉદયન રાજા હાથીને જુએ અને ગાતાં ગાતાં તેને વશ કરીને બંધ સ્થાને લાવે, પરંતુ તેમાં ખેંચાયેલા ઉદયનને ખ્યાલ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org