________________
શ્રાવક કથા
૪૭
૦ બાલમિત્રની ગતિ :
હે ભગવન્! નાગપૌત્ર વરુણનો પ્રિય બાલમિત્ર મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ?
હે ગૌતમ ! તે સુકુલ – ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયો છે. હે ભગવન્! ત્યાંથી મૃત્યુ પામીને અનંતર તે ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વદુ:ખોનો અંત કરશે.
હે ભગવન્! તે એ પ્રમાણે જ છે, હે ભગવન્! તે એ પ્રમાણે જ છે. એમ કહી ગૌતમસ્વામી પૂર્વવત્ વિચરણ કરવા લાગ્યા.
૦ આગમ સંદર્ભ :ભગ. ૩૭૫, ૩૭૬; આવ ચૂર–પૃ. ૨૭૭;
આવ મૂ. ૬૩ની વૃક
૦ સોમિલ બ્રાહ્મણની કથા -
તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું. (નગર તથા ચૈત્યનું વર્ણન કરી લેવું.)
તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. જે સંપત્તિ સંપન્ન – યાવત્ - અપરામૂળ હતો. ટ્વેદ – યાવત્ – બ્રાહ્મણ શાસ્ત્રોમાં પ્રવીણ હતો. તે ૫૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય, પૌરાહિત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, આશૈશ્વર્યત્વ અને સેનાપતિત્વ કરતો, પાલન કરતો વિચરી રહ્યો હતો.
શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – ત્યાં પધાર્યા – યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી. ૦ સોમિલનું ભગવંત સમીપે ગમન :
ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો કે, શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા-ચાલતા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા અહીં આવ્યા છે, પ્રાપ્ત થયા છે, સમોસર્યા છે તેમજ આ જ વાણિજ્યગ્રામ નગરના પ્રતિપલાશ ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા વિચારી રહ્યા છે.
તેથી હું જાઉં અને શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર)ની સમક્ષ ઉપસ્થિત થાઉં. આ અને આવા પ્રકારના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાકરણ પૂછું, જો તેઓ મારા આ અને આવા પ્રકારના અર્થો – યાવત્ – વ્યાકરણનું વિવેચન કરી દેશે તો ત્યારપછી વંદન– નમસ્કાર કરીશ – યાવત્ – પર્થપાસના કરીશ અને જો તેઓ મારા અર્થો – યાવત્ –
વ્યાકરણનું વિવેચન નહીં કરી શકે તો હું આ અર્થો – યાવત્ – વ્યાકરણથી તેમને નિરુત્તર કરી દઈશ.
આ પ્રમાણે સોમિલે વિચાર કર્યો. વિચાર કરી સ્નાન કર્યું – યાવત્ – ઘણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org