________________
૪૮
આગમ કથાનુયોગ-૫
મૂલ્યવાનું પણ અલ્પ એવા આભારણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા-ચાલતા ૧૦૦ શિષ્યોને સાથે લઈને વાણિજ્યગ્રામ નગરના મધ્યભાગથી નીકળ્યો, નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરની બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા સ્થાને ઊભો રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું૦ સોમિલના પ્રશ્નોના ભગવંત દ્વારા ઉત્તરો :
છે (આ જ પ્રકારના પ્રશ્નોત્તર શ્રમણ કથામાં થાવસ્ત્રાપુત્ર અને શુક્રપરિવ્રાજકના સંવાદમાં પણ આવે છે)
હે ભગવન્! આપને યાત્રા છે ? હે ભગવન્! આપને યાપનીય છે? હે ભગવન્! આપને અવ્યાબાધ છે ? હે ભગવન્! આપને પ્રાસુક વિહાર છે ?
હે સોમિલ ! મારે યાત્રા પણ છે, યાપનીય પણ છે, અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ છે.
હે ભગવન્! આપને યાત્રા કેવી છે ?
હે સોમિલ ! મારા જે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક આદિ યોગોમાં પ્રવૃત્તિ છે, તે જ મારી યાત્રા છે.
હે ભગવન્! આપનું યાપનીય શું છે ? હે સોમિલ ! યાપનીય બે પ્રકારનો કરેલ છે. તે આ પ્રમાણે – (૧) ઇન્દ્રિય યાપનીય અને (૨) નોઇન્દ્રિય યાપનીય. (હે ભગવન્!) ઇન્દ્રિય યાપનીય કોને કહે છે ?
– ઇન્દ્રિય યાપનીય – જે મારી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયો નિરુપત છે, મારે વશ વર્તે છે. તે મારા ઇન્દ્રિય યાપનીય છે.
(હે ભગવન્!) નોઇન્દ્રિય યાપનીય કોને કહે છે ?
– જે મારા ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થઈ ગયા છે અને ઉદયમાં નથી. તે મારા નોઇન્દ્રિય યાપનીય છે – આ પ્રમાણે યાપનીય છે.
હે ભગવન્! આપને અવ્યાબાધ શું છે ?
હે સોમિલ ! મારા વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ અને રોગાતંક ઉપશાંત થઈ ગયા છે, ઉદયમાં આવેલ નથી, તે મારા અવ્યાબાધ છે.
હે ભગવન્! આપને પ્રાસુકવિહાર શું છે ?
'હે સોમિલ ! સ્ત્રી, પશુ, પંડકરહિત આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા, આદિ વસતિમાં પ્રાસુક, એષણીય, પીઠ, ફલક, શય્યા, સંસ્મારક આદિ પ્રાપ્ત કરીને હું વિચરણ કરું છું. મારો આ પ્રાણુક વિહાર છે.
હે ભગવન્! સરસવ ભલ્ય છે કે અભક્ષ્ય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org