________________
શ્રાવક કથા
૪૯
હે સોમિલ ! સરસવ મારા માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
હે ભગવન્! આપ કયા કારણથી એમ કહો છો કે સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ?
હે સોમિલ ! બ્રાહ્મણ નો (શાસ્ત્રો)માં બે પ્રકારના સરસવ કહ્યા છે. મિત્ર સરસવ અને ધાન્ય સરસવ. તેમાં જે મિત્ર સરસવ છે. (સમાન વયસ્ક છે) તે ત્રણ પ્રકારના કહેવાયા છે ૧. સહજાત, ૨. સહવર્ધિત, ૩. સહપાંશુક્રીડિત. આ ત્રણે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે.
જે ધાન્ય સરસવ છે, તે બે પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે :- (૧) શસ્ત્ર પરિણત અને (૨) અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે, તે શ્રમણનિગ્રંથોને અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત છે, તે બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે :(૧) એષણીય અને (૨) અષણીય. તેમાં જે અનેષણીય છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે.
જે એષણીય છે, તે બે પ્રકારે કહેલ છે – તે આ પ્રમાણે – યાચિત અને અયાચિત. જે અયાચિત (માંગ્યા વિનાનું) છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે યાચિત છે (માંગીને મેળવેલ છે) તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે લબ્ધ અને અલબ્ધ, તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણનિગ્રંથોને માટે અભક્ષ્ય છે જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે ભક્ષ્ય છે. તેથી હે સોમિલ ! એમ કહેવાયું છે કે, સરસવ મારે માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
હે ભગવન્! માસ (મહિનો અથવા ધાન્ય) ભક્ય છે કે અભક્ષ્ય ? હે સોમિલ ! માસ મારે માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
હે ભગવન્! આપ એવું કયા કારણથી કહો છો કે માસ તમારે માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
હે સોમિલ ! બ્રાહ્મણનયો (શાસ્ત્રો)માં માસ બે પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે :(૧) દ્રવ્ય માસ અને (૨) કાલ માસ.
તેમાં જે કાલમાસ છે તે શ્રાવણ આદિ આષાઢ પર્યત બાર કહ્યા છે તે આ પ્રમાણે છે – (૧) શ્રાવણ, (૨) ભાદ્રપદ, (૩) આસોજ, (૪) કાર્તિક, (૫) માર્ગશિર્ષ, (૬) પૌષ, (૭) માઘ, (૮) ફાગુન, (૯) ચૈત્ર, (૧૦) વૈશાખ, (૧૧) જેષ્ઠામૂલ અને (૧૨) આષાઢ. આ બારે માસ શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે.
જે દ્રવ્યમાન છે – તે બે પ્રકારના કહેલ છે તે આ પ્રમાણે – અર્થમાસ અને ધાન્યમાસ. જે અર્થ માસ છે તે બે પ્રકારે ડહેલ છે. તે આ પ્રમાણે – સુવર્ણમાસ અને રૂણમાસ. તે બંને શ્રમણનિગ્રંથોને માટે અભક્ષ્ય છે.
જે ધાન્યમાસ છે, તે બે પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. એ પ્રમાણે શેષ સર્વ કથન ધાન્ય સરસવની સમાન કહેવું જોઈએ – થાવત્ – આ કારણથી માસ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
હે ભગવન્! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ?
Jain Le
hternational
For Private & Personal Use Only
www.jainelibrary.org