SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ આગમ કથાનુયોગ-૫ હે સોમિલ ! મારે માટે કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! એવું કેમ કહો છો કે કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ. હે સોમિલ ! બ્રાહ્મણનયો (શાસ્ત્રો)માં કુલત્થા બે પ્રકારના કહેવાયેલ છે. તે આ પ્રમાણે સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. જે સ્ત્રી કુલત્થા છે તે ત્રણ પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે :- (૧) કુલવધુ, (૨) કુલમાતા અને (૩) કુલ પુત્રી. આ ત્રણે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. જે ધાન્ય કુલત્થા છે, તેના વિષયમાં ધાન્ય સરસવની સમાન સમજવું. તેથી કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! આપ એક છો ? આપ બે છો ? આપ અક્ષય છો ? આપ અવ્યય છો ? આપ અવસ્થિત છો? કે અનેક ભૂત, ભાવ, ભાવિ છો ? હે સોમિલ ! હું એક પણ છું – યાવત્ અનેક ભૂત, ભાવ, ભાવિ પણ છું. હે ભગવન્! આપ એવું કયા કારણથી કહો છો કે, હું એક પણ છું – યાવતું – અનેક ભૂત, ભાવ, ભાવિ પણ છું. હે સોમિલ ! હું દ્રવ્ય દૃષ્ટિએ એક પ્રકારે છું. જ્ઞાન અને દર્શનના ભેદથી બે પ્રકારે છું. પ્રદેશાર્થની દૃષ્ટિએ હું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, ઉપયોગની અપેક્ષાએ અનેક ભૂત, ભાવ, ભાવિ છું. તે કારણથી હે સોમિલ – યાવત્ – મેં કહ્યું કે, અનેક ભૂત, ભાવ, ભાવિ પણ છું. ૦ સોમિલ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : ભગવંતે જ્યારે આ પ્રમાણે (ઉત્તરો આપ્યા) કહ્યું. ત્યારે સોમિલ બ્રાહ્મણ પ્રતિબુદ્ધ થયો અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, તે એ પ્રમાણે જ છે, જેમ આપે કહ્યું. ઇત્યાદિ સ્કંદકના વર્ણન સમાન જાણવું. આપે દેવાનુપ્રિયની પાસે ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડિત થઈને ગૃહવાસ છોડીને અણગાર પ્રવજ્યાથી પ્રવ્રજિત થયા છે. તે પ્રમાણે કરવા માટે તો હું સમર્થ નથી. તેથી આપ દેવાનુપ્રિયની પાસે બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીશ – યાવત્ – તેણે બાર પ્રકારના શ્રાવકધર્મને અંગીકાર કર્યો. અંગીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને જે દિશાથી આવ્યો હતો, પાછો તે જ દિશામાં ચાલ્યો ગયો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા થઈને – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યો. ૦ સોમિલની ભાવિ ગતિ : હે ભગવન્! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું હે ભગવન્! શું આ સોમિલ બ્રાહ્મણ આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy