SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૫૧ ગૃહવાસનો ત્યાગ કરીને આનારિક પ્રવજ્યા અંગીકાર કરવાને સમર્થ છે? (હે ગૌતમ !) આ અર્થ સમર્થ નથી. ઇત્યાદિ બધું જ વર્ણન શંખ શ્રાવક સમાન જાણવું – યાવત્ – તે સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્! તે આ પ્રમાણે જ છે, હે ભગવન્! તે આ પ્રમાણે જ છે. એ પ્રમાણે કહીને ગૌતમસ્વામી વિચરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ભગ ૭૫૬, ૭૫૭; – ૪ – ૪ – ૦ મક શ્રાવકની કથા : તે કાળે. તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશિલક ચૈત્ય હતું – યાવત્ - પૃથ્વીશિલાપટ્ટક પર્યત વર્ણન કરી લેવું. તે ગુણશિલક ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિક રહેતા હતા. તે આ પ્રમાણે :કાલોદાયી, શૈલોદાયી ઇત્યાદિ. (જે ભગવતીજીના શતક-સાતકામાં આવે છે તેમજ શ્રમણ કથા વિભાગમાં કાલોદાયી શ્રમણની કથામાં તે લખાઈ ગયું છે.) – યાવત્ – આ વાત કઈ રીતે માનવી? ત્યાં સુધીનું વર્ણન સમજી લેવું. ૦ ભગવંત મહાવીરનું રાજગૃહે આગમન : તે રાજગૃહનગરમાં ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત મદ્રુક નામક શ્રમણોપાસક નિવાસ કરતો હતો. જે જીવ–અજીવ આદિ તત્ત્વોનો – યાવત્ – જ્ઞાતા હતો. ત્યારપછી કોઈ સમયે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા ચાલતા - ચાવત્ – પધાર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્યપાસના કરવા લાગી. ૦ મકનો અન્યતીર્થિકો સાથે વાર્તાલાપ : ત્યારે મક્ક શ્રમણોપાસક આ સમાચારને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદયવાળો થઈને – યાવત – અલંકૃત શરીર થઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા-ચાલતા રાજગૃહ નગરથી – યાવત્ – નીકળ્યો. નીકળીને અન્યતીર્થિકો પાસેથી પસાર થયો. ત્યારે તે અન્યતીર્થિકોએ મક્ક શ્રમણોપાસકને પાસેથી જતો જોયો, જોઈને પરસ્પર એકબીજાને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણે આ વિષય અવિદિત છે અને આ મદ્રક શ્રમણોપાસક આપણી સમીપથી જઈ રહ્યો છે. તેથી આપણે માટે એ ઉચિત છે કે, હે દેવાનુપ્રિયો ! આપણે મદ્રક શ્રાવકને આ વિષય પૂછીએ. આ પ્રમાણે કહીને એકબીજાની આ વાતનો સ્વીકાર કર્યો. પરસ્પર એકબીજાની આ વાતને સ્વીકારીને જ્યાં મહૂક શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યા. આવીને મદ્ધક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે મદ્રુક ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે. ઇત્યાદિ (જે પ્રમાણે કાલોદાયી શ્રમણની કથામાં કાલોદાયી અને ગૌતમસ્વામીના સંવાદમાં આ વાત નોંધાઈ ગયેલ છે. જુઓ “કાલોદાયી શ્રમણ'ની કથા –તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy