________________
પર
પ્રમાણે) હે મદ્રુક આ વાત કઈ રીતે માનવી ?
ત્યારે તે મક્કુક શ્રમણોપાસકે તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું, કાર્ય કરવાથી તેનું અસ્તિત્વ જાણી કે જોઈ શકાય છે. કાર્ય કર્યાં વિના કારણો જાણી શકાતા નથી કે જોઈ પણ શકાતા નથી.
ત્યારે તે અન્યતીર્થિકોએ મક્કુક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, તમે કેવા શ્રમણોપાસક છો ? હે મક્કુક ! જે તમે આ અર્થને (પંચ અસ્તિકાયને) જાણતા કે જોતા નથી, તો પણ તેને માનો છો ?
આગમ કથાનુયોગ-૫
ત્યારે મદ્રુક શ્રમણોપાસકે અન્ય તીર્થિકોને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ ! વાયુ વહે છે. તે વાત તમે માનો છો ?
હા ! મક્કુક ! આ વાત બરોબર છે કે વાયુ વહે છે.
હે આયુષ્યમાન ! શું વહેતા એવા વાયુના રૂપને શું તમે જુઓ છો ? આ અર્થ સમર્થ નથી. અર્થાત્ વાયુનું રૂપ દેખાતું નથી.
હે આયુષ્યમાન્ ! શું ગંધ ગુણયુક્ત પુદ્ગલ છે ? અન્યતીર્થિક કહ્યું, છે. હે આયુષ્યમાન્ ! શું તમે તે ગંધ ગુણવાળા પુદ્દગલોના રૂપને જુઓ છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું કે, ના, એ વાત બરોબર નથી.
હે આયુષ્યમાન્ ! શું અરણિના કાષ્ઠમાં અગ્નિકાય છે ? અન્યતીર્થિક કહ્યું છે. હે આયુષ્યમાન્ ! શું તમે અરણિ કાષ્ઠગત અગ્નિકાયના રૂપને જુઓ છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું, આ વાત બરોબર નથી.
હે આયુષ્યમાન્ ! સમુદ્રની પે'લી તરફ રૂપ (પદાર્થ) છે ? અન્યતીર્થિક કહ્યું છે ? હે આયુષ્યમાન્ ! તમે સમુદ્રની પે'લી તરફના (પદાર્થો) રૂપોને જોઈ શકો છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું, આ વાત બરોબર નથી.
હે આયુષ્યમાન ! દેવલોકમાં રૂપ (પદાર્થ) છે ? અન્યતીર્થિએ કહ્યું, છે. હે આયુષ્યમાન ! શું તમે દેવલોકમાં રહેલા પદાર્થોને (રૂપોને) જોઈ શકો છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું કે, આ વાત બરોબર નથી.
હે આયુષ્યમાન્ ! આ જ પ્રમાણે હું, તમે કે કોઈપણ છદ્મસ્થ વ્યક્તિ જે પદાર્થોને જાણતા કે જોતા ન હોઈએ. તે–તે સર્વે વસ્તુનું અસ્તિત્વ ન માનીએ તો લોકમાં રહેલા તે ઘણાં જ પદાર્થોનો અભાવ થઈ જશે. એ પ્રમાણે કહીને મક્કુકે તે અન્યતીર્થિકોને નિરુત્તર કરી દીધા.
આ પ્રમાણે અન્યતીર્થિકોને નિરુત્તરિત કરીને જ્યાં ગુણશિલક ઉદ્યાન હતું, ત્યાં આવ્યો. આવીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવ્યો. આવીને પર્યાપાસના કરવા લાગ્યો.
૦ ભ.મહાવીર દ્વારા મદ્રુકની પ્રશંસા :–
હે મદ્રુક ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે મનુક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે મદ્રુક ! તેં તે અન્યતીર્થિકોને યોગ્ય જવાબ આપ્યા છે. હે મદુક ! તેં તે અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તરો આપ્યા છે. હે મક્કુક ! જો વ્યક્તિ જોયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org