________________
આગમ કથાનુયોગ–૫
સિંહાસન, પદ્માસન અને દિશા સ્વસ્તિકાસન છે. આ બધાં આસનો રત્નોના – યાવત્ – પ્રતિરૂપ છે.
તે વનખંડોમાં સ્થાને—સ્થાને અનેક આલિગૃહ, માલિગૃહ, કદલીગૃહ, લતાગૃહ, આસનગૃહ, પ્રેક્ષાગૃહ, મજ્જનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, શાલાગૃહ, જાલગૃહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદર્શગૃહ સુશોભિત છે.
તે આલિગૃહ - યાવત્ – આદર્શગૃહોમાં સ્થાને સ્થાને હંસાસન – યાવત્ – દિશા સ્વસ્તિક આસન છે તે સર્વે રત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે.
તે વનખંડોમાં તે–તે સ્થાને અનેક જાતિમંડપ, યૂથિકા, મલ્લિકા, નવ મક્ષિકા, વાસંતી, દધિવાસુકા, સૂરિલ્લી, નાગરવેલ, મૃદ્ધીકા, નાગલના, અતિ મુક્તકલતા, અપ્લોયા અને માલુકા એ સર્વેના મંડપ બનેલા છે. આ સર્વે રત્નમય યાવત્ – પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે જાતિમંડપ થાવત્ માલુકા મંડપોમાં અનેક હંસાસન સદૃશ પદ્માસન સટશ દિશા સ્વસ્તિકાસન જેવા આકારવાળા પૃથ્વીશિલાપટ્ટક તથા બીજા પણ ઘણાં શ્રેષ્ઠ શયનાસન સદૃશ વિશિષ્ટ આકારના પૃથ્વીશિલાપટ્ટક છે. આ બધાં પૃથ્વીશિલાપટ્ટક ચર્મનિર્મિત વસ્ત્ર, રુ, બૂર, નવનીત, તૂલના સ્પર્શ સમાન સુકોમળ – યાવત્ પ્રતિરૂપ છે.
યાવત્
તેના પર અનેક દેવ—દેવીઓ સુખપૂર્વક બેસે છે, સુવે છે, વિશ્રામ કરે છે, રોકાય છે, પડખાં બદલે છે, રમણ કરે છે, ક્રીડા કરે છે, ભોગવિલાસ કરે છે, વિનોદ કરે છે અને રતિક્રીડા કરે છે. આ પ્રકારે તેઓ પોતપોતાના સુચિર્ણ—પૂર્વોપાર્જિત શુભકલ્યાણરૂપ, ફલપ્રદ, મંગલરૂપ પુણ્ય કર્મોના કલ્યાણકારી ફળવિપાકનો અનુભવ કરતા વિચરે છે.
૨૧૪
-
-
-
તે વનખંડોના મધ્યાતિમધ્ય ભાગમાં પ્રાસાદાવતંસક છે. જે ૫૦૦ યોજન ઊંચા, ૨૫૦ યોજન પહોળા છે. પોતાની ઉજ્જ્વલ પ્રભાથી હસતા હોય તેવા લાગે છે, તેનો ભૂમિભાગ અતિ સમ રમણીય છે અને તેમાં ચંદરવા, સિંહાસન ઇત્યાદિનું વર્ણન પૂર્વવત્ જાણવું.
Jain Education International
તે પ્રાસાદાવતંસકોમાં મહાન્ ઋદ્ધિશાળી – યાવત્ – પલ્યોપમ સ્થિતિવાળા ચાર દેવ નિવાસ કરે છે. અશોકદેવ, સપ્તપર્ણદેવ, ચંપકદેવ અને ચૂતદેવ.
તે સૂર્યભ વિમાનની અંદર અત્યધિક સમ અને અતિ રમણીય ભૂમિ ભાગ છે. વનખંડના વર્ણનને છોડીને શેષ ઘણાં વૈમાનિક દેવ—દેવીઓ બેસે છે કરે છે, સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું.
યાવત્ – વિચરણ
તે અતિ સમરમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક વિશાળ ઉપકારિકા લયન છે. જે એક લાખ યોજન લાંબુ—પહોળું છે, તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩–કોશ, ૧૨૮ ધનુષુ અને કંઈક અધિક સાડા તેર અંગુલ છે. તથા એક યોજન જાડાઈ છે. આ વિશાળ લયન સર્વાત્મના સુવર્ણનું – યાવત્ – પ્રતિરૂપ છે.
તે ઉપરિકાલયન સર્વ દિશામાં ચારે તરફથી એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે પદ્મવર વેદિકા અડધા યોજન ઊંચી, ૫૦૦ ધનુષ પહોળી અને
For Private & Personal Use Only
www.jainelibrary.org