________________
શ્રાવક કથા
૨૧૫
ઉપરિકલયન જેટલી પરિધિવાળી છે.
તે પાવર વેદિકાની નેમ વજરત્નમય છે. તેના ફલક સ્વર્ણ અને રજતમય છે. વિવિધ મણિરત્નોથી તેનું ક્લેવર બનેલું છે, સંઘાત પણ વિવિધ મણિનો બનેલો છે. અનેક પ્રકારના મણિરત્નોથી ચિત્રિત છે અંતરત્નમય તેના પદ્મ છે – યાવતુ – ઉપરિપ્રોંછની છે સર્વરત્નમય આચ્છાદન છે.
તે પદ્મવર વેદિકા એક–એક હેમજાળ, એક એક ગવાક્ષજાલ, કિંકિણી જાલ, ઘંટાજાલ, મુક્તાજાલ, મણિલાલ, કનકજાલ, રત્નજાલ, પાજાલથી સર્વે દિશા–વિદિશામાં ચારે તરફથી ઘેરાયેલી છે. આ સર્વે જાલ સોનાના લંબૂસક આદિથી અલંકૃત્ છે. તે પદ્મવર વેદિકાના યથાયોગ્ય સ્થાને અનેક અશ્વસઘાત – યાવત્ – વૃષભસંઘાત સુશોભિત છે. તે સર્વે રત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. આ જ પ્રમાણે વીથિકા, પંક્તિઓ, મિથુન અને લતાઓ છે.
હે ભગવન્! ક્યા કારણથી આપ તેને પાવર વેદિકા કહો છો ?
હે ગૌતમ ! પાવરવેદિકાના યથાયોગ્ય સ્થાને વેદિકાની આસપાસમાં વેદિકાના ફલકોમાં, અંતરાલોમાં, સ્તંભોમાં, સ્તંભોની બાજુમાં, શિખરોમાં, અંતરાલોમાં, કીલિકામાં, કીલિકાના ઉપરી ભાગોમાં, ફલકોમાં, અંતરાલોમાં, પાંખોમાં–પાંખોની બાજુમાં, પ્રાંત ભાગમાં, અંતરાલોમાં વર્ષાકાળના મેઘથી બચવા છત્રાકાર જેવા અનેક પ્રકારના મોટા-મોટા વિકસિત સર્વરમય સ્વચ્છ – યાવત્ – અતીવ મનોહર ઉત્પલ, પા – યાવત્ – સહસ્ત્રપત્ર કમલ શોભિત છે. તેથી હે આયુષ્યમ– શ્રમણ ગૌતમ ! આ કારણથી પાવર વેદિકાને પદ્મવર વેદિકા કહે છે.
હે ભગવન્! તે પદ્મવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? હે ગૌતમ ! તે શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. હે ભગવન્! આપ આવું કયા કારણથી કહો છો કે, તે શાશ્વત–અશાશ્વત છે ?
હે ગૌતમ ! દ્રવ્યાર્થિક નયથી તે શાશ્વત છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાયોથી તે અશાશ્વત છે માટે કહ્યું કે, તે શાશ્વત પણ છે – અશાશ્વત પણ છે.
હે ભગવન્! કાળની અપેક્ષાએ તે પદ્મવરવેદિકા કેટલો કાળ રહેશે ?
હે ગૌતમ ! તે પાવર વેદિકા પહેલા નહોતી એમ પણ નથી, હાલ નથી એમ પણ નહીં અને ભવિષ્યમાં નહીં હોય તેમ પણ નહીં, તે હતી – છે અને રહેશે. તેથી તે પદ્મવર વેદિકા ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે.
તે પદ્મવરવેદિકા ચારે તરફથી સર્વે દિશામાં વનખંડથી ઘેરાયેલી છે તે વનખંડનો ચક્રવાલ વિખંભ કંઈક ન્યૂન બે યોજન છે, ઉપરિયાલયનની પરિધિ જેટલી તેની પરિધિ છે - યાવત્ – દેવ-દેવીઓ ત્યાં વિચરણ કરે છે.
તે ઉપરિકાલયનની ચારે દિશાઓમાં ચાર ટિસોપાન પ્રતિરૂપક છે. યાનવિમાનના સોપાનો સમાન તોરણો, ધ્વજા, છત્રાતિછત્રો પર્યત પૂર્વવતુ જાણવું.
તે ઉપરિકાલયનની ઉપર અતિસમરમણીય ભૂમિભાગ છે. યાન–વિમાન – યાવત્ – મણિઓના સ્પર્શ પર્યત આ ભૂમિભાગ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org