________________
૨૧૬
આગમ કથાનુયોગ–૫
તે અતિસમ અને રમણીય ભૂમિભાગના અતિ મધ્યદેશમાં એક વિશાળ મુખ્ય પ્રાસાદાવતુંસક છે. તે ૫૦૦ યોજન ઊંચો અને ૨૫૦ યોજન પહોળો છે. તથા પોતાની ફેલાઈ રહેલી પ્રભાથી હસતો એવો લાગે છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
તે પ્રધાન પ્રાસાદાવતંસકની સર્વે દિશાઓમાં ઊંચાઈમાં તેનાથી અડધા ઊંચા અન્ય ચાર પ્રાસાદાવતંસકો છે. તે ચારે ૨૫૦ યોજન ઊંચા અને ૧૨૫ યોજન પહોળા છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
આ પ્રાસાદાવતંસકોની ચારે દિશાઓમાં પોતાની ઊંચાઈથી અડધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલ છે. તે ૧૨૫ યોજન ઊંચા અને સાડા બાસઠ યોજન પહોળા છે. તે ચારે પ્રાસાદાવાંસકોની ચારે દિશામાં તેનાથી અડધી ઊંચાઈવાળા બીજા ચાર પ્રાસાદવવંસકો છે. જે સાડાબાસઠ યોજન ઊંચા અને ૩૧ યોજન એક કોશ પહોળા છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું.
તે મુખ્ય પ્રાસાદાવતંસકના ઇશાન ખૂણામાં ૧૦૦ યોજન લાંબી, ૫. યોજન પહોળી અને ૭૨ યોજન ઊંચી સુધર્માસભા છે તે અનેક સેંકડો સ્તંભો પર સત્રિવિષ્ટ – થાવત્ – અતીવ મનોહર છે.
સુધર્મા સભાની ત્રણે દિશામાં ત્રણ વાર છે. પૂર્વમાં, દક્ષિણમાં અને ઉત્તરમાં. આ દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા અને તેટલાં જ પ્રવેશ માર્ગવાળા છે. આ કાર શ્વેત વર્ણના છે, શ્રેષ્ઠ સુવર્ણનિર્મિત શિખરો – યાવત્ – વનમાળાથી અલંકૃત્ છે. ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
- તે પ્રત્યેક કારોની આગળ એક–એક મુખમંડપ છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને કંઈક અધિક ૧૬ યોજન ઊંચા છે. શેષ પૂર્વવત્.
તે મુખમંડપોની આગળ એક એક પ્રેક્ષાગૃહ મંડપ છે. આ મંડપના દ્વાર, ભૂમિભાગ, ચંદરવા આદિનું વર્ણન મુખમંડપ અનુસાર જાણવું.
તેના અતિ સમ અને રમણીય ભૂમિભાગના અતિ મધ્યભાગમાં વજ રત્નોનું બનેલ એક–એક અલપાટક છે. તે અક્ષપાટકના અતિ મધ્યભાગમાં એક એક મણિપીઠિકા છે તે પીઠિકા આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, રત્નોની બનેલી નિર્મલ – થાવત્ - પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાઓ ઉપર એક–એક સિંહાસન છે. તેનું વર્ણન ભદ્રાસન પ્રમાણે જાણવું. તે પ્રેક્ષાગૃહ મંડપો ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજાદિ સુશોભિત છે.
તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ એક–એક મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબીપહોળી, ચાર યોજન જાડી છે. તે પ્રેક્ષાગૃહ મંડપો આગળ એક–એક મણિપીઠિકા છે જે ૧૬-૧૬ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી છે. આ બધી મણિપીઠિકા સર્વાત્મના મણિમય, સ્વચ્છ – યાવત્ - પ્રતિરૂપ છે.
તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર ૧૬-૧૬ યોજન લાંબા-પહોળા અને ઊંચાઈમાં કંઈક અધિક ૧૬ યોજન ઊંચા શંખ, અંક, ચૈત, સર્વરત્નમય સ્વચ્છ – ચાવત્ - અસાધારણ રમણીય સ્તૂપ બનેલા છે. તે સ્તૂપો પર આઠ-આઠ મંગલ, ધ્વજા, છત્રાતિછત્ર – યાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org