________________
શ્રાવક કથા
૨૧૭
- સમ્રપત્ર કમળો સુશોભિત છે.
તે સ્તૂપોની ચારે દિશાઓમાં એક–એક મણિપીઠિકા છે. તે પ્રત્યેક આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજન જાડી અનેક પ્રકારના મણિથી નિર્મિત હતી.
પ્રત્યેક મણિપીઠિકાની ઉપર સ્તુપની સન્મુખ એવી જિનોત્સધ પ્રમાણવાળી ચાર જિનપ્રતિમા પર્યકાસનથી બિરાજમાન છે – તે આ પ્રમાણે – ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ.
તે પ્રત્યેક સ્તૂપોની સામે મણિમયી પીઠિકા બનેલી. આ મણિપીઠિકા ૧૬ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી મણિમય – યાવત્ – મનોહર છે.
તે મણિપીઠિકાઓ ઉપર એક–એક ચૈત્યવૃક્ષ છે. તે બધાં ઊંચાઈમાં આઠ યોજના ઊંચા, જમીનમાં અડધો યોજન ઊંડું છે. તેના સ્કંધ ભાગ બે યોજનાનો અને અડધો યોજન પહોળો છે.
સ્કંધમાંથી નીકળીને ઉપર તરફ ફેલાયેલી શાખાઓ છ યોજન ઊંચી અને લંબાઈ પહોળાઈમાં આઠ યોજન છે. તેનું સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજન છે. આ ચૈત્ય વૃક્ષોનું વર્ણન આ પ્રમાણે છે –
આ વૃક્ષોના મૂળ વજરત્નોના, શાખાઓ રજતમય, કંદ રિઝરત્નોના, સ્કંધ વૈર્યમય, મૂળભૂત વિશાળ શાખા શોભનીય, શ્રેષ્ઠ સુવર્ણની, વિવિધ શાખા-પ્રશાખા વિવિધ મણિરત્નોની, પાંદડા વૈડૂર્યરત્નના, વૃત સુવર્ણના, અરુણ, મૃદુ, સુકોમલ, શ્રેષ્ઠ પ્રવાલ, પલ્લવ અને અંકુર જાંબૂનદના છે અને વિચિત્ર મણિરત્નો અને સુરભિગંધયુક્ત પુષ્પફળોના ભારથી નમિત શાખાઓ અને અમૃત સમાન મધુર રસયુક્ત ફળવાળા આ વૃક્ષ સુંદર મનોરમ છાયા, પ્રભા, કાંતિ, શોભાય, ઉદ્યોતથી સંપન્ન નયન–મનને શાંતિદાયક અને પ્રાસાદીય છે.
તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજા અને છત્રાતિછત્ર સુશોભિત હતા. તે પ્રત્યેક ચૈત્યવૃક્ષોની આગળ એક–એક મણિપીઠિકા છે. જે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી સર્વમણિમય – યાવત્ – પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાઓ ઉપર એક-એક મહેન્દ્રધ્વજ છે. તે ૬૦ યોજન ઊંચો, અડધો કોશ જમીનમાં, અડધો કોશ પહોળો વજરત્નમય – યાવત્ – શિખરોથી અલંકૃત, પ્રાસાદીય – યાવત્ – અભિરૂપ છે.
તે મહેન્દ્રધ્વજોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજા અને છત્રાતિછત્ર છે.
તે પ્રત્યેક મહેન્દ્રધ્વજની આગળ એક–એક નંદાપુષ્કરિણી બનેલી છે. આ પુષ્કરિણીઓ ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૧૦ યોજન ઊંડી છે. તે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તેમાં કોઈ કોઈનું પાણી મધુરરસ વાળું છે. આ પ્રત્યેક નંદા પુષ્કરિણી એક–એક પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી છે.
તે નંદાપુષ્કરિણીની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પંક્તિ છે. તે ત્રણ સોપાન પંક્તિની ઉપર તોરણ, ધ્વજા અને છત્રાતિ છત્ર છે ઇત્યાદિ.
સુધર્માસભામાં ૪૮,૦૦૦ મનોગુલિકા છે. તે આ પ્રમાણે પૂર્વમાં ૧૬,૦૦૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org