________________
૨૧૮
પશ્ચિમમાં ૧૬,૦૦૦, દક્ષિણમાં ૮૦૦૦ અને ઉત્તરમાં ૮૦૦૦.
તે મનોગુલિકાઓ ઉપર અનેક સ્વર્ણ અને રજતમય ફલક છે. તે સ્વર્ણ રજતમય ફલકો પર અનેક વજ્રરત્નમય નાગદંત છે.
તે નાગદંતો પર કાળા સુતરની બનેલ ગોળગોળ લાંબી માળા લટકે છે. સુધર્મસભામાં ૪૮,૦૦૦ ગોમાનસિકા છે. નાગદંત પર્યંત આ વર્ણન મનોગુલિકાની સમાન કરવું.
આગમ કથાનુયોગ-૫
તે નાગદંતો પર અનેક રજતમય સીકા લટકે છે. તે સીકામાં અનેક ધૈર્યમય ધૂપઘટિકા છે. આ ધૂપઘટિકા કાલાઅગરુ આદિની સુગંધથી યુક્ત છે.
સુધર્માંસભાની અંદર અત્યંત રમણીય સમભૂભાગ છે આ ભૂમિભાગ મણિથી ઉપશોભિત છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું.
તે અતિ સમરમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક વિશાળ મણિપીઠિકા છે જે આઠ યોજન લાંબી—પહોળી, ચાર યોજન મોટી અને મણિઓની બનેલી છે. તે મણિપીઠિકા ઉપર એક વિશાળ સિંહાસન છે. વર્ણન પૂર્વવત્.
તેની વિદિશામાં એક વિશાળ મણિપીઠિકા છે. જે આઠ યોજન લાંબી-પહોળી ચાર યોજન જાડી અને સર્વ મણિમય, સ્વચ્છ થાવત્ - પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકા ઉપર એક શ્રેષ્ઠ, રમણીય, વિશાળ દેવશય્યા છે. જેના પ્રતિપાદ અનેક પ્રકારના મણિઓના છે, સુવર્ણના પાયા છે, પાદશીર્ષક મણિના છે. ગાત્રો સોનાના છે. સાંધા વજ્રરત્નના છે. બાણ રત્નમય છે, તૂલી રજતમય છે. ઓસીકા લોહિતાક્ષ રત્નના છે, ઠંડોપધાનિકા સોનાની છે. તેના પર શરીર પ્રમાણ ઉપધાન બિછાવેલ છે. બંને તરફ તકિયા છે, બંને તરફ ઊંચી અને મધ્યમાં નત અને ગંભીર છે.
જે રીતે ગંગાકિનારે રેતીમાં પગ રાખતા તે ધસી જાય છે. તે પ્રકારે આ શય્યા પર બેસતાં જ નીચી ધસી જાય છે તેના પર સુંદર રજસ્રાણ છે, રૂની બનાવેલ ચાદર બિછાવેલી છે તેનો સ્પર્શ આજિનક, રુ, બૂર, માખણ, આકની રૂ જેવો કોમળ છે, રક્તાંશુકથી ઢાંકેલ છે અત્યંત રમણીય છે.
-
-
તે દેવશય્યાના ઇશાન ખૂણામાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી સર્વરત્નમયી – યાવત્ - પ્રતિરૂપ એક વિશાળ મણિ પીઠિકા છે તેની ઉપર ૬૦ યોજન ઊંચા, એક યોજન પહોળા, વજ્રમય, સુંદર, ગોળાકાર વિશાળ ક્ષુલ્લક મહેન્દ્રધ્વજ છે, જે સ્વસ્તિક આદિ આઠઆઠ મંગલ, ધ્વજ, છત્રાતિછત્ર યુક્ત છે.
તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમ દિશામાં સૂર્યાભદેવનો ચોપ્પાલ નામે પ્રહરણ કોશ છે. જે રત્નમય · યાવત્ - પ્રતિરૂપ છે. તેમાં સૂર્યાભદેવના પરિઘરત્ન, તલવાર, ગદા, ધનુષ આદિ અનેક શ્રેષ્ઠ પ્રહરણ સુરક્ષિત રાખેલા. આ બધાં શસ્ત્ર અત્યંત ઉજ્જ્વળ, ચમકીલા, તીક્ષ્ણ ધારવાળા અને પ્રાસાદીય છે. સુધર્માસભાનો ઉપરી ભાગ આઠ—આઠ મંગલો, ધ્વજા અને છત્રાતિ છત્રોથી શોભિત છે.
Jain Education International
સુધર્માસભાના ઇશાન ખૂણામાં ઍક વિશાળ ઉપપાતસભા છે. તેનું વર્ણન સુધર્માસભા પ્રમાણે જાણવું – યાવત્ – ત્યાં છત્રાતિછત્ર છે.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org