________________
શ્રાવક કથા
૨૧૯
તે ઉપપાતસભાની ઇશાન દિશામાં એક વિશાળ સુદ છે. જે ૧૦૦ યોજન લાંબો, ૫. યોજન પહોળો અને ૧૦ યોજન ઊંડો છે. આ હુદ ચોતરફથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે.
આ હૃદની ત્રણ બાજુ સિસોપાન પંક્તિઓ બનેલી છે.
આ હૃદના ઇશાન ખૂણામાં એક વિશાળ અભિષેકસભા છે. સુધર્માસભા પ્રમાણે જ – યાવત્ – ગોમાનસિકાથી મુક્તાદામ પર્યત જાણવું.
ત્યાં સૂર્યાભદેવના અભિષેક યોગ્ય સામગ્રીના ઘણાં ભાંડ રાખેલા છે તથા આ અભિષેક સભાનો ઉપરી ભાગે આઠ-આઠ મંગલ છે.
આ અભિષેક સભાના ઇશાન ખૂણામાં એક અલંકારસભા છે તેનું વર્ણન સુધર્માસભા પ્રમાણે જાણવું. તેમાં સૂર્યાભદેવના અલંકારોના ભાંડ રાખેલા છે.
તે અલંકારસભાના ઇશાન ખૂણામાં એક વિશાળ વ્યવસાય સભા છે. તેનું વર્ણન ઉપપાતસભાને અનુરૂપ જાણવું.
તે વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક–એક વિશાળ પુસ્તકરત્ન છે. તે પુસ્તકરત્નના પુઠા રિઝરત્નના છે, દોરા સુવર્ણના છે, વિવિધ મણિમય ગાંઠો છે, પત્ર રત્નમય છે, લિપ્યાસન વૈડૂર્યમય છે. તેના ઢાંકણા રિષ્ટ રત્નમય છે. સાંકળ તપનીય સુવર્ણની છે. રિઝરત્નમય શાહી છે, વજરત્નમય લેખની છે, રિઝરત્નમય અક્ષર છે, તેમાં ધાર્મિક લેખ લખેલા છે.
વ્યવસાયસભાના ઉપરના ભાગમાં આઠ-આઠ મંગલ છે. તેના ઇશાન ખૂણામાં એક નિંદાપુષ્કરિણી છે. તેનું વર્ણન હુદ સમાન જાણવું. ૦ સૂર્યાભદેવનો અભિષેક :
તે કાળે, તે સમયે તત્કાળ ઉત્પન્ન થઈને તે સૂર્યાભદેવ આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષામન પર્યાપ્તિ. આ પાંચ પર્યાતિને પ્રાપ્ત થયો.
ત્યારપછી સૂર્યાભદેવ શય્યામાંથી ઉઠ્યો, ઉપપાત સભાના પૂર્વદિશાના દ્વારથી નીકળ્યો. પછી હૂદ પાસે આવ્યો, હુદને અનુપ્રદક્ષિણા કરી પૂર્વ દિશાવર્તી તોરણથી હૃદમાં પ્રવેશ્યો. પૂર્વ દિશાની ત્રિસોપાનપંક્તિથી નીચે ઉતર્યો. જળમાં અવગાહન અને જલમજ્જન કર્યું. જલક્રીડા – જલાભિષેક કર્યો. પછી આચમન દ્વારા સ્વચ્છ અને પવિત્ર થઈને હુદની બહાર નીકળ્યો. પછી અભિષેક સભા પાસે આવ્યો. અભિષેકસભાની અનુપ્રદક્ષિણા કરીને પૂર્વ ધારેથી તેમાં પ્રવેશ કર્યો. પછી સિંહાસન પાસે આવીને પૂર્વ દિશા સન્મુખ રહી સિંહાસને બેઠો.
ત્યારપછી સૂર્યાભદેવના સામાનિક પરિષદના દેવોએ આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો તમે જલદીથી સૂર્યાભદેવના અભિષેક માટે મહાઈ, મહાર્ધ મહાર્થ એવી વિપુલ ઇન્દ્રાભિષેક સામગ્રી ઉપસ્થિત કરો.
ત્યારે તે આભિયોગિક દેવો આ આજ્ઞા સાંભળી હર્ષિત – યાવત્ – વિકસિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org