SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ આગમ કથાનુયોગ- હૃદય થઈને આવર્તપૂર્વક મસ્તકે અંજલિ કરીને – તે આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી. પછી ઇશાન ખૂણામાં જઈને વૈક્રિય સમુદઘાત કર્યો – યાવત્ – બીજી વખત પણ સમુઘાત કરીને ૧૦૦૮ સુવર્ણ કળશ, ૧૦૦૮ રૂપ્ય કળશ, ૧૦૦૮ મણિમય કળશ, ૧૦૦૮ સુવર્ણ રૂપ્ય કળશ, ૧૦૦૮ સુવર્ણ—મણિમય કળશ, ૧૦૦૮ રૂપ્યમણિમય કળશ, ૧૦૦૮ સુવર્ણરૂપ્યમણિમય કળશ, ૧૦૦૮ ભૌમેય કળશોની અને આ જ પ્રમાણે ભંગાર, દર્પણ, થાળી, પાત્રી, સુપ્રતિષ્ઠાન, વાતકરક, રત્ન કરંડક, સિંડાસન, છત્ર, ચામર, તેલ સમુદ્ર્શકો – યાવત્ -- અંજન સમુદ્રગો અને ધ્વજાઓને વિકવ્ય. ત્યારપછી તે સ્વાભાવિક અને વિકૃર્વિત કળશો – યાવત્ – ધ્વજાને લઈને સૂર્યાભવિમાનથી નીકળ્યા, ઉત્કૃષ્ટ, ચપળ – યાવત્ – તીર્થો અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને જ્યાં શીરોદધિ સમુદ્ર હતો ત્યાં આવ્યા. શીરોદક જળ ભરીને ત્યાંના ઉત્પલ – થાવત્ – સહસ્ત્રપત્ર કમળો લીધા. પછી પુષ્કરોદ સમુદ્ર આવ્યા. પુષ્કરોદક લીધું. ત્યાંના ઉત્પલ – યાવત્ – સહસ્ત્રપત્ર કમળો લીધા. ત્યારપછી મનુષ્ય ક્ષેત્રમાં જ્યાં ભારતઐરાવત ક્ષેત્ર છે ત્યાં આવ્યા. તેમાં માગધ, વરદામ, પ્રભાસ તીર્થે આવીને તીર્થજળ તથા માટી લીધા. – ત્યારપછી ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી મહાનદીઓનું જળ અને માટી લીધા, પછી લઘુહિમવંત અને શિખરી વર્ષધર પર્વતેથી જળ ભર્યું. સર્વઋતુના સર્વોત્તમ સર્વ પ્રકારના પુષ્પ, ગંધ, માળા, ઔષધિ અને સિદ્ધાર્થકો લીધા. પછી પદ્મ અને પંડરીક કહેથી જળ ભર્યું અને ત્યાંના ઉત્પલાદિ કમળ લીધા. પછી હેમવત અને હિરણ્યવત્ ક્ષેત્ર તથા રોહિતા, રોહિતાશા, સ્વર્ણકૂલા અને રૂJકૂલા મહાનદીઓથી જળ ભર્યા અને માટી લીધી. – ત્યારપછી શબ્દાપાતિ, વિકટાપાતિ વૃત્ત વૈતાઢય પર્વતે આવ્યા. આવીને તે જ પ્રમાણે પુષ્પાદિ લીધા. પછી મહાહિમવંત અને રૂકિમ વર્ષધર પર્વતથી જળપુષ્પાદિ લીધા. મહાપદ્ય અને મહાપુંડરિક કહેથી જળ લીધું. પછી હરિવર્ષ અને રયકુ વર્ષ ક્ષેત્રની હરિકાંતા, નારિકતા મહાનદીથી જળ અને માટી લીધા. પછી ગંધાપાતિ અને માલ્યવંત વૃત્તવૈતાઢય પર્વતેથી જળ લીધું. પછી નિષધ અને નીલવંત વર્ષધર પર્વતથી જળ–પુપાદિ લીધા. પછી તિગિંછી અને કેશરીહે આવીને જળ આદિ લીધા. - ત્યારપછી મહાવિદેહ ક્ષેત્રે આવીને સીતા–સીતાદા મહાનદીના જળ અને માટી લીધા. પછી સર્વ ચક્રવર્તીઓના વિજય સ્તંભ અને માગરૂ–વરદામ પ્રભાસ તીર્થંથી જળ લીધું. પછી સર્વે અંતર્નદી અને વક્ષસ્કાર પર્વતના જળ અને માટી તથા પુષ્પાદિ લીધા. પછી મેરુ પર્વતે જઈને ભદ્રશાલવન–નંદનવન, સૌમનસ વન અને પાંડુક વને જઈને સર્વ ઋતુઓના પુષ્પ, માળા, ઔષધિ અને સિદ્ધાર્થકો લીધા, સરસ ગોશીષ ચંદન, દિવ્યપુષ્પ માળા, દર્ટરમલય ચંદન અને સુગંધિત દ્રવ્યો લીધા. આ બધી વસ્તુઓને લઈને એક સ્થાને એકઠા થયા – યાવત્ – સૌધર્મકલ્પ જ્યાં સુધર્માસભા હતી. તેમાં જ્યાં અભિષેકસભા હતી. સૂર્યાભદેવ હતો ત્યાં આવ્યા. મસ્તકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy