SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૧૩ ભિત અને ઉદીરિત કર્યા પછી ઉત્તર મંદ મૂછનાવાળી વૈતાલિક વિણાની સર્વ દિશાવિદિશામાં ચારે તરફ શ્રેષ્ઠ, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય અને મનમોહક ધ્વનિ ગુંજે છે – શું આ મણિ અને તૃણનો ધ્વનિ આવો છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેથી પણ અધિક મધુર તે ધ્વનિ છે. હે ભગવન્! તો તેની ધ્વનિ શું આવો છે ? જેમકે ભદ્રશાલ, નંદન, સૌમનસ કે પંડુક વન અથવા હિમવન, મલયગિરિની ગુફાઓમાં વસતા અને એક સ્થાને એકત્રિત, સમાગત, બેઠેલા અને પોતપોતાના સમૂહ સાથે ઉપસ્થિત, ક્રીડા તત્પર, સંગીત, નૃત્ય, નાટક, હાસ્ય, પરિહાસના પ્રેમી કિન્નર, જિંપરષ, ગંધર્વોના ગદ્યમય, પદ્યમય, કથનીય, ગેય, પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિત, પાદાંત, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સુખાંત, મનમોહક સપ્તસ્વરોથી સમન્વિત, પદોષરહિત, અલંકાર અને ગુણોથી યુક્ત, ગુંજારવથી દૂર દૂર સુધી વ્યાપ્ત કરનારા, સમરાગિનીથી યુકત, આકર્ષક, ત્રિસ્થાનકરણ શુદ્ધ ગીતો જેવો તે મધુર ધ્વનિ હોય છે ? હે ગૌતમ ! હાં, આવો મધુર ધ્વની હોય છે. તે વનખંડોમાં તે – તેના યોગ્ય દેશ–પ્રદેશોમાં અનેક નાની-નાની ચોરસ વાવડી, પુષ્કરિણિ, દીધિંકા, ગુંજાલિકા, સરપંક્તિ, સરસર પંક્તિ, કૂપપંક્તિ છે. આ વાવડી આદિનો બહાર નો ભાગ સ્વચ્છ અને કમનીય છે, તેના કિનારા રજતમય છે, તટવર્તી ભાગ સમ છે. આ બધાં વજમય બનેલ છે. તેના તળીયા તપનીય સોનાના છે. તેના પર શુદ્ધ સુવર્ણ અને ચાંદીની રેતી પથરાયેલી છે. તટોના નિકટવર્તી પ્રદેશ વૈડૂર્ય અને સ્ફટિકના છે. તેમાં આવાગમન માર્ગ સુખાકારી છે. ઘાટો પર અનેક પ્રકારના મણિ જડેલ છે. તેમાં ચાર ખૂણાવાળી વાવડી અને કૂવામાં અનુક્રમે નીચે–નીચે પાણી અગાધ અને શીતળ છે. તથા કમલકંદ અને મૃણાલોથી સુશોભિત છે. તથા તેના પર ભ્રમર સમૂહ ગુંજી રહેલ છે. સ્વચ્છ વિમલ જળથી ભરેલ છે, કલ્લોલ કરતા મગરમચ્છ – કાચબા તેમાં ફરે છે. પક્ષીઓના ગમનાગમનથી સદા વ્યાપ્ત રહે છે. તથા આ બધા જળાશયો એક-એક પદ્મવર વેદિકા અને એક–એક વનખંડથી ઘેરાયેલા છે, તેનું પાણી કોઈકોઈનું આસવ, વાણી, શીરોદક, ઘી, ઇશુરસ, પ્રાકૃતિક પાણી જેવા સ્વાદયુક્ત છે. આ બધાં જળાશય પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ છે. તે પ્રત્યેક વાવડી – યાવત્ – કૂપ પંક્તિની ચારે દિશામાં એક–એક સુંદર ત્રિસોપાનક છે આ ત્રિસોપાન પ્રતિરૂપકો આવા પ્રકારના છે – જેમકે તેના નેમ વ્રજરત્નના છે ઇત્યાદિ – તોરણો, ધ્વજા, છત્રાતિછત્ર પૂર્વવત્ છે. તે વાવડી આદિના મધ્યવર્તી પ્રદેશોમાં અનેક ઉત્પાત પર્વત, નિયતિ પર્વત, જગતી પર્વત, દારુ પર્વત તથા ઊંચા–નીચા, મોટા–નાના દકમંડપ, દકમંચક, દકમાલક અને દકપ્રાસાદ બનેલા છે. ક્યાંક ક્યાં હિંડોળા છે. આ સર્વે પર્વત રત્નમય, સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે ઉત્પાત પર્વતો ઉપર – યાવત્ – પક્ષીના હિંડોળા પર અનેક હંસાસન, કૌચાસન, ગરુડાસન, પ્રણતાસન, કીર્ધાસન, ભદ્રાસન, પસ્યાસન, મકરાસન, વૃષભાસન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy