SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૫ તે દ્વારોમાંથી એક-એક દ્વાર ઉપર ૬૫-૬૫ ભૌમ છે. તે ભૌમોની વચ્ચોવચ્ચ એક–એક સિંહાસન છે. બાકીના ભૌમોમાં એક–એક ભદ્રાસન છે. તે દ્વારોના ઉપરી ભાગ ૧૬ પ્રકારના રત્નોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રત્ન – યાવત્ – રિષ્ટ. તે દ્વારોની ઉપર આઠ–આઠ મંગલ છે જે ધ્વજ — યાવત્ -- છત્રાતિછત્રોથી શોભિત છે. - ૨૧૨ આ પ્રમાણે સૂર્યાભ વિમાનના ૪૦૦૦ હારોનું વર્ણન કહેલું છે. સૂર્યભ વિમાનની ચારે તરફ ૫૦૦-૫૦૦ યોજન છોડીને ચારે દિશાઓમાં ચાર વનખંડ છે - અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, આમ્રવન. તેમાંથી પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં સૂતવન છે આ પ્રત્યેક વન સાડા બાર લાખ યોજનથી કંઈક અધિક લાંબા, ૫૦૦ યોજન પહોળા તથા એક—એક પ્રાકારથી ઘેરાયેલ છે. પ્રભાવાળા આ બધાં જ વનખંડ અત્યંત ગીચ હોવાથી કાળા, કાળી પ્રભાવાળા, નીલા, નીલી યાવત્ – સ્નિગ્ધ અને સ્નિગ્ધ છાયાવાળા છે. વૃક્ષોની શાખા–પ્રશાખા આપસમાં એકબીજાને મળેલી હોવાથી સઘન છાયાથી રમણીય તથા મહામેઘોના સમુદાય જેવા રમ્ય દેખાય છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી છે. આ વનખંડોના મધ્યમાં અત્યંત સમ અને રમણીય ભૂમિ ભાગ છે. જેમકે આર્લિંગ પુષ્કર આદિ સમાન સમ યાવત્ – વિવિધ પ્રકારના પંચરંગીમણિ અને તૃણોના ગંધ અને સ્પર્શે આદિ વર્ણન પૂર્વવત્ જાણવું. – - હે ભગવન્ ! પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશાના વાયુ સ્પર્શથી મંદમંદ ચલિત, કંપિત, ડગમગિત, ફરકતા, ટકરાતા, ક્ષુભિત અને ઉદીરિત થતાં તે તૃણ અને મણિઓનો કેવો શબ્દ ધ્વનિ થાય છે ? હે ગૌતમ ! જે રીતે શિબિકા, સ્વન્દ્વમાનિકા અથવા છત્ર, ધ્વજા, ઘંટા, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત, વાદ્યસમૂહવત્ શબ્દ નિનાદ કરનારા, ઘુંઘરુ અને સ્વર્ણમાળાથી પરિવેષ્ટિત, હિમવતમાં ઉત્પન્ન અતિ નિગડ સારભૂત ઉત્તમ તિનિસકાષ્ઠથી નિર્મિત, સારી રીતે લગાવાએલ, ધુરાઓથી સજ્જિત, સુદૃઢ, ઉત્તમ લોઢાના પટ્ટાથી સુરક્ષિત, શુભ લક્ષણો—ગુણોથી યુક્ત, કુલિન અશ્વોથી યુક્ત, રથ સંચાલનમાં અતિ કુશળ સારથી દ્વારા સંચાલિત, ૧૦૦ બાણોવાળા ૩૨ તૂણીરોથી પરિમંડિત કવચથી આચ્છાદિત શિખર ભાગવાળા ધનુષ–બાણ, પ્રહરણ–કવચ આદિ યુદ્ધોપકરણોથી ભરેલ અને યુદ્ધને માટે સન્નદ્ધ યોદ્ધાઓ માટે સજાવેલ રથના વારંવાર મણિ અને રત્નોથી નિર્મિત ભૂમિવાળા રાજપ્રાંગણ કે અંતપુર કે રમણીય પ્રદેશમાં આવવા—જવાથી સર્વ દિશામાં ઉત્તમ, મનોજ્ઞ, મનોહર, કર્ણ અને મનને આનંદકારી, મધુર ધ્વનિ ફેલાય છે. હે ભગવન્ ! શું આ રથોનો ધ્વનિ આવો છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેનાથી પણ અધિક મધુર તેનો ધ્વનિ છે. હે ભગવન્ ! જેમ મધ્યરાત્રિમાં વાદન કુશળ નરકે નારી દ્વારા ખોળામાં લઈને ચંદનના સાહભાગથી સંરચિત ડાંડીથી સ્પર્શિત મંદ—મંદ તાડિત, કંપિત, ચાલિત, ઘર્ષિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy