SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૧૧ શ્રમણો! આ થાળ જાંબુનદ સ્વર્ણના બનેલા – યાવત્ – પ્રતિરૂપ અને રથના પૈડા જેટલા વિશાળ આકારવાળા છે. તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ રાખી છે, તે સ્વચ્છ જળથી ભરેલ છે અને વિવિધ પ્રકારના તાજા ફળોથી ભરેલી લાગે છે. હે શ્રમણો ! આ બધી પાત્રીઓ રત્નમયી સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે અને તેનો આકાર મોટા-મોટા ગોકલિંજરો સમાન ગોળ છે. તે તોરણો આગળ બબ્બે સુપ્રતિષ્ઠક છે, જે વિવિધ ભાંડ સમાન સુશોભિત અને સર્વે રત્નમય તથા સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે મનોગુણિકાઓ છે. જેની ઉપર અનેક સોના અને ચાંદીના પાટીયા છે. તે પાટીયામાં વજમય નાગદંત જડેલા છે. તે નાગદંત પર વજમય સીકા ટાંગેલા છે. તે સીકા પર પંચવર્ણી સૂત્રના જાળીવાળા વસ્ત્રખંડ ઢાંકેલા અનેક ઘડા છે. તે ઘડા વજરત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ ચિત્રિત બળે રત્નકરંડક છે. જે રીતે ચક્રવર્તી રાજા વૈડૂર્ય મણિ અને સ્ફટિકના પટલથી આચ્છાદિત રત્નકરંડક પોતાની પ્રભાથી તે પ્રદેશને પૂરી રીતે પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત અને પ્રભાસિત કરે છે, તે રીતે તે રત્ન કરંડકની પ્રભા, તે પ્રદેશને પૂર્ણતયા – યાવત્ – પ્રભાસિત કરે છે. તે તોરણોથી આગળ બબ્બે અશ્વકંઠ, ગજકંઠ, નરકંઠ, કિન્નરકંઠ, ઝિંપુરુષકંઠ, મહોરગકંઠ, ગંધર્વકંઠ, વૃષભકંઠ છે. જે સર્વરત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે પુષ્પ ચંગેરી, માલ્ય ચંગેરી, ચૂર્ણ ચંગેરી, ગંધ ચંગેરી, વસ્ત્ર ચંગેરી, આભરણ ચંગેરી, સિદ્ધાર્થ ચંગેરી છે જે – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે સિંહાસન છે. વર્ણન પૂર્વવત્ જાણવું. તે તોરણોની આગળ બબ્બે રજતમય છત્ર છે. તેના દંડ વિમલ વૈડૂર્યમય છે. કર્ણિકા સોનાની છે, સાંધા વજમય છે મોતી પરોવેલી ૮૦૦૦ સોનાની શ્રેષ્ઠ શલાકા છે. દર ચંદન અને સર્વ ઋતુઓના પુષ્પોની સુરભિગંધ યુક્ત શીતલ છાયાવાળા છે તેના પર અષ્ટમંગલ ચિત્રિત છે અને ચંદ્રમંડલવતું ગોળાકાર છે. તે તોરણો આગળ બબ્બે ચામર છે તે ચામરની ડાંડી ચંદ્રકાંત, વૈડૂર્ય અને વજરત્નોની છે. તેના પર અનેક પ્રકારના મણિરત્નો દ્વારા અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર રચના બનેલી છે. શંખ, અંકરન, કુંદપુષ્પ, જલકણ અને મથિત દૂધ-દહીંના ફીણ સમાન શ્વેત ધવલ તેના પાતળા લાંબા વાળ છે – યાવત્ – તે પ્રતિરૂપ છે. તોરણોની આગળ બળે તેલસમૃદુગક, કોષ્ઠ, પત્ર, ચોય, તગર, એલા, હરતાલ, હિંગલોક, મૈનસિલ અને અંજન એ સર્વેના સમુગક છે. જે સર્વે રત્નમય – ચાવતું – પ્રતિરૂપ છે. સૂર્યાભ વિમાન પ્રત્યેક વાર ઉપર ૧૦૮-૧૦૮ ચક્ર, મૃગ, ગરુડ, છત્ર, મયુરપિચ્છ, પક્ષી, સિંહ, વૃષભ, હાથી, નાગના ચિન્હોથી અંકિત ધ્વજાઓ છે. આ પ્રમાણે સૂર્યાભ વિમાનના એક–એક કાર પર કુલ ૧૦૮૦-૧૦૮૦ ધ્વજા ફરકી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy