________________
૨૧૦
આગમ કથાનુયોગ–૫
કહી છે. તે વનમાલાઓ મણિઓથી બનેલ વિવિધ પ્રકારના વૃક્ષ, લતા, પલ્લવોથી વ્યાપ્ત છે, મધુપાનને માટે પ્રવૃત્ત ભ્રમરો દ્વારા વારંવાર સ્પર્શથી સુશોભિત વનલતાઓ પ્રાસાદીય અને દર્શનીય છે.
તે દ્વારોની બંને બાજુની નિશીપિકામાં ૧૬-૧૬ પ્રકંઠક ચબૂતરા છે. તે પ્રકંઠક ૨૫૦ યોજન લાંબા – ૨૫૦ યોજન પહોળા અને ૧૨૫ યોજના જાડા છે. સર્વાત્મના રત્નોના બનેલા છે. નિર્મળ – યાવત્ – પતિરૂપ છે.
તે પ્રકંઠકોમાંથી પ્રત્યેક ઉપર એક–એક પ્રાસાદાવતંસક છે. જે ૨૫૦ યોજન ઊંચા – ૧૨૫ યોજન પહોળા અને ચારે દિશાઓમાં ફેલાતી પોતાની પ્રભાથી હસતા એવા પ્રતીત થતા હતા. વિવિધ પ્રકારના મણિરત્નોથી તેમાં ચિત્ર વિચિત્ર રચના બનેલી છે. વાયુથી ફરકતી અને વિજય સૂચક વૈજયંતી પતાકા અને છત્રાતિછત્રોથી અલંકૃત છે. તેના શિખર આકાશતલને સ્પર્શે છે. ઝરોખામાં ખચિત રત્નપિંજરોથી ચમકી રહેલ છે. તેમાં મણિઓ અને સુવર્ણની સ્કૂપિકાઓ છે. તથા સ્થાને સ્થાને વિકસિત શતપત્ર અને પુંડરીક કમળોના ચિત્ર અને તિલક, રત્નો દ્વારા રચિત અર્ધચંદ્ર બનેલા છે. મણિમાલાથી અલંકૃત છે. અંદર અને બહારથી ગ્લણ છે. આંગણમાં સ્વર્ણમયી રેતી બિછાવેલી છે. જે સુખદ સ્પર્શવાળી, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય યાવતું મુક્તાદામથી સુશોભિત છે.
તે હારોની બંને બાજુ ૧૬-૧૬ તોરણ છે. જે વિવિધ પ્રકારના મણિના બનેલા છે. તેમજ મણિ નિર્મિત સ્તંભો પર સારી રીતે બાંધેલ – યાવત્ – પદ્મ કમલોના ગુચ્છથી ઉપશોભિત છે.
તે તોરણોમાં પ્રત્યેકની આગળ બે—બે પુતળીઓ સ્થિત છે. તે તોરણોની આગળ નાગદંત છે. પુતળી અને નાગદંતનું વર્ણન પૂર્વવત્ જાણવું.
તે તોરણોની આગળ બબ્બે અશ્વ, ગજ, નર, કિનર, જિંપુરષ. મહોગ, ગંધર્વ, વૃષભ, સંઘાટ યુગલ છે. તે બધા રત્નમય સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. એ જ પ્રમાણે તેની પંક્તિ–વીથિ અને મિથુન સ્થિત છે.
તે તોરણોની આગળ બે—બે પદ્મલતા – યાવત્ – શ્યામલતા છે. જે પુષ્પોથી વ્યાસ અને રત્નમય, નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણો આગળ બે-બે દિશા સ્વસ્તિક છે. જે નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બે—બે ચંદ્રકળશ છે. આ ચંદ્રકળશ શ્રેષ્ઠ કમળો પર રાખેલા છે ઇત્યાદિ પૂર્વવતું. તે તોરણોની આગળ બે—બે ભંગાર રાખ્યા છે. આ ભંગાર પણ, ઉત્તમ કમળો પર છે – યાવત્ – હે શ્રમણો ! મત્ત ગજરાજની મુખાકૃતિ સમાન વિશાળ આકારવાળા છે.
તે તોરણોની આગળ બબ્બે દર્પણ છે. તે દર્પણની પાદપીઠ સોનાની, પ્રતિબિંબ મંડલ અંતરત્નના છે જે અનવધર્ષિત હોવા છથો પણ નિર્મળ પ્રભાયુક્ત છે. હે શ્રમણો! ચંદ્રમંડળ જેવા આ નિર્મળ દર્પણ કાયાધું પ્રમાણ મોટા મોટા છે.
તે તોરણોની આગળ વજમય નાભિવાળ બબ્બે થાળ છે. જે મૂસલ આદિથી ત્રણ વખત છાંટેલ, શોધેલ, અતીવ સ્વચ્છ, અખંડ ચોખાથી પરિપૂર્ણ ભરેલા લાગે છે. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org