________________
૨૫૨
આગમ કથાનુયોગ-૫
રાજ્યની રક્ષા માટે સેનાને આપીશ, એક ભાગ અન્નભંડારો માટે સુરક્ષિત રાખીશ, એક ભાગ અંતઃપુરના નિર્વાહ માટે આપીશ અને એક ભાગમાંથી શાળા નિર્માણ કરાવી અનેક લોકોને ભોજન, વેતન, મજદૂરી દઈને પ્રતિદિન પ્રચુર પરિમાણમાં અશનાદિ આહાર તૈયાર કરાવીશ. અનેક શ્રમણ આદિને આપતો વિવિધ પ્રકારના શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસનું પાલન કરતો વિચરીશ.
આ પ્રમાણે કહીને જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં પાછો ફર્યો.
ત્યારપછી બીજે દિવસે – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી સેયવિયા પ્રમુખ ૭૦૦૦ ગામોના ચાર ભાગ કર્યા ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. ૦ પ્રદેશી રાજાનું સમાધિમરણ અને ગતિ :
ત્યારપછી તે પ્રદેશી રાજા શ્રમણોપાસક થઈ ગયો. જીવાજીવનો જ્ઞાતા થઈને – યાવત્ – વિહરવા લાગ્યો. જ્યારથી તે શ્રમણોપાસક થયો ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોશ, કોઠાગાર, પુર, અંતપુર અને જનપદ પ્રતિ ઉદાસીન થઈને વિચરવા લાગ્યો.
ત્યારે તે સૂર્યકાંતાદેવીને આવો આંતરિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારથી પ્રદેશી રાજા શ્રમણોપાસક થઈ ગયો છે ત્યારથી રાજ્ય – યાવત્ – જનપદ અને મારાથી ઉદાસીને થઈને વિચરે છે. તેથી મારે માટે ઉચિત એ છે કે હું તેને શસ્ત્ર, અગ્નિ, મંત્ર કે વિષ પ્રયોગથી મારીને અને સૂર્યકાંત કુમારને રાજા બનાવી સ્વયં રાજ્યશ્રીનો ભોગ કરતી વિચરું.
આ પ્રમાણે વિચારીને સૂર્યકાંતકુમારને બોલાવીને તેણીએ કહ્યું, જ્યારથી પ્રદેશી રાજા શ્રમણોપાસક થયો છે ત્યારથી રાજ્ય – યાવત્ – મારી સાથે મનુષ્ય સંબંધી કામભોગથી ઉદાસીન થઈ વિચરે છે. માટે હે પુત્ર! તું કોઈ પ્રયોગથી તેને મારીને સ્વયં રાજ્યશ્રી ભોગવતો વિચર.
ત્યારે સૂર્યકાંતકુમારે તેણીના આ વિચારનો આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું – થાવત્ – મૌન રહ્યો. ત્યારે સૂર્યકાંતા દેવીને થયું કે, ક્યાંક સૂર્યકાંતકુમાર પ્રદેશી રાજા પાસે મારું આ રહસ્ય પ્રકાશિત ન કરી દે.
આ પ્રમાણે વિચારીને તે પ્રદેશી રાજાના છિદ્રો, મ, રહસ્યો, વિવરો અને અંતરોને શોધતા-શોધતા વિચરવા લાગી.
ત્યારે તે સૂર્યકાંતા દેવીએ અન્ય કોઈ દિવસે પ્રદેશ રાજાના છિદ્રને જાણીને અશનાદિમાં, વસ્ત, ગંધ, અલંકારમાં વિષપ્રયોગ કર્યો.
ત્યારપછી સ્નાન કરીને ભોજનને માટે શ્રેષ્ઠ સુખાસને બેઠેલા પ્રદેશી રાજાને મારવા માટે વિષયુક્ત ભોજન પીરસ્યું – યાવત્ – વિષમય અલંકાર પહેરાવ્યા. ત્યારે તે વિષયુક્ત આહાર આદિથી તે પ્રદેશ રાજાના શરીરમાં ઉત્કટ, પ્રચુર, પ્રગાઢ, કર્કશ, કટુક, પરુષ, નિષ્ફર, પ્રચંડ, તીવ્ર, દુઃખદ, વિકટ અને દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તે પિત્તજ્વરથી પરિવ્યાપ્ત થતા તેના આખા શરીરમાં દાહ ઉત્પન્ન થયો.
ત્યારે તે પ્રદેશી રાજા સૂર્યકાંતાદેવી દ્વારા કરાયેલ ઉત્પાતને જાણીને સૂર્યકાંતાદેવી પ્રત્યે લેશમાત્ર દ્વેષ ન કરતો જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. પૌષધશાળાની પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org