________________
શ્રાવક કથા
૨૫૧
પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, હે દેવાનુપ્રિય! મેં આપના પ્રતિ જે પ્રતિકૂળ વ્યવહાર કર્યો, તો મારે માટે ઉચિત છે કે કાલે પ્રભાત થાય – કાવત્ – સૂર્ય પ્રકાશિત થાય ત્યારે અંતઃપુર પરિવાર સાથે આપને વંદન–નમસ્કાર કરીને મારા અપરાધ માટે વિનયપૂર્વક વારંવાર ખમાવું. એમ કહીને તે પાછો ચાલ્યો ગયો.
ત્યારપછી તે પ્રદેશી રાજા બીજે દિવસે પ્રભાત થયું – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયો ત્યારે હર્ષિત, સંતુષ્ટ થઈને કોણિક રાજા માફક નીકળ્યો. અંતઃપુર પરિવાર આદિ સહિત પાંચ અભિગમ પૂર્વક વંદન–નમસ્કાર કરીને યથાવિધિ વિનયપૂર્વક પોતાના આચરણ માટે વારંવાર ખમાવ્યા.
ત્યારપછી કેશીકુમાર શ્રમણે તે પ્રદેશ રાજ, સૂર્યકાંતા આદિ રાણીઓ અને તે અતિ વિશાળ પર્ષદાને – યાવત્ – ધર્મ કહ્યો.
ત્યારપછી પ્રદેશી રાજા ધર્મ સાંભળીને, અવધારીને ઊભો થયો. તેણે કેશીકુમાર શ્રમણને વંદન–નમસ્કાર કર્યા. સેવિયાનગરી તરફ જવાને માટે ઉદ્યત થયો, ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું
હે પ્રદેશી ! પૂર્વે રમણીય થઈને પછી અરમણીય ન થતો. જે રીતે વનખંડ, નૃત્યશાળા, ઇસુવાડ કે ખલવાડ પછી અરમણીય થાય છે.
હે પ્રદેશી ! સાંભળ, જ્યાં સુધી વનખંડ પત્ર, પુષ્પ, ફળ, હરિતકથી શોભિત હોય છે, શોભાથી અતીવ-અતીવ શોભે છે ત્યારે તે વનખંડ રમણીય લાગે છે. પણ જ્યારે તે વનખંડ પુષ્પ, પત્ર, ફળ, હરિતકથી રહિત થાય છે ત્યારે તે આનંદ આપતું નથી, શોભારહિતથી ઉપશોભિત થતું નથી. ત્યારે જીર્ણ, ઝડ જવાથી, છાલ અને પત્ર સડી જવાથી, શુષ્ક વૃક્ષ માફક પ્લાન થતાં તે વનખંડ રમણીય રહેતું નથી.
આ પ્રમાણે નૃત્યશાળા પણ જ્યાં સુધી ગીત ગવાતા હોય, નૃત્ય થતા હોય, હાસ્યથી વ્યાપ્ત હોય, વિવિધ પ્રકારની ક્રીડા થતી હોય ત્યાં સુધી તે નૃત્યશાળા રમણીય લાગે છે. પણ જ્યારે તેમાં ગીત-સંગીત આદિને થતા હોય ત્યારે નૃત્યશાળા અરમણીય બને છે,
હે પ્રદેશી ! જ્યાં સુધી ઇસુવાડમાં ઇસુ (શેરડી) કપાતી હોય, ટુટતી હોય, પિલાતી હોય, લોકો રસ પીતા હોય, કોઈ લેતું–દેતું હોય ત્યાં સુધી તે ઇસુવાડ રમણીય લાગે છે. પણ જ્યારે આમાંનું કશું ન રહે ત્યારે અરમણીય થાય છે.
એ જ પ્રમાણે ખલવાડમાં ધાન્યના ઢેર હોય, છળવું, મર્દન, તેલ પીલાવું, ખાવું, પીવાવું, આપવું, લેવું થતું હોય ત્યાં સુધી તે ખલવાડ રમણીય લાગે છે પણ જ્યારે ધાન્યના ઢેર આદિ ન રહે ત્યારે તે ખલવાડ અરમણીય બની જાય છે.
તેથી હે પ્રદેશી ! મેં એમ કહ્યું કે તું પહેલા રમણીય થઈને પછી વનખંડ આદિની માફક અરમણીય થતો નહીં.
ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! હું વનખંડ - વાવ – ખલવાડ માફક પહેલાં રમણીય થઈને પછી અરમણીય નહીં બનું. મેં વિચાર્યું કે, સેવિયાનગરી આદિ ૭૦૦૦ ગામોના ચાર વિભાગ કરીશ. તેમાંનો એક ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org