________________
૨૫૦
આગમ કથાનુયોગ-૫
ત્યારપછી તે પુરુષો પોતપોતાને જનપદ કે નગરમાં આવ્યા. હીરાને વેચીને પ્રાપ્ત ધનથી ઘણાં જ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી લીધા. આઠ મજલાના ભવન બનાવ્યા. પછી સ્નાનાદિ કરી તે પ્રાસાદના ઉપરના માળે બેસી, જોરજોરથી વગાડાતા મૃદંગ આદિ વાદ્ય નિનાદો – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતા વિચારવા લાગ્યા.
ત્યારપછી તે લોહભારવાળો પુરુષ પોતાના નગરે આવ્યો. તેણે લો વેંચ્યું. પણ તે અલ્પ મૂલ્ય હોવાથી અલ્પ લાભ થયો. ત્યારે પોતાના સાથીઓને શ્રેષ્ઠ પ્રાસાદો પર – થાવત્ – વિચરણ કરતા જોઈને તે મનોમન બોલ્યો, અરે ! હું અધન્ય, પુણ્યહીન, અકૃતાર્થ, અકૃત્ લક્ષણ, હી–શ્રીવર્જિત, હીનપુણ્ય, ચૌદશીયો, દુરંત-પ્રાંત લક્ષણો છું. જો મેં તે મિત્ર, જ્ઞાતિજને આદિની વાત માની હોત તો હું પણ શ્રેષ્ઠ પ્રાસાદમાં – યાવત્ – વિચરણ કરત.
તેથી તે પ્રદેશી ! મેં કહ્યું કે, હે પ્રદેશી ! તું પશ્ચાનુતાપિત ન થા. જે રીતે તે અયોભારક પુરુષ થયો હતો. ૦ પ્રદેશ રાજા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
આ પ્રમાણે સજાવ્યો ત્યારે તે પ્રદેશી રાજાએ કેશકુમાર શ્રમણને વંદન કરી આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! હું પશ્ચામુતાપિત નહીં થઉં. પણ હે દેવાનુપ્રિય ! કેવલિપ્રજ્ઞત ધર્મને શ્રવણ કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી જેમ ચિત્તસારથીને ધર્મ કહેલો, તેમ પ્રદેશી રાજાને પણ કહ્યો તેણે પણ એ જ રીતે શ્રાવકધર્મ સ્વીકાર્યો. સેવિયાનગરી જવા ઉદ્યત થયો.
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! તું જાણે છે કે આચાર્ય કેટલા કહ્યા છે ?
હાં, ભદંત ! જાણું છું આચાર્ય ત્રણ પ્રકારે છે : (૧) કલાચાર્ય, (૨) શિલ્પાચાર્ય અને (૩) ધર્માચાર્ય.
હે પ્રદેશી ! તું જાણે છે, તેમાં કોની સાથે કેવો વિનય કરાય ?
હાં ભદંત ! જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યને ઉપલેપન અને સંસજ્જન કરવું જોઈએ. તેમની પાસે પુષ્પાદિ ભેટ રાખવી જોઈએ. તેમનું મંડન, મજ્જન, ભોજનદાન, વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપવું જોઈએ જેથી પુત્ર–પૌત્ર સુધી તે આજીવિકા ચાલે.
જ્યારે ધર્માચાર્યને જ્યાં જુઓ ત્યાં વંદન, નમન, સત્કાર, સન્માન કરવા જોઈએ, તેમને કલ્યાણ, મંગલ, દેવરૂપ, ચૈત્યરૂપ માની પર્યાપાસના કરવી જોઈએ. પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાભિત કરી, પ્રાતિહારિક પીઠ, ફલક, વાચ્યા, સંસ્તારક માટે નિમંત્રણ કરવા જોઈએ.
હે પ્રદેશી ! તું આ પ્રમાણે વિનય જાણે છે. તારે મારા પ્રત્યે કરેલ પ્રતિકૂળ વ્યવહાર માટે મારી ક્ષમા માંગ્યા વિના સેયવિયા નગરી જાય છે ?
ત્યારે પ્રદેશી રાજાએ કેશી–કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત! મને આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org