________________
૭૮
આગમ કથાનુયોગ-૫
કરવા, ૨. કૌન્દુ-ભાંડ આદિ વત્ ચેષ્ટા, 3. મૌખર્ય–વ્યર્થ આલાપ, ૪. સંયુક્તાધિકરણ–હિંસક શસ્ત્રોનો ઉપયોગ, ૫. ઉપભોગ-પરિભોગનો અતિરેક–વધારે ઉપયોગ.
| (૯) ત્યારપછી શ્રમણોપાસકોએ સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. મનદુષ્પણિધાન, ૨. વચન દુપ્રણિધાન, 3. કાય દુષ્પણિધાન, ૪. સામાયિકનું અમૃતિકરણ – સમય અવધિનો ખ્યાલ ન રહેવો, ૫. અસ્થિર ચિત્તે સામાયિક કરવું.
(૧૦) ત્યારપછી શ્રમણોપાસકોએ દેશાવકાસિક વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. આનયન પ્રયોગ, ૨. પ્રેષ્ઠ પ્રયોગ, ૩. શબ્દાનુપાત, ૪. રૂપાનુપાત, ૫. બહિરપુગલ પ્રક્ષેપ.
(૧૧) ત્યારપછી શ્રમણોપાસકોએ પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે – ૧. અપ્રતિલેખિત–દુષ્પતિલેખિત શય્યા સંસ્મારક, ૨. અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા–સંસ્મારક, ૩. અપ્રતિલેખિતદુષ્પતિલેખિત ઉચ્ચાર–પ્રસ્ત્રવણ ભૂમિ, ૪. અપ્રમાર્જિત–દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિ, (૫) પૌષધોપવાસનું સમ્યક્ પ્રકારે પાલન ન કરવું.
(૧૨) ત્યારપછી શ્રમણોપાસકોએ યથા (અતિથિ) સંવિભાગ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. સચિત્ત નિક્ષેપ, ૨. સચિત્ત પિધાન, ૩. કાલાતિક્રમ, ૪. પરવ્યપદેશ, ૫. માત્સર્ય.
ત્યારપછી શ્રમણોપાસકોએ અપશ્ચિમ ભારણાંતિક સંલેખના, ઝૂસણા (આરાધના) મરણ સમયે શરીર અને કષાયોને નિર્બળ બનાવીને શરીર ત્યાગવાની વિધિ વિશેષ પ્રીતિપૂર્વક સેવન કરવા રૂપ પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ :- ૧. ઇહ લોકાશંસા પ્રયોગ – આ લોકસંબંધી સુખની આકાંક્ષા, ૨. પરલોકાશંસા પ્રયોગ – પરલોક સંબંધી સુખની આકાંક્ષા, 3. જીવિતાશંસા પ્રયોગ, ૪. મરણ આશંસાપ્રયોગ અને ૫. કામભોગાશંસા પ્રયોગ. ૦ આનંદે કરેલ અભિગ્રહ અને શિવાનંદાને પ્રેરણા :
ત્યારપછી આનંદ ગાથાપતિએ ભગવાનું મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્ ! આજથી મને નિગ્રંથસંઘ સિવાયના બીજા સંઘવાળાઓનો, અન્યતીર્થિક દેવોનો, અન્યતીર્થિક દ્વારા પરિગૃહિત ચૈત્યોને વંદન–નમસ્કાર કરવો કલ્પતો નથી. તે જ પ્રમાણે તેમના બોલાવ્યા સિવાય, જાતે જ વાત કરવી, આલાપ–સંલાપ કરવો, તેમને (ગરબુદ્ધિથી) અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ભોજન આપવું કે તેને માટે આગ્રહ કરવો ન કલ્પે.
- પરંતુ જો રાજાજ્ઞાથી, બલાભિયોગથી, ગણાભિયોગથી, દેવાભિયોગથી, ગુરુજનના નિગ્રહથી, તથા વૃત્તિકાંતાર-આજીવિકાદિ કારણે તેમ કરવું પડે તો તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org