SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા (૨) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા જોઈએ, તેનું આચરણ કરવું ન જોઈએ તે આ પ્રમાણે :- ૧. સહસા અભ્યાખ્યાન, ૨. રહસ્યાખ્યાખ્યાન, ૩. મંત્રભેદ, ૪. મૃષા ઉપદેશ, ૫. કૂટલેખકરણ. (૩) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ તે આ પ્રમાણે :- ૧. તેનાહત–ચોર દ્વારા લાવેલી વસ્તુ ન લેવી, (૨) તસ્કર પ્રયોગ – ચોરનો ઉપયોગ, (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ - રાજ્ય વિરુદ્ધ કાર્ય, (૪) કૂટતોલ, કૂટમાપ – ખોટા તોલમાપ કરવા, ૫. તત્પતિરૂપક વ્યવહાર–વસ્તુમાં ભેળસેળ કરવી. (૪) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્વદારા સંતોષ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. ઇત્વર પરિગૃહિતા ગમન, ૨. અપરિગૃહિતા ગમન, 3. અનંગક્રીડા, ૪. પરવિવાકરણ અને ૫. કામભોગનો તીવ્ર અભિલાષ. (૫) ત્યારપછી શ્રમણોપાસકોએ ઇચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. ક્ષેત્ર વાસ્તુ પ્રમાણ અતિક્રમ, ૨. હિરણ્ય–સુવર્ણ પ્રમાણાતિક્રમ, 3. ધનધાન્ય પ્રમાણાતિક્રમ, ૪. દ્વિપદ–ચતુષ્પદ પ્રમાણાતિક્રમ, ૫. કુખ્ય પ્રમાણાતિક્રમ. (૬) ત્યારપછી શ્રમણોપાસકોએ દિવ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે – ૧. ઉદધ્વદિત્ પ્રમાણતિક્રમ, ૨. અધોદિમ્ પ્રમાણાતિ ક્રમ, ૩. તિર્યદિન્ પ્રમાણાતિક્રમ, ૪. ક્ષેત્રવૃદ્ધિ અને પ. સ્મૃતિ અંતર્ધાને (દિશા મર્યાદાનું સ્મરણ ન થવું.) (૭) ત્યારપછી ઉપભોગ–પરિભોગ, જે બે પ્રકારનો છે તે આ પ્રમાણે – ૧. ભોજન સંબંધી અને ૨. કર્મસંબંધી. શ્રમણોપાસકોએ ભોજનસંબંધી પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. સચિત્તાહાર, ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર, ૩. અપક્વ ઔષધિ ભક્ષણ, ૪. દુષ્પક્વ ઔષધિ ભક્ષણ (કાચી અથવા પુરી ન પાકેલી ઔષધિ વાપરવી અને ૫. તુચ્છ ઔષધિ ભક્ષણ. શ્રમણોપાસકોએ કર્મસંબંધી પંદર કર્માદાન જાણવા જોઈએ, તે આચરવા જોઈએ નહીં. તે આ પ્રમાણે – ૧. ઇંગાલ કર્મ, ૨. વનકર્મ, ૩. શાકટિક કર્મ, ૪. ભાટિક કર્મ - વાહન ભાડે આપવા, ૫. સ્કોટિક કર્મ–ભૂમિ આદિ ખોદાવવી, ૬. દંત વાણિજ્ય, ૭. લાક્ષ વાણિજ્ય, ૮. રસ વાણિજ્ય, ૯. વિષ વાણિજ્ય, ૧૦. કેશ વાણિજ્ય – તથા – ૧૧. યંત્રપલણ કર્મ, ૧૨. નિછન કર્મ - બળદ આદિની ખસી કરવી, ૧૩. દાવાગ્નિ દાપન કર્મ – વનમાં આગ લગાડવી, ૧૪. સર, કહ, તળાવ પરિશોષણ, ૧૫. અસતિ પોષણ. (૮) ત્યારપછી શ્રમણોપાસકોએ અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે – ૧. કંદર્પ–કામ ચેષ્ટા આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy