SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા 心の કરવાનો આગાર છે. મને નિગ્રંથ શ્રમણોને પ્રાસુક–એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એવા આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠ, ફલક, શય્યા, સંસ્તારક, ઔષધ, ભેષજ દ્વારા પ્રતિલાભિત કરતા વિચરવું કલ્પે છે. આ પ્રમાણે કહીને આ અને આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો. ધારણ કરીને પ્રશ્નાદિ પૂછયા, પૂછીને અર્થને સમજ્યો, સમજીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી, દૂતિપલાશ ચૈત્યથી નીકળ્યો. નીકળીને વાણિજ્ય ગ્રામ નગરમાં જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં શિવાનંદા પત્ની હતી, ત્યાં આવ્યો, આવીને શિવાનંદા પત્નીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! આજે મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કર્યું. તે મને ઇષ્ટ, અતીવ ઇષ્ટ, રુચિકર લાગ્યું. તેથી હે દેવાનુપ્રિયે ! તું પણ જા અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર. કરીને સત્કાર સન્માન કર અને તેમની પર્યાપાસના કર તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહીધર્મ—શ્રાવકધર્મને અંગીકાર કર. ૦ શિવાનંદા દ્વારા ભગવંત પાસે જઈ—શ્રાવકધર્મ અંગીકાર કરવો :-- ત્યારે આનંદ શ્રમણોપાસકે આ પ્રમાણે કહ્યા પછી તે શિવાનંદા પત્નીએ હર્ષિત— સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – વિકસિત હૃદયવાળી થઈને બંને હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું, હે સ્વામી ! તે જ પ્રમાણે છે. આ પ્રમાણે કહીને આનંદ શ્રમણોપાસકના કથનને વિનયપૂર્વક અંગીકાર કર્યું. ત્યારપછી આનંદ શ્રમણોપાસકે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! જલ્દીથી સમાન ખુર અને પૂંછવાળા, એક સરખા ચિત્રિત સીંગડાના અગ્રભાગવાળા, સ્વર્ણમયી આભૂષણો, ચિતરામણોથી યુક્ત, ચાંદીની ઘંટડીવાળા, સ્વર્ણજડિત સૂતરની દોરીની નાથ વડે બાંધેલા નીલકમલની કલગીથી યુક્ત, શ્રેષ્ઠ યુવાન બળદોથી જોડાયેલ, વિવિધ પ્રકારના મણીઓ, રત્નો અને સુવર્ણોની ઘંટડીઓથી સુશોભિત, સુજાત, ઋજુ, સીધા લાકડાથી યુક્ત, પ્રશસ્ત, સુવિરચિત્ત, શ્રેષ્ઠ લક્ષણોવાળા, ચાલવામાં સરળ અને સારી રીતે જોડાયેલ ધાર્મિક યાન પ્રવરને જોડીને લાવો, લાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ આનંદ શ્રમણોપાસકના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, અનુરાગી, પરમ સૌમનસ્ક, હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને, બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી – હે સ્વામી ! એ પ્રમાણે કહીને, આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકારીને, જલ્દીથી, ચાલવામાં સરળ અને સારી રીતે જોડેલા – યાવત્ – શ્રેષ્ઠ ધાર્મિક યાનને ઉપસ્થિત કરીને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy