________________
૧૨૨
આગમ કથાનુયોગ-૫
કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આદિનું અસ્તિત્વ છે, સર્વભાવો અનિયત છે.
તે દેવના કથનને સાંભળીને પછી કુંડકૌલિક શ્રમણોપાસકે તે દેવને કહ્યું, હે દેવાનુપ્રિય ! જો પંખલિપુત્ર ગોશાલકની આ ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમનું કોઈ અસ્તિત્વ નથી, પરંતુ સર્વે ભાવો નિયત છે અને શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અસુંદર છે કે તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અસ્તિત્વ છે, સર્વે ભાવ અનિયત છે, તો હે દેવાનુપ્રિય ! –
તને આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ કઈ રીતે મળેલ છે? કઈ રીતે પ્રાપ્ત થયેલ છે ? કઈ રીતે અધિગત થઈ છે ? શું આ બધું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી મળેલ છે ? અથવા અનુત્થાન, અકર્મ, અબળ, અવીર્ય, અપૌરુષ અને અપરાક્રમથી પ્રાપ્ત થયેલ છે ?
ત્યારે તે દેવે કુંડકૌલિક શ્રમણોપાસકને કહ્યું, હે દેવાનુપ્રિય ! મને તો આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવાનુભાવ અનુત્થાન, અકર્મ, અબળ, અવીર્ય, અપૌરુષ, અપરાક્રમથી જ મળેલ છે. પ્રાપ્ત થયેલ છે, અભિસમન્વિત થયેલ છે.
તે દેવનું કથન સાંભળીને પછી કંડકૌલિક શ્રમણોપાસકે તે દેવને કહ્યું, હે દેવાનુપ્રિય! જો તને આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવાનુભાવ અનુત્થાન, અબળ, અવીર્ય, અપુરુષાર્થ અને અપરાક્રમથી મળેલ છે. પ્રાપ્ત થયેલ છે, અધિગત થયેલ છે તો જે જીવોમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ નથી તે દેવ કેમ ન થયા ?
અને જો તેં આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરષ, પરાક્રમથી લબ્ધ કરેલ છે. પ્રાપ્ત કરેલ છે, અભિગત કરેલ છે, તો તું જે એમ કહે છે કે મખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે. કેમકે
- તેમાં ઉત્થાન નથી, કર્મ નથી, બળ નથી, વીર્ય નથી, પૌરુષ નથી, પરાક્રમ નથી, સર્વે ભાવ નિયત છે અને શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અસુંદર છે. કેમકે તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ અને પરાક્રમ છે અને સર્વે ભાવ અનિયત છે, તો તારું આ કથન મિથ્યા છે.
ત્યારે તે દેવ કુંડકૌલિક શ્રમણોપાસકની આ વાત સાંભળીને શંકિત, કાંક્ષિત, સંશયયુક્ત અને હતપ્રભ થઈને, કુંડકોલિક શ્રમણોપાસકને કંઈ પણ ઉત્તર ન આપી શક્યો અને તેના નામની મુદ્રિકા તથા ઉત્તરીય વસ્ત્રને પાછું પૃથ્વીશીલાપટ્ટક પર રાખી દીધું, રાખીને જે દિશામાંથી આવ્યો હતો, પાછો તે જ દિશામાં ચાલ્યો ગયો. ૦ ભગવંત મહાવીર દ્વારા કંડકૌલિક વૃત્તાંત કથન :
તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સમોસર્યા. ત્યારે તે શ્રમણોપાસક કુંડકૌલિક આ સંવાદને સાંભળીને કે – શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં અહીં પધાર્યા છે, અહીં પ્રાપ્ત થયા છે, અહીં સમોસર્યા છે અને આ જ કાંપિલ્યપુર નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org