________________
શ્રાવક કથા
૧૩ ૩.
૦ ભગવંત મહાવીર સાથે વાદ કરવામાં ગોશાળાનું અસામર્થ્ય :
ત્યારપછી સાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મખલિપુત્રને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ આવા છેક (ચતુર), આવા દક્ષ, આવા પ્રષ્ઠ, આવા નિપુણ, આવા નયવાદી (નિતિજ્ઞ) આવા ઉપદેશલબ્ધ, આવા વિજ્ઞાન પ્રાપ્ત છો, તો શું આપ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર સાથે વિવાદ–(ધર્મચર્ચા કરવામાં સમર્થ છો ?
(ગોશાલે કહ્ય) ના, એ અર્થ સમર્થ નથી. (શક્ય નથી)
હે દેવાનુપ્રિય ! આપ આ ક્યા કારણથી કહો છો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરની સાથે વિવાદ કરવામાં સમર્થ નથી ?
હે સદ્દાલપુત્ર ! જેમ કોઈ તરુણ પુરુષ આત્મિક અને શારીરિક શક્તિસંપન્ન બળવાન, નિરોગી, પરિપુષ્ટ હાથ-પગવાળો, પીઠ, પાંસળી, જંઘા આદિ સુગઠિત અંગવાળો, અત્યંત સઘન, ગોળાકાર સ્કંધવાળો, લંઘન, પ્લવન, વલ્સન, વેગપૂર્વક શીઘ્રતાથી કરાનારા વ્યાયામોમાં સક્ષમ, ઈટ પત્થરના ટુકડોથી ભરેલ ચામડાની થેલી, મુદ્ગર પૌષ્ટિક, સશક્ત બનેલ શરીરવાળો, આંતરિક ઉત્સાહ અને શક્તિયુક્ત, સહોત્પન્ન તાડના બે વૃક્ષોની માફક સુદઢ અને દીર્ઘ ભૂજાવાળા, છેક, દક્ષ, નિષ્ણાત, નિપુણ, શિલ્પોપગત પુરષ એક મોટા બકરા, ઘેટા, સુવર, મુરઘો, તીતર, બટેર, લાવા, કબૂતર, કાગડો, ચીલ, બાજના હાથ, પગ, ખુર, પૂંછ, પીઠ, સીંગ, વિષાણ, વાળ આદિને ગમે ત્યાંથી પકડી લે છે, તો તેને ત્યાંજ નિશ્ચલ, નિષ્પદ કરી દે છે.
આ જ પ્રકારે શ્રમણ ભગવંત મહાવીર પણ મને ઘણાં જ અર્થો, હેતુઓ, પ્રશ્રો, કારણો અને વ્યાખ્યાઓ દ્વારા જ્યાં ક્યાયથી પણ પકડી લેશે તો ત્યાંને ત્યાં જ નિરુત્તર કરી દેશે. તેથી હે સદાલપુત્ર ! હું આ પ્રમાણે કહું છું કે, તારા ધર્માચાર્ય, ધર્મઉપદેશક શ્રમણ ભગવંત મહાવીરની સાથે વિવાદ કરવામાં હું સમર્થ નથી.
ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ સંખલિપુત્રને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના સત્ય, યથાર્થ, સબૂત ભાવો દ્વારા ગુણકીર્તન કરી રહ્યા છો, તેથી હું આપને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યાસંસ્તારકને માટે આમંત્રિત કરું છું, પણ ધર્મ કે તપ માનીને નહીં. આપ મારી કુંભારશાળામાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક ગ્રહણ કરી વિચરો.
ત્યારપછી ગોશાલ મખલિપુત્રે સાલપુત્ર શ્રમણોપાસકના આ કથનને સાંભળ્યું અને સાંભળીને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક લઈ વિચરવા લાગ્યા.
ત્યારપછી ગોશાલ મખલિપુત્ર સદ્દાલપુત્ર શ્રમણોપાસકને અનેક પ્રકારની – આખ્યાપનાઓ, પ્રજ્ઞાપનાઓ, વિવિધ પ્રરૂપણાઓ, સંજ્ઞાપનાઓ અને વિજ્ઞાપનાઓ દ્વારા નિગ્રંથ પ્રવચનોથી વિચલિત, મુભિત અને વિપરિણામિત ન કરી શક્યો ત્યારે શ્રાંત, ફલાંત, ખિન્ન અને અત્યંત દુઃખી થઈને પોલાસપુર નગરથી નીકળ્યો અને નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યો. ૦ સદાલપુત્રની ઘર્મ જાગરિકા અને ઉપસર્ગ :
ત્યારે અનેક શીલ, વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org