________________
૧૩૨
આગમ કથાનુયોગ-૫
રક્ષા કરી રહ્યા છે, સંગોપન કરી રહ્યા છે, તેમને મોક્ષરૂપી મહાસુખકારી ક્ષેત્રને સંપ્રાપ્ત કરાવી રહ્યા છે. તેથી હે સદાલપુત્ર ! હું શ્રમણ ભગવંત મહાવીરને મહાગોપ કહી રહ્યો છું.
(ગોશાલ–) હે દેવાનુપ્રિય! શું અહીં મહાસાર્થવાહ પધારેલા ? (સદ્દાલપુત્ર–) હે દેવાનુપ્રિય! મહાસાર્થવાહ કોણ ? (ગોશાલ) હે સદાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે. – આપ ક્યા કારણથી શ્રમણ ભગવંત મહાવીરને મહાસાર્થવાહ કહો છો.
– હે દેવાનુપ્રિય ! સદ્દાલપુત્ર ! ખરેખર એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર સંસારરૂપી મહાઇટવીમાં અનેક જીવો જે નષ્ટ થઈ રહ્યા છે, વિનષ્ટ થઈ રહ્યા છે, ખવાઈ રહ્યા છે, છેદાઈ રહ્યા છે, ભેદાઈ રહ્યા છે, લુપ્ત થઈ રહ્યા છે, વિલુપ્ત થઈ રહ્યા છે, ઉન્માર્ગને પામ્યા છે, તેમને ધર્મરૂપી માર્ગ દ્વારા તેઓ રક્ષા કરી રહ્યા છે, મોક્ષરૂપી મહાનગરની તરફ સહારો આપી પહોંચાડી રહ્યા છે, તેથી હું એ પ્રમાણે કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે.
(ગોશાલ–) હે દેવાનુપ્રિય ! શું અહીં મહાધર્મકથી પધારેલા ? (સાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! મહાધર્મકથી કોણ ? (ગોશાલ-) શ્રમણ ભગવંત મહાવીર મહાધર્મકથી છે.
(સદાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! આપ કૂયા અભિપ્રાયથી કહો છો કે શ્રમણ ભગવંત મહાવીર મહાધર્મકથી છે.
(ગોશાલ–) હે દેવાનુપ્રિય ! ખરેખર, એ પ્રમાણે શ્રમણ ભગવાન્ મહાવીર આ વિશાળ સંસારમાં નશ્યમાન, વિનશ્યમાન, ખાદ્યમાન, છિદ્રમાન, બિદ્યમાન, લુપ્યમાન, વિલણમાન, ઉન્માર્ગગામી, સત્પથથી ભ્રષ્ટ, મિથ્યાત્વથી ગ્રસ્ત, આઠ પ્રકારના કર્મરૂપી, અંધકાર પટલના પટ્ટથી ઢંકાયેલ, ઘણાં પ્રાણીઓને અનેક પ્રકારની યુક્તિઓ, પ્રશ્નો, કારણો, વ્યાખ્યાઓ દ્વારા નિરુત્તર કરી દે છે અને ચતુર્ગતિવાળી સંસારરૂપી ભયંકર અટવીને સહારો આપીને (બહાર કાઢે છે) વિસ્તાર કરે છે. આ અભિપ્રાયથી હે દેવાનુપ્રિય! હું કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહાધર્મકથી છે.
(ગોશાલ-) હે દેવાનુપ્રિય ! શું અહીં મહાનિર્ધામક આવ્યા હતા ? (સદ્દાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! મહાનિર્ધામક કોણ છે? (ગોશાલ–) શ્રમણ ભગવંત મહાવીર મહાનિર્ધામક છે.
(સદ્દાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! કૂયા અભિપ્રાયથી આપ કહો છો કે શ્રમણ ભગવંત મહાવીર મહાનિર્ધામક છે?
(ગોશાલ–) હે દેવાનુપ્રિય ! ખરેખર, એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર સંસારરૂપી મહાસમુદ્રમાં નષ્ટ થતાં, વિનષ્ટ થતાં, ખવાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા, વડુમાણ, નિવડુમાણ અનેક પ્રાણીઓને ધર્મરૂપી નૌકા દ્વારા સહારો આપીને મોક્ષરૂપી કિનારે લઈ જાય છે. તેથી હે દેવાનુપ્રિય ! કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહાનિર્યામક (કર્મધાર) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org