________________
૩૪
આગમ કથાનુયોગ-૫
૦ લેપ શ્રાવકની કથા :
- ધર્મોપદેખા તીર્થકર મહાવીરના તે કાળમાં તથા તે સમયમાં રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધ, સ્તિમિત તથા સમૃદ્ધ હતું – યાવત્ – ઘણું જ સુંદર હતું. તે રાજગૃહ નગરની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામની બાહિરિકા-ઉપનગરી હતી, તે અનેક સેંકડો ભવનોથી સુશોભિત હતી – યાવત્ પ્રતિરૂપ હતી.
તે નાલંદા ઉપનગરીમાં લેપ નામે એક ગાથાપતિ રહેતો હતો. તે ઘણો જ ધનાય, દીપ્ત અને પ્રસિદ્ધ હતો. તે વિસ્તીર્ણ વિપુલ ભવનો, શયન, આસન, યાન અને વાહનોથી પરિપૂર્ણ હતો. તેની પાસે પ્રચૂર ધનસંપત્તિ અને સોનું તથા ચાંદી હતા. તે ધનાર્જનના ઉપાયોનો જ્ઞાતા અને અનેક પ્રયોગોમાં કુશળ હતો. તેને ત્યાંથી ઘણું જ ભોજન અને પાન લોકોને આપવામાં આવતું હતું. તે ઘણાં જ દાસીઓ, દાસો, ગાયો, ભેંસો અને બકરીઓનો સ્વામી હતો. તથા અનેક લોકોથી પરાભવ ન પામતો એવો–અપરાભૂત હતો.
તે લેપ ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ–અજીવનો જ્ઞાતા હતો. આશ્રવ, સંવર, વેદન, નિર્જરા, અધિકરણ, બંધ અને મોક્ષના તત્ત્વજ્ઞાનમાં કુશળ હતો. તે દેવગણોથી સહાયતા લેતો ન હતો, દેવગણ તેને વિચલિત કરવામાં સમર્થ પણ ન હતા.
તે લેપ શ્રમણોપાસક અન્ય દર્શનોની આકાંક્ષા કે ધર્માચરણના ફળની આકાંક્ષાથી દૂર હતો. તેને ધર્માચરણના ફળમાં કોઈ સંદેહ ન હતો. વળી તે ગુણીજનોની નિંદાજગુપ્તાથી દૂર રહેતો હતો. તે લબ્ધાર્થ હતો. તે ગૃહિતાર્થ હતો, તે પૃષ્ટાર્થ હતો. તે વિનિશ્ચિતાર્થ હતો. તેમજ તે અભિગૃહિતાર્થ હતો.
ધર્મ કે નિગ્રંથ પ્રવચનના અનુરાગથી તેની અસ્થિ અને મજ્જા રંગેલ હતા અર્થાત્ ધર્મ તેને અસ્થિમજ્જાવત્ પરિણમેલો હતો. તે દઢપણે માનતો હતો કે આ નિર્ચથપ્રવચન જ સત્ય છે, એ જ પરમાર્થ છે. તેના સિવાય શેષ સર્વે દર્શન અનર્થરૂપ છે.
તે લેપ ગાથાપતિનો સ્ફટિક જેવો નિર્મળ યશ ચારે તરફ ફેલાયેલો હતો. તેના ઘરના મુખ્ય દ્વાર યાચકો માટે હંમેશાં ખુલ્લા રહેતા હતા. રાજાના અંતઃપુરમાં પણ તેનો પ્રવેશ નિષિદ્ધ ન હતો, તેટલો તે વિશ્વસ્ત હતો.
તે ચૌદશ, આઠમ, અમાસ અને પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યક પ્રકારે પાલન કરતો એવો શ્રાવકધર્મનું આચરણ કરતો હતો. તે શ્રમણોને તથાવિધ, શાસ્ત્રોક્ત, નિર્દોષ, એષણીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચાર પ્રકારના દાન વડે પ્રતિલાભિત કરતો હતો. તે ઘણાં જ શીલગુણવ્રત તથા હિંસાદિથી વિરમવારૂપ અણુવ્રત, તપશ્ચરણ, ત્યાગ, નિયમ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિથી પોતાના આત્માને ભાવિત કરતો ધર્માચરણમાં રત રહેતો હતો.
તે લેપ ગાથાપતિની ત્યાંજ શેષદ્રવ્યા નામની એક ઉદક શાળા હતી, જે રાજગૃહની ઉપનગરી નાલંદાની બહાર ઇશાનખૂણામાં રહેલી હતી. તે ઉદકશાળા અનેક પ્રકારના સેંકડો સ્તંભો પર રહેલી હતી. ઘણી મનોરમ તેમજ અતીવ સુંદર હતી. તે શેષદ્રવ્યા નામની ઉદકશાળાના ઈશાન ખૂણામાં હસ્તિયામ નામે એક વનખંડ હતું, તે વનખંડ કાળા વર્ણ સદશ લાગતું હતું. ઇત્યાદિ વર્ણન ઉજવાઈ સૂત્ર અનુસાર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org