________________
શ્રાવક કથા
૩૩.
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
નમો નમો નિમ્મલદંસણસ શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમ:
આઝા-કથાનુયોગ-પ્રા
ખંડ-૪ શ્રાવક કથાનક
આગમ કથાનુયોગનો આ ચોથો ખંડ શ્રાવક કથાનકોને સમાવે છે. શ્રાવકો માટે વપરાયેલ આગમિક શબ્દ “શ્રમણોપાસક" છે. અલબત્ત શ્રાવક શબ્દ પણ આગમમાં સ્વીકૃત છે જ. વ્યુત્પત્તિ દૃષ્ટિએ તો “શ્રમણની ઉપાસના કરે તે શ્રમણોપાસક" જેવી વ્યાખ્યા જોવા મળે છે. તેમજ શ્રાવક એટલે – “અણુવ્રત પ્રતિપત્ર” અથવા “ધર્મશાસ્ત્ર શ્રવણ કરે તે” જેવી વ્યાખ્યા મળે છે. પણ અહીં આપણે વ્યાખ્યા કે પરિભાષામાં ડોકીયું કરવાને બદલે સર્વ સ્વીકૃત શ્રમણોપાસક અર્થમાં જ શ્રાવક કથા લીધેલ છે.
કથા રજુઆત પદ્ધતિ
- ખંડ-૨ શ્રમણ કથા અને ખંડ–શ્રમણી કથામાં સ્વીકૃત પદ્ધતિ અનુસાર અહીં પણ એ જ પદ્ધતિએ કથાઓની રજૂઆત કરી છે–
(૧) મૂળ આગમની કથા - આગમના ક્રમાનુસાર લખાયેલ છે. (૨) નિયુક્તિ કે ભાષ્ય કે ચૂર્ણ કે વૃત્તિમાંથી લેવાયેલ કથાઓને અ-કારાદિ ક્રમે નામો
પ્રમાણે રજૂ કરેલ છે. એક તફાવત - શ્રેણિકનું કથાનક અનેક મૂળ-આગમો અને વૃતિ આદિમાં આવે છે. તેને મૂળ આગમ અનુસારની કથા પછી અને નિયુક્તિ આદિની કથાઓની પહેલાં, એ રીતે રજૂ કરેલ છે.
Jain
...
.chternational
For Private & Personal Use Only
www.jainelibrary.org