________________
શ્રાવક કથા
૨૭૯
કથાવિભાગ – - સર્વ પ્રથમ મૂળ આગમોના ક્રમમાં અમે શ્રાવક કથાઓ આપી છે. - શ્રેણિકનો ઉલ્લેખ મૂળ આગમોમાં તેમજ વૃત્તિ આદિમાં અનેક સ્થાને હોવાથી બીજા ક્રમમાં
આ કથા વિભાગમાં તેને સ્થાન આપ્યું. - હવે કથા વિભાગનો ત્રીજો ક્રમ ચૂર્ણિવૃત્તિ આદિ વિવેચન સાહિત્ય આધારિત છે. જેમાં
અ-કારાદિ નામોના ક્રમમાં કથા નોધેલ છે.
૦ અંબડ શ્રાવક કથા :
આગામી ઉત્સર્પિણીમાં નવ જીવો ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરશે, તેમાંનો એક અંબઇ પરિવ્રાજક છે. (આ મત સ્થાનાંગ સૂત્ર-૮૭૧નો છે, બીજા મતે આ સંબડ જ આગામી ચોવીસીમાં થનારા બાવીશમાં તીર્થકરનો જીવ છે. જો કે સ્થાનાંગ સૂત્ર–૮૭૦માં તીર્થંકર નામકર્મ બાંધનાર નવ જીવોમાં અંબઇ નામનો ઉલ્લેખ નથી. તેથી તત્ત્વ શું છે તે બહુશ્રુતો જાણે)
આ અંબાને શ્રાવિકાબુદ્ધ કહે છે, કેમકે શ્રમણોપાસિકા સુલસા દ્વારા પ્રતિબોધ પામ્યો અર્થાત્ સર્વજ્ઞધર્મ ભાવિત થયો તેથી તેને શ્રાવિકાબુદ્ધ કહે છે.
અંબઇ નામે આ પરિવ્રાજક વિદ્યાધર શ્રમણોપાસક હતો. તે ચંપાનગરીમાં ભગવંત મહાવીર સમીપે ધર્મશ્રવણ કરીને રાજગૃહ નગરી જવા માટે ઉદ્યત થયો. તે જ્યારે જતો હતો ત્યારે ભગવંત મહાવીરે અનેક જીવોના ઉપકારના નિમિત્તે તેને કહ્યું કે, સુલાસા શ્રાવિકાને રાજગૃહમાં કુશળ વાર્તા કહેજે. (મારા ધર્મલાભ કહેજે). ત્યારે તે અંબS વિચારવા લાગ્યો કે, ખરેખર ! સુલસા પુણ્યવતી છે કે જેને ત્રિલોકના નાથ પોતાની કુશળ વાર્તા (ધર્મલાભ) સંદેશો મોકલી રહ્યા છે.
તે સુલતામાં એવા કથા ગુણ છે, તે મારે તેની સમ્યકત્વ પરીક્ષા કરીને જાણવું જોઈએ. ત્યારે અંબઇ પરિવ્રાજક વેષધારણ કરીને ગયો. ત્યાં જઈને કહ્યું, હે આયુષ્યમતી! તને ધર્મભક્તિ થશે માટે તું મને ભક્તિથી ભોજન આપ. ત્યારે સુલસાએ તેને કહ્યું કે, જે વિદિત હોય તેને જ ભક્તિથી ભોજન આપવું જોઈએ.
ત્યારે તેણે વિદ્યાશક્તિથી આકાશે તામરશાસન વિકુવ્યું. લોકોને વિસ્મય પમાડ્યા. ત્યારે લોકોએ તેને ભોજન માટે નિમંત્રણા કરી. અંબડે તે નિમંત્રણનો સ્વીકાર ન કર્યો. લોકોએ પૂછયું કે, હે ભદંત ! આપને કોણ ભોજન માટે નિમંત્રે તો આપ માસક્ષમણનું પારણું કરશો? તેણે કહ્યું, સુલસા નિમંત્રે તો હું પારણું કરું. ત્યારે લોકોએ સુલસાને કહ્યું કે, તારા ઘેર આ સુધાતુર ભિક્ષુને નિમંત્રણ આપ.
સુલતાએ કહ્યું કે, આપણે પાખંડીને શા માટે નિમંત્રણ આપવું. લોકોએ અંબને આ વાત જણાવી. ત્યારે અંબડે જાણ્યું કે, આ પરમ સમ્યગ્દષ્ટિ શ્રાવિકા છે જેથી મહા–અતિશયના દર્શનથી પણ તેણીને દૃષ્ટિવ્યામોહ થતો નથી. ત્યારે લોકો સાથે તેના ઘેર જઈ નૈષધિકી કરી પંચનમસ્કારનું ઉચ્ચારણ કર્યું. પછી પ્રવેશ કર્યો. ત્યારે સુલસાએ પણ અભ્યત્થાન આદિ વિનય પ્રતિપત્તિ કરી. અંબડે પણ તેણીની ઉપબૃહણા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org