________________
૨૦૮
પિતૃસેનકૃષ્ણ અને મહાસેન કૃષ્ણ કોણિક કે જે છઠ્ઠી નરકે ગયો.
(૨) શ્રેણિકના નરકે ગયેલા પુત્રો
કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ,
-
આ બધા પુત્રો ચોથી નરકે ગયા અને
(૩) શ્રેણિક પુત્ર – નંદિષણ –
–
તેણે પોતાના એક શિષ્યને વ્રત પાલનમાં દૃઢ કરેલ, તેવો ઉલ્લેખ નંદિષણની કથામાં આવે છે. પારિણામિકી બુદ્ધિના દૃષ્ટાંતમાં આ વાત આવે છે પણ તેની ગતિનો ઉલ્લેખ નથી.
-
બીજા મતે ગ્રંથકારો દશ-દશને પ્રતિબોધ કરનાર નંદીષણને શ્રેણિક રાજાના પુત્રરૂપે ઓળખાવે છે. જે મોક્ષે ગયેલ. (પણ આ નંદીષેણ શ્રેણિક રાજાનો જ પુત્ર હોવા વિશે મતભેદ છે)
શ્રેણિક પુત્ર—નંદિષણ—
(આવશ્યક સૂત્ર—નિયુક્તિ૧૨૮૪ની વૃત્તિ અનુસારૂ)
—
આગમ કથાનુયોગ-૫
કોઈ એક બ્રાહ્મણ હતો. તે નિરંતર યજ્ઞ કરતો હતો. તેના દાસને તેણે યજ્ઞપાટે સ્થાપિત કરેલો. તે દાસે કહ્યું કે જો શેષ (ભોજનાદિ) મને આપશો તો જ હું યજ્ઞમાં રોકાઈશ અન્યથા હું રોકાઈશ નહીં. ત્યારે તે બ્રાહ્મણે તે દાસની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારે તે દાસ પણ ત્યાં રોકાયો. તે દાસને જે કંઈ શેષ (ભોજનાદિ) મળતા, તેમાંથી તે સાધુઓને આપતો (દાન કરતો). આ દાનના પ્રભાવથી તેણે દેવ સંબંધી આયુષ્યનો બંધ કર્યો. દેવલોકથી ચ્યવીને તે શ્રેણિક રાજાનો પુત્ર નંદિષણ થયો અને પેલો બ્રાહ્મણ સંસાર ભ્રમણ કરીને સેચનક હાથી રૂપે ઉત્પન્ન થયો.
જ્યારે જ્યારે નંદિષણ તે સેચનક હાથી પર આરૂઢ થતો હતો ત્યારે—ત્યારે તે સેચનક હાથી અપહત મન સંકલ્પવાળો થઈ જતો. વિમનસ્ક થઈ જતો. કેમકે તે અધિ (વિભંગ) જ્ઞાનથી આ બધું જાણતો હતો.
નંદીષેણ શેષ કથા શ્રમણ વિભાગમાં શ્રેણિક પુત્ર નંદિષણ શ્રમણમાં જોવી.
આ રીતે પૂર્વભવનો સુમંગલ રાજા વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થઈને પછી પ્રસેનજિત રાજાનો પુત્ર શ્રેણિક થયો. ભગવંત મહાવીરના અનન્ય ભક્ત એવો આ શ્રેણિક રાજા મૃત્યુ પામીને નરકે ગયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને આગામી ઉત્સર્પિણીમાં આગામી ચોવીસમાં પ્રથમ તીર્થંકર મહાપદ્મ થશે જેને વ્યવહારમાં ગ્રંથકારો પદ્મનાભ નામે ઓળખાવે છે.
-
૦ આગમ સંદર્ભ :
કથાના આરંભે અપાઈ ગયેલ છે. ત્યાં જોઈ લેવા.
X - * -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org