________________
શ્રાવક કથા
૨૭૭
મતે-) ચેલણાના પુત્રો અને કોણિકના નાના ભાઈઓ એવા, વિહલને સેચનક હાથી અને હલ્લને દિવ્ય હાર ભેટ આપેલો હતો. શ્રેણિક રાજાએ નંદા રાણીને જે બે દિવ્ય કુંડલ અને બે દિવ્ય વસ્ત્ર આપેલા, તે પણ નંદા રાણીએ દીક્ષા લીધી ત્યારે હુલ્લ–વિપુલને આપી દીધેલા. (જનું સમગ્ર વર્ણન આ પૂર્વે કોણિક રાજાની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – “કોણિક શ્રાવક' ૦ કોણિક દ્વારા બંધન અને શ્રેણિકની આત્મ હત્યા :
કોણિકે પૂર્વભવના વૈરાનુબંધને કારણે પોતાના જ પિતા શ્રેણિકને બંધનમાં નાંખ્યા, રોજ તે શ્રેણિકને ૧૦૦ કોરડા મારતો હતો, તેણે શ્રેણિકના ભોજન–પાણી પણ બંધ કરાવી દીધેલા – ૪ – ૪ – ૪ – ચેલણા દ્વારા જ્યારે કોણિકને તેના જન્મથી સમગ્ર વૃત્તાંત કહેવામાં આવ્યો ત્યારે તે પશ્ચાત્તાપથી બળતા હૃદયે પિતા શ્રેણિકને બંધનમુક્ત કરવા દોડ્યો - X - X – ૪ - શ્રેણિક રાજાએ તે વખતે તાલપુટ વિષ ખાઈને આત્મહત્યા કરી. ત્યાંથી મૃત્યુ પામીને શ્રેણિક નરકે ગયા. (આ સમગ્ર વૃત્તાંત કોણિક રાજાની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ કોણિક—શ્રાવક–રાજા) ૦ શ્રેણિક રાજાની રાણીઓ :
શ્રેણિક રાજાને નંદા, ધારિણી, ચેલણા આદિ અનેક રાણીઓ હતી. મુખ્ય બે વિભાગમાં તેનો ઉલ્લેખ કરી શકાય :(૧) અંતકૃત્ કેવળી થયેલી રાણીઓ
નંદા, નંદવતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાયિકા અને ભૂતદત્તા – તથા – કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા અને મહાસેન કૃષ્ણા. (આ સર્વે રાણીઓની કથા શ્રમણી વિભાગમાં
તેમના તેમના કથાનકમાં આવેલી છે ત્યાંથી જોઈ લેવી). (૨) જેમનું નામ વિશેષ પ્રખ્યાત બનેલ છે તેવી રાણીઓ
નંદા (સુનંદા) – અભયકુમારની માતા, ચેલ્લણા – કોણિક, હલ્લ, વિહલ્લની માતા અને ધારિણી – જે મેઘકુમારની માતા હતા. આ સિવાય તેણીના
જાતિ આદિ સાત પુત્રો અને દીર્ધસેન આદિ તેર પુત્રોએ પણ દીક્ષા લીધેલી. ૦ શ્રેણિક રાજાના પુત્રો :
શ્રેણિક રાજાને અનેક પુત્રો હતો. જેમાં અભયકુમાર, મેઘકુમાર અને કોણિક વિશેષ પ્રસિદ્ધ બન્યા હતા. તે સિવાય પણ તેને અનેક પુત્રો હતા અને શ્રેણિક પુત્ર રૂપે નંદિષણનો પણ વિશેષ ઉલ્લેખ આવે છે. (૧) શ્રેણિકના અનુત્તર વિમાને ગયેલા પત્રો
જાલી, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિણ, દીર્ધદંત, લષ્ટત, વેહલ, વેડાયસ અને અભયકુમાર – તથા – દીર્ધસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ, દ્રુમ, દ્રુમસેન અને મહઠુમસેન અને મેઘકુમાર (આ સર્વે કથા તેતે શ્રમણોની કથામાં જોવી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org