________________
૨૮૦
આગમ કથાનુયોગ–૫
આ જ દૃષ્ટાંત નિશીથ સૂત્રના ભાષ્ય-૩૨ની ચૂર્ણિમાં તથા દશવૈકાલિક સૂત્રની નિયુક્તિ ૧૮૩ની વૃત્તિમાં પણ આવે છે. ત્યાં તે અમૂઢદૃષ્ટિની વ્યાખ્યામાં આવે છે તે આ પ્રમાણે~)
ભગવંત મહાવીર ચંપામાં સમોસર્યા. રાજગૃહી જતાં અંબડ પરિવ્રાજકને સ્થિર કરવા માટે સુલસાને ધર્મલાભ કહેવા જણાવ્યું. તેને થયું કે અરિહંત જેના સમાચાર પૂછે છે, તેણી ધણી પુણ્યવતી હોય, માટે તેણે પરીક્ષા નિમિત્તે ભોજનની યાચના કરી. સુલસાએ ભોજન ન આપતા ઘણાં રૂપો વિકુર્તીને ભોજન માંગ્યુ. તો પણ ન આપ્યું અને કહ્યું કે, અનુકંપા બુદ્ધિએ આપું, પણ સુપાત્રબુદ્ધિએ ન આપું. ત્યારે અંબડે કહ્યું કે, સુપાત્ર સમજીને આપ તો હું ગ્રહણ કરું. સુલસા તે વાત ન સ્વીકારી. ત્યારે અંબડે પદ્માસનની વિકુર્વણા કરી. ત્યારે સુલસાએ કહ્યું, તે બ્રહ્મા હોય તો પણ તેને સુપાત્ર બુદ્ધિએ ભોજન ન આપું. ત્યારે તેણે પોતાનું રૂપ સંહરી લીધું અને ભગવંત મહાવીરનો વૃત્તાંત કહી સત્ય હકીકત જણાવી.
૦ આગમ સંદર્ભ :
આયા.ચૂ.પૃ. ૧૩; પત્ર. ૧૮૯ ની વૃ; દ.નિ. ૧૮૩ની ;
૦ આનંદ શ્રાવકની કથા ઃ
ઠા. ૮૭૧ + ; નિસીભા. ૩૨ની ચૂ;
Jain Education International
— —
ભગવંત મહાવીર નવમું ચાતુર્માસ કરીને વિહાર કરતા વાણિજ્યગ્રામ ગયા. ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક હતો. તે છઠના પારણે છટ્ઠ કરવા સાથે આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું. તેણે અવધિજ્ઞાનથી (છદ્મસ્થાવસ્થામાં રહેલા) તીર્થંકર મહાવીરને જોયા. વંદના કરીને બોલ્યો કે, અહો ! ભગવંત મહાવીર કેવા-કેવા પરીષહો સહન કરી રહ્યા છે. હવે તેઓને ટૂંક સમયમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું છે અને પૂજાને યોગ્ય થવાના છે. ત્યારપછી ભગવંતે દશમું ચોમાસુ શ્રાવસ્તીમાં કર્યું.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૯૫ની વૃ;
-X-X
-
મ
=
સમ. ૩૫૮, ૩૬૪; દસયૂ.પૃ. ૯૬;
૦ ઉદાઈ શ્રાવકની કથા ઃ
ભગવંત મહાવીરના શાસનમાં જે નવ જીવોઓ તીર્થંકર નામકર્મ બાંધ્યુ, તેમાંના એક ઉદાયિ છે. જે આગામી ચોવીસીમાં તીર્થંકર થશે (એવો સ્થાનાંગ સૂત્ર−૮૭૦ની વૃત્તિમાં વૃત્તિકાર અભયદેવસૂરિનો અભિપ્રાય છે
અલબત્ત આ વિશે મતભેદ પણ છે.)
રાજા કોણિક અને રાણી પદ્માવતીનો પુત્ર ઉદાયી નામે થયો. તે નાનો બાળક હતો ત્યારે કોણિકને તેના પર અપાર સ્નેહ હતો. કોઈ વખતે કોણિક જમવા બેઠેલો, ઉદાયિકુમાર તેના ખોળામાં બેઠો હતો. તે બાળકે પેશાબ કર્યો, ત્યારે તેનું મૂત્ર કોણિકના ભોજન થાળમાં ગયું ત્યારે કોણિક ગુસ્સે પણ ન થયો, ચલિત પણ ન થયો કે પુત્રનો
For Private & Personal Use Only
આવ યૂ.૧-પૃ. ૩૦૦;
www.jainelibrary.org