________________
શ્રાવક કથા
કોઈ દોષ પણ ન કાઢ્યો. માત્ર મૂત્રવાળા ભાત એક તરફ કરી જમવા લાગ્યો. એટલી હદે તેને ઉદાયિ પરત્વે પ્રીતિ હતી.
૨૮૧
કોણિકના મૃત્યુ પછી તે ઉદાયિ રાજા થયો. ઉદાયિને ચંપાનગરીમાં ઘણો ઉદ્વેગ થતો કે આ મારા પિતાની નગરી છે હું જ્યાં સુધી અહીં રહીશ ત્યાં સુધી મને બધું જ યાદ આવ્યા કરશે. માટે મારે બીજે ક્યાંક રાજધાની કરવી. ત્યારે તેણે વાસ્તુ પાઠકોને નગરી માટે યોગ્ય સ્થાન શોધવા મોકલ્યા. તેઓએ કોઈ સ્થળે પાટલિ વૃક્ષ ઉપર ચાષને જોયા. તે ચાષ પક્ષીના મુખમાં કીડાઓ આપમેળે આવીને પડતા હતા. ત્યારે વાસ્તુપાઠકોએ વિચાર્યું કે જો અહીં રાજધાની કરવામાં આવે તો આપમેળે રત્નોના ઢગ થશે. તેથી ત્યાં નગરી વસાવી. પછી નૈમિતિકની સલાહ અનુસાર ત્યાં વિધિ કરી. તેને પાટલિપુત્ર નામ આપ્યું.
પાટલિપુત્ર નગરીની રચના કરીને ઉદાયિ રાજાએ નગરની મધ્યભાગે ચૈત્યગૃહ જિનાલય કરાવ્યું. પછી ત્યાં રહીને રાજ્યને ભોગવવા લાગ્યા. તે ઉદાયિ રાજાએ પોતાની પ્રચંડ આજ્ઞાથી સમગ્ર ખંડિયા રાજાઓ પર આજ્ઞા ચલાવવાને કારણે નિરંતર ચિત્તમાં ખેદ અનુભવતા હતા. કોઈક સમયે કોઈક અપરાધથી એક રાજાનો તેના પરિવાર સહિત દેશ પડાવી લીધો. તે રાજાને દેશપાર કર્યો. અનુક્રમે તે ઉજ્જૈની પહોંચ્યો અને તેના રાજાની સેવામાં તત્પર બન્યો.
ત્યારપછી હંમેશા ઉદાયિ રાજાની આજ્ઞા પાળવાથી કંટાળેલા ઉજ્જૈની રાજાએ કહ્યું કે, અમને એવો કોઈ અંકુશ મળતો નથી કે જે આ માથાભારે ઉદાયિ રાજાને દૂર કરે. તે વખતે સેવક બનેલા તેના પ્રત્યે મહારોષવાળા રાજપુત્રએ કહ્યું કે, જો આપ મને પીઠબળ આપો, તો હું આ કાર્ય સાધી આપું. એટલે રાજાએ તેમાં સંમતિ આપી. ત્યારે તે કંકલોહની છરી ગ્રહણ કરીને પાટલિપુત્ર પહોંચ્યો. પર્ષદાના સેવક વર્ગની સેવા કરવા
લાગ્યો. તે ઉદાયી રાજા શ્રમણોપાસક હતો. સંવિગ્ન ગીતાર્થ સદ્ગુરુ પર્યુપાસના પરાયણ એવો તે આઠમ-ચૌદશ આદિ પર્વ દિનોમાં રાજ્યકાર્ય છોડીને એકાગ્ર ચિત્તથી પરમસંવેગરસ પ્રકર્ષથી સામાયિક અને પૌષધ કરતો હતો. કોઈ આચાર્ય ત્યાં રહેલા રાજા તેમની સમીપે પૌષધ કરતો હતો. આચાર્ય ભગવંત પૌષધના દિવસોમાં રાજભવનમાં પધારતા. ઉદાયી રાજાએ પણ પોતાના પરિવારને સૂચના આપેલી કે, સાધુઓને જતા આવતા રોકવા નહીં. આ હકીકત પેલા દુષ્ટ અભિપ્રાયવાળા રાજપુત્રના જાણવામાં આવી. ત્યારે રાજસેવાનો ત્યાગ કરી, ગુરુના ચિત્તને પ્રસન્ન કરી કપટથી વિનયોપચાર પૂર્વક તેણે દીક્ષા ગ્રહણ કરી.
કપટપૂર્વક દીક્ષાનું પાલન કરતા તેણે બધાંને ખુશ કરી દીધા. રાજાને મારી નાંખવા માટેની તક શોધવા લાગ્યો. કોઈ વખતે તે આચાર્ય ભગવંત સાથે ઉપકરણાદિ લઈ સંધ્યાકાળે રાજભવનમાં પહોંચ્યો. ઉદાયી રાજાએ પૌષધ અંગીકાર કરેલો. કાલપ્રતિક્રમણ આદિ વિધિ પૂર્ણ ધર્મકથા કહીને આચાર્ય તથા પૌષધસ્થિત રાજા નિદ્રાધીન થયેલા. ત્યારે દીક્ષાના સમયથી છૂપાવેલી તે છરી કાઢી અને કંકલોહની છરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org