________________
૨૦૪
આગમ કથાનુયોગ-૫
પિરિપિટિકાના વાદક તેને ફૂંકતા હતા. પણવ અને પટહના વાદક આહત કરતા હતા, એ રીતે કોઈ ભંભા અને હોરંભ પર ટંકાર મારતા, ભેરી, ઝલ્લરી અને દુંદુભિને તાડિત કરતા, મુરજ-મૃદંગ અને નંદીમૃદંગનો આલાપ લેતા, આલિંગ, કુસુંબ ગોમુખી અને માદલ પર ઉત્તાડન કરતા, વીણા–વીપંચી અને વલ્લકીને મૂર્શિત કરતા, મહતવીણા, કચ્છપી વીણા અને ચિત્રવીણાને કૂટતા, બદ્ધીસ, સુઘોષા, નંદીઘોષ વીણાઓનું સારણ કરતા, ભ્રામરી, પભ્રામરી, પરવાદિની વીણાનું સ્ફોટન કરતા, તૂણ અને તુંબવીણાનો સ્પર્શ કરતા, આમોટ–કુંભ અને નકુલને ખણખણાવતા, મૃદંગ–હુડુક્ક અને વિચિક્કીને મૃદુ સ્પર્શ કરતા, કરડ, ડિંડિમ, કિણિત અને કદંબ વગાડતા; દર્દક, દર્દરિકા, કુતુંબરુ, કલશિકા, મટુકને જોરજોરથી તાડિત કરતા, તલ, તાલ, કાંસ્યતાલને ધીમેથી તાડિત કરતા, રિંગિરિસિકા, લત્તિકા, મકરિકા અને સુસુમારિકાને ઘટ્ટન કરતા, તેમજ વંશી, વેણુ, વાલી, પરિલ્લી તથા વદ્ધકોને ફૂંકતા હતા. આ રીતે બધા પોતપોતાના વાદ્યો વગાડતા હતા.
તે દિવ્ય સંગીત, દિવ્ય વાદન અને દિવ્ય નૃત્ય આ પ્રકારના અદ્ભુત, શૃંગાર, રૂપ, ઉદાર, મનોજ્ઞ, મનોહર હતા કે તે મનમોહક ગીત, મનોહર નૃત્ય, મનોહર વાદન બધાંના ચિત્તમાં સ્પર્ધા ઉત્પન્ન કરતા હતા, દર્શકોના અવાજથી નાટ્યશાળા ગુંજતી હતી. આ પ્રમાણે બધાં દેવકુમાર–દેવકુમારીઓ દિવ્યક્રીડામાં પ્રવૃત્ત હતા.
ત્યારપછી તે બધાં દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર અને ગૌતમ આદિ નિર્ગથે શ્રમણોની સમક્ષ – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ આ આઠ મંગલદ્રવ્યોને આકારે રૂ૫ દિવ્ય નૃત્ય દેખાડ્યા. – આ પ્રથમ નૃત્યવિધિ હતી.
(૨) ત્યારપછી બીજી નૃત્યવિધિ પ્રારંભ કરવાને માટે તે બધાં દેવકુમાર અને દેવકુમારીઓ એકઠા થયા. થઈને – યાવત્ – દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થયા.
ત્યારે તે સર્વે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાણક, વર્ધમાનક, મસ્યાંડક, મકરાંડક, જાર, માર, પુષ્પાવલિ, પાપત્ર, સાગર, તરંગ, વસંતલતા, પઘલતાની આકૃતિરૂપ દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું.
(૩) એ પ્રમાણે એક એક નૃત્યવિધિ બતાવ્યા પછી બીજી પ્રારંભ કરવાની મધ્યે તે દેવકુમાર–દેવકુમારીઓ એકત્રિત થતા ત્યાંથી આરંભ દિવ્યક્રીડામાં પ્રવૃત્ત થવા સુધીનું સમગ્ર કથન પૂર્વવત્ જાણવું.
ત્યારપછી તે બધાં દેવકુમાર–દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ ઇહામૃગ, વૃષભ, તુરગ, નર, મકટ, વિડગ, વ્યાલક, કિન્નર, મૃગ, સરભ, અમર, કુંજર, વનલતા, પઘલતાની રચનારૂપ દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૪) ત્યારપછી તેમણે એકતોવક્ર, દ્વિધાવક્ર, એકતનમિત, દ્વિઘાતઃનમિત, એકતઃ ચક્રવાલ, દ્વિધાતઃ ચક્રવાલ. એ પ્રમાણે ચક્રાર્ધ ચક્રવાલ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org