________________
શ્રાવિકા કથા
૩૧૫
૦ રેવતી શ્રાવિકાની કથા :
ભગવંત મહાવીરના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધનાર નવ જીવોમાં જેનું એક નામ છે. તે રેવતી શ્રાવિકા, ભગવંતના ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓમાં મુખ્ય બે નામ આવે છે. તેમાંના એક રેવતી શ્રાવિકા અને બીજા સુલસા શ્રાવિકા. આ રેવતી શ્રાવિકા મેંઢિક ગ્રામની નિવાસીની હતી. તે આદ્ય – યાવત્ – અપરાભૂત હતી.
કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા મેંઢિક ગ્રામ નગરની બહાર જ્યાં શાલકોષ્ઠક ઉદ્યાન હતું. ત્યાં પધાર્યા – યાવત્ - પર્ષદા વંદન કરીને પાછી ફરી. તે સમયે ગોળાએ ભગવંત પર છોડેલ તેજોલેશ્યાને કારણે શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં માપિડાકારી વ્યાધિ ઉત્પન્ન થયેલી. જે ઉજ્વલ – થાવત્ - રિધિસહ્યા હતી. તે વ્યાધિથી પિત્તજ્વર થતાં ભગવંતનું આખું શરીર વ્યાપ્ત થયેલું અને શરીરમાં અત્યંત દાહ ઉત્પન્ન થયો હતો. તેમજ પ્રભુને લોહી ખંડવા થઈ ગયેલ.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના એક અંતેવાસી સિંહ નામક અણગાર હતા. જે પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તેઓ માલુકા કચ્છની નજીક નિરંતર છઠ–છઠનું તપશ્ચરણ કરતા પોતાની બંને ભુજાઓ ઉપર ઉઠાવીને આતાપના લેતા હતા. (ઇત્યાદિ બધું વર્ણન સિંહ અણગારની કથામાં તથા તીર્થંકર મહાવીરના ચરિત્રમાં કહેવાઈ ગયેલ છે.) – થાવત્ – ભગવંતની વેદનાની વાત સાંભળીને તેઓ અત્યંત જોરજોરથી રડી રહ્યા હતા. – ૪ – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણોને કહીને સિંહ અણગારને બોલાવ્યા. – ૪ – ૪ – ૪ – પછી ભગવંતે કહ્યું કે
હે સિંહ ! તમે મૅઢિકગ્રામ નગરમાં રેવતી ગાથાપત્નીના ઘેર જાઓ અને ત્યાં રેવતી ગાથાપત્નીએ મારા માટે કોળા પાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેણીએ માર્જર નામક વાયુને શાંત કરવાને માટે બિજીરા પાક બનાવેલ છે જે તેણીના અશ્વો માટે છે, તેનું મારે પ્રયોજન છે. તે જઈને લઈ આવો – ૮ – ૮ – ૮ – સિંહ અણગારે રેવતી ગાથાપત્નીના ઘરમાં પ્રવેશ કર્યો.
ત્યારે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને જેવા આવતા જોયા કે ત્યાંજ હર્ષિત અને સંતુષ્ટ થઈને જલ્દી પોતાના આસનેથી ઉઠી, સિંહ અણગાર સમક્ષ સાત-આઠ ડગલા ચાલી. ત્રણ વખત જમણી બાજુથી પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કરીને બોલી કે, હે દેવાનુપ્રિયે ! આપના પધારવાનું પ્રયોજન જણાવો અર્થાત્ આપને શેનો ખપ છે તે કહો. ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને કહ્યું, હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવંત મહાવીર માટે તમે જે કોળા પાક તૈયાર કર્યો છે, તેનું મારે પ્રયોજન નથી, પણ આપને ત્યાં જે બિજોરાપાક છે, તેનું મારે પ્રયોજન છે.
ત્યારે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને કહ્યું કે, એવા કોણ જ્ઞાની અથવા તપસ્વી છે, જેણે મારા અંતરની આ રહસ્યમય વાત જાણી લીધી અને આપને કહી. જેનાથી આપ આ જાણો છો ? ત્યારે સિંહ અણગારે કહ્યું કે, ભગવંત મહાવીરના કહેવાથી હું આવેલ છું. ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયેલી રેવતી ગાથાપત્ની રસોઈગૃહમાં ગયા. સિંહ અણગાર પાસે બિજોરા પાક લાવીને આવી. બધો જ બિજોરા પાક સખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org