________________
૩૧૪.
આગમ કથાનુયોગ-૫
૦ ભદ્રા શ્રાવિકાની કથા -
વાણારસી નગરીમાં ચુલની પિતા નામે એક શ્રમણોપાસક હતો. તેની માતા ભદ્રા પણ શ્રમણોપાસિકા હતા. – ૮ – – ૮ – ૪ – જ્યારે કોઈ દેવે યુલની પિતા શ્રાવકને ઉપસર્ગ કર્યો અને તે ઉપસર્ગથી ચુલનીપિતા ચલિત થઈ ગયો. ત્યારે તેની માતા ભદ્રા શ્રાવિકાએ ચુલની પિતા શ્રમણોપાસકને – ૪ – ૪ - ૪ - સમજાવ્યું કે, હે પુત્ર! તારાથી વ્રત, નિયમ, પૌષધ ખંડિત થયા છે, તું આ સ્થાનની આલોચના કર, પ્રતિક્રમણ કર, નિંદા કર, ગહ કર, તેનાથી નિવૃત્ત થા, આ અકાર્યની શુદ્ધિ કર, યથોચિત પ્રાયશ્ચિત્તની તૈયારી કર, તેના માટે તપ કર્મ સ્વીકાર કર. – ૪ – ૪ – એ રીતે તેણીએ ચુલની પિતા શ્રાવકને સ્થિર કર્યો.
(આ કથા ચુલની પિતા શ્રાવકની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩૦;
– ૪ – ૪ – ૦ ભદ્રા શ્રાવિકાની કથા –
પુરિમતાલ નામે નગરમાં વલ્ગર નામે એક શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તેણી વંધ્યા હતી. કોઈ જ સંતાનને જન્મ આપ્યો ન હતો. – ૪ – ૪ – ૪ – ભગવંત મલ્લી સ્વામીની પ્રતિમા સન્મુખ માનતા માની – ૪ – ૪ – ૪ – પુત્રનો જન્મ થયો – x – ૪ – તેઓએ ભગવંત મલ્લીનું જિનાલય ફરીથી બનાવ્યું – ૮ – ૪ – તેમની નિત્ય ભક્તિપૂજા અને ત્રણે સંધ્યા અર્ચના કરવા લાગ્યા. (ભદ્રા શ્રાવિકાની કથા વલ્ગર શ્રાવકની કથામાં તથા તીર્થંકર મહાવીરની કથામાં આવી ગયેલ છે, ત્યાં જોવી.)
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૯૦ + આવ.પૂ.૧– ૨૯૪, ૨૯૫; આવ.મ... ૨૮૪;
– ૪ – ૪ – - મિત્રવતી શ્રાવિકાની કથા :
ચંપાનગરીમાં સુદર્શન શ્રેષ્ઠી પુત્ર હતો. તેની પત્ની મિત્રવતી હતી. જે મનોરમા નામે પણ ઓળખાય છે – ૪ – ૪ – ૪ – જ્યારે સુદર્શન શ્રાવકની પર અભયારાણીએ ખોટો આક્ષેપ મૂક્યો અને રાજાએ સુદર્શન શ્રાવકને ફાંસીની સજા કરી. ત્યારે તેની પત્ની મિત્રવતીએ સત્યાણ યક્ષને આશ્રિને કાયોત્સર્ગ કર્યો. મિત્રવતી શ્રાવિકાની ભક્તિથી પ્રસન્ન થઈને સુદર્શન શ્રેષ્ઠીને શૂળીનું સિંહાસન બનાવી દીધું. (આ કથા સુદર્શન શ્રાવકની કથામાં શ્રાવક વિભાગમાં આવી ગયેલ છે.)
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૫૫૦ ની વૃ
આવ.યૂ.ર-૫. ૨૭૧; – ૪ –– » –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org