________________
૨૫૪
અશન—પાન આદિ ભોજન કરાવશે, સત્કાર–સન્માન કરશે. —માતાપિતા ધર્મમાં ઢ બન્યા. તેથી દૃઢપ્રતિજ્ઞ નામ રાખશે. —ત્યારે માતાપિતાએ અનુક્રમે સ્થિતિપતિતા, ચંદ્રસૂર્ય દર્શન, ધર્મજાગરણ, નામકરણ, અન્નપ્રાશન, પ્રજ૫ન, પ્રતિવર્ષાપન, પંચક્રમણ, કર્ણવેધન, સંવત્સર પ્રતિલેખ, ચૂલોપનયન આદિ કાર્યો કરશે.
-તે દૃઢ પ્રતિજ્ઞ ક્ષીરધાત્રી આદિ પાંચ ધાત્રીથી ઉછેરાવા લાગશે. —કંઈક અધિક આઠ વર્ષનો થતાં દૃઢ પ્રતિજ્ઞને કલાચાર્ય પાસે મૂકશે. -તે બાળક લેખન, ગણિતથી શકુનિરત પર્યંતની બોતેર કળાઓ શીખશે. “યુવાન અને કલાવિશારદ થયેલ, યુદ્ધ કળા પ્રવીણ, વિકાલચારી થયેલા તે બાળકના માતાપિતા તેને ભોગને માટે સંકેત કરશે.
આગમ કથાનુયોગ–૫
-તે પ્રતિશ કુમાર કામ કે ભોગમાં લેશમાત્ર લિપ્ત નહીં થશે. -તથારૂપ સ્થવિરોની પાસે તે દૃઢપ્રતિજ્ઞ પ્રવ્રજ્યા અંગીકાર કરશે. -દૃઢપ્રતિજ્ઞ અણગાર કાળક્રમે કેવળજ્ઞાન–કેવળદર્શન પામશે. —દૃઢપ્રતિજ્ઞ કેવલિ અનેક વર્ષો સુધી કેવલિરૂપે વિચરણ કરશે. -છેલ્લે સર્વ કર્મનો ક્ષય કરી, સર્વે દુઃખથી મુક્ત થઈ મોક્ષે પધારશે.
(આ સમગ્ર વર્ણન અંબડાવકમાં તેના ભાવિ દૃઢપ્રતિજ્ઞના ભવમાં કરાઈ ગયેલ હોવાથી અહીં માત્ર મુદ્દરૂપે જ ઉલ્લેખ કરેલ છે.)
ત્યારે ભગવંત મહાવીર પાસે આ વૃત્તાંત શ્રવણ કરીને ગૌતમ સ્વામીએ કહ્યું કે, હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપ બતાવી રહ્યા છો.
૦ આગમ સંદર્ભ
રાય. ૫ થી ૮૨;
આવ.નિ. ૪૬૮ + $;
X
X
૦ સોમિલ શ્રાવકની કથા –
(આ કથામાં ત્રણ ભવોની વાત છે. શુક્ર દેવ રૂપે, સોમિલ બ્રાહ્મણ રૂપે અને ભાવિમાં મહાવિદેહમાં મોક્ષ ગમન)
૦ શુક્રદેવનો ભવ :~
આવ.યૂ.૧-૫ ૨૭૯;
રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવંત મહાવીરસ્વામી પધાર્યા. પર્ષદા નીકળી.
Jain Education International
તે કાળે, તે સમયે શુક્ર નામક મહાગ્રહ શુક્રાવતંસક વિમાનમાં શક્ર સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવો સાથે બેઠો હતો. તે શુક્રદેવ ચંદ્રદેવની માફક ભગવંત મહાવીર પાસે આવ્યો. નૃત્યવિધિ દેખાડી. પાછો ગયો.
હે ભગવંત ! શુક્રદેવનો પૂર્વભવ ક્યો ? ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! એ પ્રમાણે – ઇત્યાદિ ભ૰મહાવીરનો ઉત્તર—પૂર્વવત્.
૦ સોમિલનો ભવ :
તે કાળે, તે સમયે વારાણસી નામની નગરી હતી. ત્યાં સોમિલ નામે એક બ્રાહ્મણ
For Private & Personal Use Only
www.jainelibrary.org